SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આમ દેહાદિ પરભાવને વિષે આત્મભાવની કલ્પનાને (Imagination) લીધે તે પરભાવ નિમિત્તે મોહ-રાગ-દ્વેષાદિ વિભાવ ઉપજ્યા, એટલે તે તે વિષયના યોગ ક્ષેમાર્થે - વિષય સંરક્ષણા કષાય ઉપજ્યા, અને આમ સ્વભાવ પ્રશ્રુતિ થઈ પરવૃત્તિ વર્તી, એટલે સ્વભાવ ભ્રષ્ટ જીવનું આ સર્વ વિભાવ - વિષચક્ર ચાલી રહ્યું. પરરૂપ સ્થિતિ : પરસમય જ્ઞાન-દર્શનમય આત્મ સ્વભાવથી ભ્રષ્ટ થઈ જીવ પરદ્રવ્ય નિમિત્તે વિભાવ ભાવને ભજે છે, તેથી જ તે પરભાવ રૂપ દ્રવ્યકર્મથી બંધાય છે, એટલે પરદ્રવ્ય રૂપ પુદ્ગલ કર્મ પ્રદેશમાં તેનું સ્થિતપણું હોય છે અને તેથી જ તે પરને એકપણે જાણે છે અને પરિણમે છે. તેથી તે પરસમય હોય છે. આમ તેની પરરૂપ સ્થિતિ હોય છે અને તે જ પરસમય છે. આ અંગે પંચાસ્તિકાય* ગા. ૧૫૬માં કહ્યું છે, તેમ જે પરદ્રવ્યમાં રાગથી જો શુભ-અશુભ ભાવ કરે છે, તો તે સ્વકચરિતથી ભ્રષ્ટ જીવ પરચરિતચર હોય છે.” આની મનનીય વ્યાખ્યા* કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ભાખ્યું છે કે - “જે મોહનીયના ઉદયની અનુવૃત્તિ વશ થકી રજ્યમાન (રંગાઈ રહેલ) ઉપયોગવાળો સતો, પરદ્રવ્યમાં શુભ વા અશુભ ભાવ ધારે છે, તે સ્વનચરિત્ર ભ્રષ્ટ પરચારિત્રચર એમ ઉપગવાય છે, કારણકે સ્વદ્રવ્યમાં શુદ્ધોપયોગવૃત્તિ તે સ્વચરિત, પારદ્રવ્યમાં સોપરાગ - ઉપયોગવૃત્તિ તે પરચરિત છે અને આ પરચરિત તે જ પરસમય આમ મોહજન્ય ભેદ અજ્ઞાનથી આત્મ અજ્ઞાન, આત્મ અજ્ઞાનથી સ્વપ્રશ્રુતિ, સ્વપ્રય્યતિથી પરવૃત્તિ, પરવૃત્તિથી પરરૂપ સ્થિતિ અને પરરૂપ સ્થિતિથી પરસમય, એમ પરસમયનાં તત્ત્વ વિજ્ઞાનનો સાંગોપાંગ સકલ અવિકલ ક્રમ છે. આમ જ્યાં સદા શુદ્ધ આત્માનો અનુભવ વર્તે છે, તે સ્વસમય વિલાસ છે અને પરવસ્તુની છાંયડી જ્યાં પડે છે. તે પરસમય નિવાસ છે. અથવા સમય એટલે મર્યાદા. આત્મા જ્યારે પરસમયની - પરભાવની મર્યાદામાંથી પાછો વળી સ્વસમયમાં - સ્વસ્વભાવની મર્યાદામાં વર્તે છે, ત્યારે તે સ્વસમય છે. અને સ્વભાવની મર્યાદા ઉલ્લંઘી પરસમયમાં - પરભાવની મર્યાદામાં વર્તે છે, ત્યારે તે પરસમય છે. તાત્પર્ય કે - પરભાવથી પ્રય્યત થઈ સહજ આત્મસ્વરૂપમાં - આત્મસ્વભાવમાં નિયત વૃત્તિ - સ્થિતિ - ચારિત્ર તે સ્વસમય છે, અને સ્વભાવથી પ્રય્યત થઈ, પરભાવમાં વૃત્તિ-સ્થિતિચારિત્ર તે પરસમય છે. શુદ્ધ આત્મવૃત્તિ – આત્મ પરિણતિ તે સ્વસમય અને પરવૃત્તિ - પર પરિણતિ તે પરસમય એમ પ્રતીત થાય છે. એટલે “આમ સમયનું ફુટપણે દ્વિવિધપણું ઉદ્ભવે છે - “વં હિત સમયચ સૈવિધ્યમુદ્ધતિ સ્વસમય અને પરસમય એમ ઢિપ્રકારપણું જગતમાં જોરશોરથી દોડી રહ્યું છે. સ્વસમય પરસમય એમ અર્થાતુ આ વિશ્વમાં જ્યાં જુઓ ત્યાં સ્વસમય અને પરસમય બે પ્રકારની જીવસમયનું વૈવિધ્ય દોડધામ ચાલી રહી છે. એક બાજુ સ્વાત્મામાં જ સ્થિતિ કરનારા સહાત્મસ્વરૂપમાં સ્થિત એવા જીવન્મુક્ત આત્માઓ - અરિહંત ભગવાનો, સહજાત્મસ્વરૂપમાં સુસ્થિત એવા વિદેહમુક્ત આત્માઓ - સિદ્ધ ભગવાનો, સહજાત્મ સ્વરૂપ સ્થિતિની ઉચ્ચ ભૂમિકાને પામેલા એવા જીવન્મુક્ત સાધક આત્માઓ - આત્મારામી શુદ્ધોપયોગવંત શ્રમણો - આચાર્ય ભગવાનો, ઉપાધ્યાય ભગવાનો અને સાધુ ભગવાનો, એમ પંચ પરમેષ્ઠિરૂપ ___ "जो परदबम्मि सुहं असुहं रागेण कुणदि जदि भावं ।। સો સ ત્તમ પરિયો રે વીવો ” - પરમર્ષિ કુંદકુંદાચાર્યજી કૃત “પંચાસ્તિકાય” ગા. ૧૫ ** “यो हि मोहनीयोदयानुवृत्तिवशरज्यमानोपयोगः सन्, परद्रव्ये शुभमशुभं वा भावमादधाति स स्वकचरित्रभ्रष्टः परचरित्रचर इति उपगीयते । यतो हि स्वद्रव्ये शुध्धोपयोगवृत्ति स्वचरितं । परद्रव्ये सोपरागोपयोगवृत्ति પૂરતીતિ ' પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી કૃત “પંચાસ્તિકાય’ ટીકા - ગા. ૧૫૬ so
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy