SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨ પદ્રવ્યથી પ્રય્યત થઈ, દેશિ-શક્તિ સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગત પણે વર્તે છે, અર્થાત્ દર્શન જ્ઞાન સ્વભાવી આત્મામાં જ વર્તવા રૂપ સ્વવૃત્તિ-આત્મવૃત્તિ કરે છે. શુદ્ધ સ્વાતિ તત્ત્વને, બહુમાને તલ્લીન રે, તે વિજાતિ રસતા તજી, સ્વ સ્વરૂપ રસ પીન રે... જગતારક પ્રભુ.” - શ્રી દેવચંદ્રજી અત્રે જિજ્ઞાસુને પ્રશ્ન થવો સંભવે છે કે - જીવ શું સ્વભાવમાંથી ચાલ્યો જાય છે કે, જેથી કરીને આ સ્વસમય-પરસમય એવો ભેદ કરવો પડે છે ? તેનો ઉત્તમ રહસ્યમય તાત્ત્વિક ખુલાસો પંચાસ્તિકાય” ગાથા-૧૫૫ અને ૧૫૮ અને તે પરની પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની મનનીય ટીકા ય છે અને તેનો સાર એ છે કે - (૧) “જ્ઞાન-દર્શન'માં અવસ્થિતપણાને લીધે સંસારી જીવ સ્વભાવ નિયત છે. છતાં અનાદિ મોહનીયના ઉદયને અનુસરવા અનુવર્તવા રૂપ “અનુવૃત્તિ” તે કરે છે, તેથી તેનો ઉપયોગ ઉપરક્ત હોય છે, એટલે તે ભાવ વૈશ્વરૂપ્યપણું રહે છે. તેને લીધે અનિયત ગુણ પર્યાયપણું હોય છે, તે પરસમય-પરચરિત છે. પણ આથી ઉલટું અનાદિ મોહનીયના ઉદયને વિા દઈ આ જીવ અત્યંત શુદ્ધોપયોગવંત હોય છે. એટલે તે ભાવઐક્યરૂપપણું રહે છે, તેને લીધે નિયત ગુણપર્યાયપણું હોય છે, તે સ્વસમય-સ્વચરિત છે.” (૨) કારણકે નિરુપરાગ ઉપયોગ પણાને લીધે જે સર્વ સંગથી મુક્ત થયો છે અને પરદ્રવ્યમાંથી વ્યાવૃત્ત-પાછા વળેલા ઉપયોગ પણાને લીધે જે અનન્ય મનવાળો છે, એવો તે જીવ આત્માને જ્ઞાનદર્શન રૂપ સ્વભાવે અવસ્થિતપણે નિયત જાણે છે - દેખે છે અને તેજ જીવ નિશ્ચય કરીને સ્વકચરિત ચરે છે. કારણકે દશિ-શક્તિ સ્વરૂપ પુરુષમાં તન્માત્રપણે વર્તન તે “સ્વચરિત્ર છે અને તેજ સ્વસમય છે.' આમ ભેદજ્ઞાનથી આત્મજ્ઞાન, આત્મજ્ઞાનથી પપ્રશ્રુતિ, પરપ્રશ્રુતિથી સ્વવૃત્તિ-આત્મવૃત્તિ, આત્મવૃત્તિથી સ્વરૂપ સ્થિતિ અને સ્વરૂપ સ્થિતિથી સ્વસમય એમ સ્વસમયના તત્ત્વ વિજ્ઞાનનો સકલ અવિકલ ક્રમ છે. તાત્પર્ય કે આત્મવિદ્યાની સમુત્પાદક એવી ભેદજ્ઞાન રૂપ વિવેક જ્યોતિના સમુદય થકી સમસ્ત પરદ્રવ્યથી પ્રશ્રુત થઈ, જે આત્મા દર્શન-શાન સ્વભાવી આત્મામાં નિયત વૃત્તિપણે - વર્તન રૂપ ચારિત્ર પણે વર્તે છે, તે સ્વસમય હોય છે. આ સર્વના પરમ અદ્દભુત નિષ્કર્ષ રૂપ પરમ આત્મતત્ત્વ દષ્ટા સામર્થ્યયોગી શ્રીમદ્ રાજચંદ્રજીનું આત્માનુભવોલ્ગાર રૂપ આ ટેકોત્કીર્ણ અમર વચનામૃતજી છે કે – “જડ ને ચેતન બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે , કાયાની વિસારી માયા સ્વરૂપે માયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.” - શ્રીમદ્ રાજચંદ્રજી, (અં. ૯૦૨) "जीवो सहावणियदो अणियदगुणपजओष परसमओ । जदि कुणदि सगं समयं पन्भस्सदि कम्मबंधादो ॥ जो सबसंगमुक्को णण्णमणो अप्पणं सहावेण । નાગરિ પર શિવરં તો સર્ષિ વીર વીવો ” પરમર્ષિ કુંદકુંદાચાર્યજી કૃત “પંચાસ્તિકાય'. 'संसारिणो हि जीवस्य ज्ञानदर्शनावस्थितत्वात् स्वभावनियतस्याप्यनादिमोहनीयोदयानुवृत्तिरूपत्वेनोपरक्तोपयोगस्य सतः समुपात्तभाववैश्वरूप्यत्वादनियतगुणपर्यायत्वं परसमयः । परचरितमिति यावत् । तस्यैवानादिमोहनीयोदयानुवृत्तिपरत्वमपास्य अत्यन्त शुद्धोपयोगस्य सतः समुपात्तभावैक्य रूप्यत्वान्नियतगुणपर्यायत्वं स्वसमयः, स्वचरितमिति यावत् । अथ खलु यदि कथञ्चनोद्भिन्नसम्यग्ज्ञानज्योतिर्जीवः परसमयं व्युदस्य स्वसमयमुपादत्ते, तदा कर्मबन्धादवश्यं भ्रश्यति । यतो हि जीवस्वभावनियतं चरितं मोक्षमार्ग इति || " स खलु स्वकं चरितं चरति जीवः । यतो हि दृशिज्ञप्तिस्वरूपे पुरुषे तन्मात्रत्वेन वर्तनं स्वचरितमिति ॥" - પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી કૃત પંચાસ્તિકાય ટીકા ગા. ૧૫૫-૧૫૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy