SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અદભૂત તત્ત્વતલસ્પર્શી સ્પષ્ટ મીમાંસા પરથી સ્વયં સહજ એ તાત્પર્ય ફલિત થાય છે કે શ્રત ઉપાધિનો ભેદ દૂર કરીને જોઈએ તો કેવલી અને શ્રુતકેવલી એ બન્નેનું આત્મ સંચેતનગમ્ય - સ્વ સંવેદનગમ્ય કેવલ શુદ્ધ આત્માને જાણવાની બાબતમાં સમાનપણું છે, અને કેવલ” શુદ્ધ આત્માને જાણવો - સર્વ અન્ય દ્રવ્યથી ને ભાવથી ભિન્ન અભિન્ન એક માત્ર “કેવલ” શુદ્ધ આત્માનું જ્ઞાન થવું એ જ સર્વ જ્ઞાનનો અને સર્વ શ્રત જ્ઞાનનો પરમાર્થ છે. એ જ “શ્રત કેવલીપણાની” રહસ્ય ચાવી (master-key) છે અને એ જ સર્વ જ્ઞાન-અજ્ઞાનની કસોટી છે. આ ઉપરથી સૂક્ષ્મ વિચારણા કરતાં કેટલાક મુદ્દા સ્પષ્ટ થાય છે અને વ્યવહાર શ્રુતકેવલી - નિશ્ચય શ્રત કેવલીની વ્યાખ્યાનો અવિરોધ સુમેળ સ્થાપિત થઈ “શ્રત કેવલી'નો ખરેખરો પરમાર્થ-મર્મ સમજાય છે. અર્થાત કેવલ શુદ્ધ આત્મજ્ઞાન એ જ કેવલીપણાની રહસ્ય ચાવી (master-key) છે. જો કેવલ શુદ્ધ આત્માને જાયો તો તે આત્મજ્ઞાન સંપન્ન-ભાવ શ્રુતજ્ઞાન સંપન્ન શ્રુતકેવલી છે. આમ જાણપણાની બા.માં જ્ઞાનીઓએ સર્વત્ર આત્મા અને આત્મજ્ઞાન પર સવિશેષ ભાર મૂક્યો છે અને એ અત્રે શ્રત કેવલીના ઉદાહરણ પરથી સ્પષ્ટ સમજાય છે. એટલે સર્વત્ર આત્મજ્ઞાનની સર્વ શ્રતજ્ઞાન પણ આત્મા જ છે. જ્ઞાન અને આત્મા (જ્ઞાની) જૂદા નથી, મુખ્યતા : જ્ઞાન-અજ્ઞાનનું આ જ્ઞાન એ આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે, એટલે જ્ઞાનથી અભિન્ન રહસ્ય એવા જ્ઞાનીને-કેવલ શુદ્ધ આત્માને જાણે તે જ્ઞાની. એટલે જ સર્વ જ્ઞાનમાં કેવલ શુદ્ધ આત્માને જાણવો એ જ મુખ્ય મુદ્દો છે. “પ્રથમ પદમાં એમ કહે છે કે, તે મુમુક્ષુ ! એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે, માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવૃત્ત અને એક નિજસ્વરૂપને વિષે દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જોયપણે તારે વિષે દેખાશે. તત્ત્વ સ્વરૂપ એવાં સતુ શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે, એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગ પૂર્વક તે સમજાવું દુલ્લભ છે. એ માર્ગ જૂદો છે અને તેનું પણ જદે છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી, માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમકે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-પ૩૯ તાત્પર્ય કે – આત્માને જાણવો એ જ સર્વ શ્રત જાણવાનું રહસ્ય છે, એ જ સર્વ શ્રત જાણવાનું પ્રયોજન છે, એ જ સર્વ શ્રત જાણ્યાનું ફળ છે. સર્વ શ્રુત કેવલિપણાનું સર્વ શ્રતનું પરમાર્થભૂત રહસ્ય પણ કેવલ એક શુદ્ધ આત્માને જાણવો-ઓળખવો-પામવો રહસ્ય અને પ્રયોજન એ જ છે. શ્રી પદ્મનંદિ મહામુનીશ્વરે કહ્યું છે તેમ, ‘દ્વાદશાંગી* શ્રી કેવલ આત્મજ્ઞાન જ * જિનેશ્વરે કહી છે તેમાં પણ એક આત્મા જ આદેય-ગ્રહણ કરવા યોગ્ય છે અને બાકી બીજું બધું ય હેય-ત્યાગવા યોગ્ય છે' એ જ એક પરમ સારભૂત-પરમાર્થ પ્રયોજનભૂત મુખ્ય વાત કહી છે. આમ “લોકપ્રદીપકર - લોકનું સ્વરૂપ પ્રકાશનારા, અલોકમાં રહેલા લોકને - પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની આ અપૂર્વ તત્ત્વ તલસ્પર્શિની વ્યાખ્યાના મૂળ અમૃત શબ્દો આ રહ્યા - यथा भगवान् युगपत्परिणतसमस्तचैतन्यविशेषशालिना केवलज्ञानेनानादिनिधननिष्कारणसाधारणस्वसंचेत्यमान चैतन्यसामान्यमहिम्नश्चेतकस्वभावेतैकत्वात् केवलस्यात्मन आत्मनात्मनि संचेतनात् केवली, तथायं जनोपि क्रमपरिणममाणकतिपयचैतन्यविशेषशालिना श्रुतज्ञानेनानादिनिधननिष्कारणासाधारण સંવેદ્યમાન चैतन्यसामान्यमहिम्नश्चेतकस्वभावेनैकत्वात् केवलस्यात्मन आत्मनात्मनि संचेतनात् श्रुतकेवली । अलं विशेषाकांक्षाक्षोभेण, स्वरूपनिश्चलैरेवावस्थीयते । अथ ज्ञानस्य श्रुतोपाधिभेदमुदस्यति · श्रुतं हि तावत्सूत्रं । तश्च भगवदर्हत्सर्वज्ञोपतं स्यात्कारकेतनं पौलिक शब्दब्रह्म । तज्ज्ञप्तिर्हि ज्ञानं । श्रुतं तु तत्कारणत्वात् ज्ञानत्वेनोपचर्यत एव । एवं सति सूत्रस्य ज्ञप्ति श्रुतज्ञानमित्यायाति । अथ सूत्रमुपाधित्वान्नाद्रियते ज्ञप्तिरेवावशिष्यते । सा च कवलिनः श्रुतकेवलिनश्चात्मसंचेतने तुल्यैवेति नास्ति ज्ञानस्य श्रुतोपाधिभेदः ।। ૧૧૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy