SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આ કર્માદિ પરભાવો તો બાહ્ય ભાવો છે, ખરેખર ! “પર' છે - અર્થાત્ શત્રનું કામ કરતા હોવાથી “પર” છે, આત્માના ભાવશત્રુ છે. પરમાર્થથી આત્માને એની સાથે કાંઈ લેવાદેવા નથી. પણ અનાદિ અધ્યાસની કવાસનાથી તેમાં અહત્વ-મમત્વ કરીને તે બંધાય છે. તે એટલે સુધી કે પર પરિણતિના રાગીપણે, તે પરરસના રંગથી રક્ત થાય છે, પર રસરંગે રંગાઈ જાય છે અને પરનો ગ્રાહક તથા રક્ષક બની પરભોગમાં દુઃખ પામે છે. એટલે આ પરભાવ રૂપ પરચક્રનું આક્રમણ ખરેખર ! ઉપપ્લવ રૂપ છે, આફત છે, આપત્તિ છે, દુર્ભાગ્ય રૂપ છે, વિપ્ન રૂપ - બાધા રૂપ છે, અરિષ્ટ-અનિષ્ટ રૂપ છે, પ્રહરૂપ છે, અંધાધૂંધી રૂપ છે. પર પરિણતિ રાગીપણે, પરરસ રંગે રક્ત રે, પર ગ્રાહક રક્ષકપણે, પર ભોગે આસક્ત રે.. જગતારક પ્રભુ વિનવું.” - શ્રી દેવચંદ્રજી સ્વરૂપ સ્થિતિ : સ્વસમય “શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે.' - શ્રી આનંદઘનજી અને આ દૃશિ-શક્તિ સ્વભાવમાં નિયત વૃત્તિ રૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તવા ૩૫ જે આત્મવૃત્તિ થવી, એજ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતપણું છે અને એજ સ્વસમય છે. કારણકે દેશિ-જ્ઞપ્તિ સ્વભાવમાં “નિયત વૃત્તિ” એ દર્શન-જ્ઞાનમય આત્મતત્ત્વ છે અને તે આત્મતત્ત્વ સાથે એકપણે વર્તવા રૂપ આત્મવૃત્તિ' તે ચારિત્ર છે, આમ દર્શન-જ્ઞાનમય આત્મ સ્વભાવમાં વર્તવું એજ દર્શન-જ્ઞાનચારિત્રમાં સ્થિતપણું છે અને આ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ જ આત્માનું સ્વરૂપ છે, એટલે આવા દર્શન-જ્ઞાનચારિત્રમાં પણું એ જ સ્વરૂપ સ્થિતિ છે અને સ્વરૂપ સ્થિતિ એ જ સ્વરૂપ સ્વસમય છે, અર્થાત જેમ છે તેમ સ્વભાવભૂત સહજ આત્મ સ્વરૂપમાં સમાવું, સહજાત્મ સ્વરૂપ થવું, એ જ સ્વસમય છે. “જિમ જિનવર આલંબને, વધે સધે એકતાન હો મિત્ત ! તિમ તિમ આત્માલંબની, પ્રહ સ્વરૂપ નિદાન હો મિત ! કયું જાણું કર્યું બની આવશે, અભિનંદન રસ રીત... હો મિત ! સ્વ સ્વરૂપ એકત્વતા, સાધે પૂર્ણાનંદ હો મિત ! રમે ભોગવે આતમા, રત્નત્રયી ગુણ વૃંદ હો મિત !... કયું જાણું.” - શ્રી દેવચંદ્રજી પણ હવે આ પરભાવની અંધાધૂંધીને ભેદી નાંખનારા ભેદજ્ઞાનના પ્રસાદથી મને દિવ્ય આત્મજ્ઞાન રોતિનો પ્રકાશ સાંપડ્યો છે. એટલે “જ્ઞાન દર્શન લક્ષણવાળો એક શાશ્વત આત્મા જ મહારો' છે. બાકીના સંજોગલક્ષણ ભાવો” તો બાહ્ય છે - આત્મ બાહ્ય છે, મ્હારા આત્માને તેની સાથે કંઈ લેવા દેવા નથી - નિસ્બત નથી એમ મેં જાણ્યું છે. માટે મહારે આ મહારો એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે – ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી આ બીજા બધા ભાવ હેય છે, ત્યજવા યોગ્ય છે, એટલે હું મ્હારા આત્મભાવને જ ભજું ને આ સમસ્ત પરભાવ પ્રપંચને ત્યજું એ જ યોગ્ય છે. આપણો આત્મભાવ જે એક ચેતનાધાર છે, તે નિજ પરિકર - પરિવાર રૂપ ભાવ જ આ બીજા બધા સાથે સંયોગ કરતાં સાર છે. “એ નિજ પરિકર સાર રે.” માટે હે ચેતન ! તું શાંત થઈ આ સર્વ પરભાવથી વિરામ પામ ! વિરામ પામ ! હે આનંદઘન ! એજ આ પરમ શાંતિ માર્ગ પામવાનો પરમ ઉપાય છે. એનો આશ્રય કર ! આશ્રય કર ! “આપણો આતમભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે, અવર સવિ સાથ સંયોગથી, એ નિજ પરિકર સાર રે.. શાંતિજિન એક મુજ વિનતી.” - શ્રી આનંદઘનજી ઈત્યાદિ પ્રકારે આત્મભાવના કરતો સમ્યગુદૃષ્ટિ આત્મજ્ઞાની પુરુષ સ્વભાવનો આશ્રય કરવાનો ને પરભાવનો ત્યાગ કરવાનો વિવેકજન્ય દઢ નિશ્ચય કરે છે, અને તે નિશ્ચયને અમલમાં મૂકી - આચરણમાં આણી પર પરિણતિ ત્યજે છે ને આત્મપરિણતિને ભજે છે, પરમાત્મ સ્વરૂપ શુદ્ધ સ્વજાતિ તત્ત્વના બહુમાનમાં તલ્લીન બની, વિરસ એવા વિજાતિ પરભાવ રસને છોડી દે છે ને સરસ એવા સ્વ સ્વરૂપ રસના પાનથી પીન-પુષ્ટ થાય છે, ધીંગોધડબો બને છે, આમ તે આત્મજ્ઞાની પુરુષ સમસ્ત ૫૬.
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy