SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૯-૧૦ કેવલ” શુદ્ધ આત્માને જાણે છે તે શ્રત કેવલી છે – આ પરમાર્થ છે, અને શ્રુતથી કેવલ શુદ્ધ આત્માને ભણે છે તે શ્રુતકેવલી એવો આ પરમાર્થ સમજાવી શકાય એમ નહીં હોવાથી - વાણીથી કહ્યો જાય એમ નહીં હોવાથી, જે શ્રુત જ્ઞાનને “સર્વને' જાણે છે તે “શ્રત કેવલી' એવો વ્યવહાર છે, અને આ જ્ઞાન-શાનીનો ભેદ વ્યવહાર પણ જ્ઞાનથી અભિન્ન જ્ઞાની-જ્ઞાયક આત્મારૂપ પ્રતિપાદન - નિરૂપણ કરવાપણાએ કરીને આત્માને જ પ્રતિષ્ઠાપે છે, પરમાર્થપ્રતિપાઉન્ટેન સભાનું પ્રતિUTTયતિ | પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની આ પરમ પરમાર્થ ગંભીર વ્યાખ્યાને હવે વિશેષથી વિચારીએ. અત્રે “શ્રત કેવલી' શબ્દનો પરમ અપૂર્વ પરમાર્થ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્યો છે અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ તે પરમ અદ્ભુત પરમ અલૌકિક અપૂર્વ શ્રત કેવલીનું શૈલીથી સમજવ્યો છે. સર્વ શ્રુત જ્ઞાનને - સર્વ શ્રત કેવલને - સર્વ શ્રત અદ્ભત રહસ્ય માત્રને જાણે છે તે, શ્રત કેવલી એમ સામાન્યતઃ વ્યવહાર નથી સમજાય છે, પણ તેનું અંતરગત રહસ્ય શું છે તે અત્ર પરમ તાત્ત્વિક દૃષ્ટિથી પ્રવ્યક્ત કર્યું છે. તે આ પ્રકારે શ્રુત વડે કરીને જે આ “કેવલ' શુદ્ધ આત્માને જાણે છે તે “શ્રુતકેવલી' એમ પરમાર્થ છે, અર્થાત્ “કેવલ” - માત્ર એક – અદ્વૈત-અસહાય શુદ્ધ આત્મા સિવાય બીજું કાંઈ જ્યાં છે નહિ એવા કેવલ શુદ્ધ આત્માને સ્વસંવેદનરૂપ ભાવઋતજ્ઞાન વડે કરીને જાણે છે તે શ્રુતકેવલી. આ શ્રુતકેવલી જેમ સ્વસંવેદન પ્રત્યક્ષ - આત્માનુભવ પ્રત્યક્ષ ભાવ શ્રુત જ્ઞાન વડે કેવલ શુદ્ધ આત્માને જાણે છે, તેમ કેવલી ભગવાન સકલ પ્રત્યક્ષ કેવલજ્ઞાન વડે કરીને કેવલ શુદ્ધ આત્માને જાણે છે. એટલે કેવલ શુદ્ધ આત્માને જાણવાની બાબતમાં કેવલી અને શ્રુતકેવલીમાં કાંઈ વિશેષ નથી - તફાવત નથી. આ અંગે કેવલ જ્ઞાની અને શ્રુતકેવલજ્ઞાનીના અવિશેષ દર્શન અંગે “પ્રવચનસાર' * શા. ૩૩-૩૪માં આજ ભાવ દર્શાવ્યો છે કે - (૧) જે સ્કુટપણે શ્રતથી સ્વભાવથી જ્ઞાયક એવા આત્માને જાણે છે તેને લોકપ્રદીપકર ઋષિઓ શ્રુતકેવલી કહે છે. (૨) પુદ્ગલ દ્રવ્યાત્મક વચનો વડે જિનોપદિષ્ટ તે સૂત્ર છે, તેની જાણણા (ાણપણું) તે જ્ઞાન છે અને (તે જ) સૂત્રની જાણણા (જાણપણું) કહી છે.' - આ મહાનું ગાથાઓની પરમાર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કરેલી(જુઓ નીચેની ફૂટનોટ) પરમ ઔલોકિક, મૌલિક લીધે, : શ્રુતજ્ઞાને સર્વ નાનાતિ - જે શ્રુતજ્ઞાન સર્વને જાણે છે, સ મૃતદૈવતી - તે શ્રુતકેવલી, તિ ચવદર: એવો વ્યવહાર, પરમાર્થ પ્રતિપાદવેન - પરમાર્થ પ્રતિપાદકપણાએ કરીને માતાનું પ્રતિકાપતિ - આત્માને પ્રતિષ્ઠાપે છે - પ્રતિષ્ઠાપિત કરે છે. પતિ “આત્મધ્યાતિ' માત્મભાવના li૬-૧૦ની "जो हि सुदेण विजाणदि अप्पाणं जाणगं सहावेण । तं सुयकेवलिमिसिणो भणंति लोगप्पदीवयरा ॥ . सुत्तं जिणोवदिळं पोग्गलदबप्पगेहिं वयणेहिं । તજ્ઞાળા ર૫ ગાળા મળવા ” - શ્રી પ્રવચનસાર ગા. ૩૩-૩૪ આ મહાન ગાથાઓની પરમ અદૂભુત પરમ સુંદર તાત્ત્વિક મીમાંસા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી દે છે કે - (૧) જેમ ભગવાન યુગપત પરિણત (એકી સાથે પરિણમેલ) સમસ્ત ચૈતન્યવિશેષશાલી કેવલજ્ઞાન વડે કરીને અનાદિનિધન નિષ્કારણ અસાધારણ સ્વસંચેત્યમાન ચૈતન્ય સામાન્ય મહિમાવંતના ચેતક સ્વભાવે કરી ઐક્યપણાને લીધે કેવલ આત્માના આત્માથી આત્મામાં સંચેતનથી કેવલી છે, તેમ આ જન પણ ક્રમ પરિણયમાન (ક્રમે કરીને પરિણમી રહેલા) કેટલાક ચૈતન્ય વિશેષશાલી શ્રુતજ્ઞાન વડે કરીને અનાદિનિધન (અનાદિ અનંત) નિષ્કારણ અસાધારણ એવા સ્વસંવેદ્યમાન ચૈતન્ય સામાન્ય મહિમાવંતના ચેતક સ્વભાવે કરી એકપણાને લીધે કેવલ આત્માના આત્માથી આત્મામાં સંચેતનથી શ્રત કેવલી છે. (માટે) વિશેષ આકાંક્ષાના લોભથી બસ થયું ! સ્વરૂપ નિશ્ચલ જ થઈને અવસ્થિત થવાય છે (અમે સ્વરૂપ નિશ્ચલ જ થઈને સ્થિત રહીએ છીએ.) (૨) હવે જ્ઞાનનો શ્રુત ઉપાધિભેદ ફગાવી દે છે - શ્રુત તે પ્રથમ તો સૂત્ર છે અને તે ભગવદ્ અહેતુ સર્વજ્ઞોપજ્ઞ ચાતુ કાર કેતન (યાદ્વાદ જેની ધ્વજ - વૈજયંતી છે એવું) પૌગલિક શબ્દબ્રહ્મ છે, તેની ‘મિ' (ાણપણું) તે જ જ્ઞાન છે, શ્રુત તો તેના બાણપણાના-શક્તિના) કારણપણાને લીધે જ્ઞાનપણે ઉપચરાય જ છે (ઉપચાર કરાય જ છે). એમ સતે સૂત્રની શક્તિ તે શ્રત જ્ઞાન એમ આવે છે. હવે જે સૂત્ર ઉપાધિપણાને લીધે નથી આદરાતું, (એટલે) શક્તિ જ અવશેષ (બાકી) રહે છે અને તે કેવલીની અને શ્રુત કેવલીની આત્મસંચેતના બાબતમાં તુલ્ય જ છે, એટલે જ્ઞાનનો શ્રુત ઉપાધિભેદ છે નહીં.” સંચેતનાથી કેવલીય મહિમાવતનીષશાલી કેવી ૧૧૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy