SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ગ્રહી લે છે, અને તે પોતાની વસ્તુ તો પોતાના દર્શન-શાન સ્વરૂપમાં જ નિયત વર્તે છે, એટલે તેની સાથે એકપણે વર્તી તેમાં જ સ્થિત હોય છે અને એ જ સ્વ સમય હોય છે. સ્વ સમયપ્રાપ્તિનો ક્રમ આ દૃષ્ટાંત પરથી સ્વ સમય પ્રાપ્તિનો ક્રમ સ્પષ્ટપણે સમજાઈ જાય છે : (૧) પ્રથમ તો સ્વ-પરનો ભેદજ્ઞાનરૂપ વિવેક પ્રગટે છે, (૨) તેથી આત્મજ્ઞાન રૂપ વિદ્યા ઉપજે છે, (૩) એટલે આ પરદ્રવ્ય તે હું નહિ ને મ્હારું નહિ એમ જણી પરથી પ્રચ્યવન થાય છે, (૪) અને દેશિ-શક્તિમાં નિયત વૃત્તિ રૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણું વર્તે છે, (૫) એટલે આત્માનું સ્વરૂપ દર્શન-જ્ઞાન-ચારિત્ર હોઈ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતપણું હોય છે, (૬) એટલે સ્વને એકપણે જાણવા – જવા રૂપ સ્વ સમય હોય છે. આમ (૧) ભેદજ્ઞાન - (૨) આત્મજ્ઞાન - (૩) પર પ્રશ્રુતિ - (૪) આત્મવૃત્તિ - (૫) સ્વરૂપ સ્થિતિ - (૬) સ્વ સમય એમ ક્રમ છે. અથવા ટૂંકામાં જ્ઞાન-સ્વરૂપ-સ્થિતિ = સ્વ સમય. હવે આનો અનુક્રમે વિશેષ વિચાર કરીએ. વિવેક જ્યોતિ : ભેદજ્ઞાન પ્રકાશ સ્વ-પરનો વિવેક કરનારી, ભેદજ્ઞાન ઉપજાવનારી વિવેકજ્યોતિના પ્રકાશ થકી મોહ અંધકારનો પ્રણાશ થાય છે. આ અંગે શ્રી “પ્રવચનસાર પ્રથમ શ્રુતસ્કંધ ગાથા-૮૯-૯૦માં કહ્યું છે. તેમ - (૧) જે દ્રવ્યત્વપણાથી અભિસંબદ્ધ એવા જ્ઞાનાત્મક આત્માને અને પરને જે નિશ્ચયથી જાણે છે, તે મોહક્ષય કરે છે. તેથી આત્મા જો આત્માનો નિર્મોહ ઈચ્છતો હોય તો, દ્રવ્યો મધ્યે આત્માને અને પરને જિનમાર્ગ થકી ગુણો વડે કરીને જાણો.' આ મહાનું ગાથાઓની અદ્ભુત વ્યાખ્યા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ પરમાર્થ પ્રકાશ્યો છે, તેનો સારાંશ એ છે કે – (૧) જે પોતાના ચૈતન્યાત્મક દ્રવ્યપણાથી અભિસંબદ્ધ આત્માને અને પારકા યથોચિત દ્રવ્યત્વપણાથી અભિસંબદ્ધ પરને નિશ્ચયથી જાણે છે, તે જ સમ્યક સ્વ-પર વિવેકને પામેલો સકલ મોહને ખપાવે છે. (૩) તેથી અહીં મોહનો સર્વનાશ કરવાની જેની બુદ્ધિ છે, એવા લબ્ધવર્ણજનો આગમ કથિત અનંત ગુણો મળે કોઈ અસાધારણ વિશિષ્ટ ગુણો વડે અનંત દ્રવ્ય સંતતિમાં સ્વ-પર વિવેકને પામો ! તે આ પ્રકારે - જે આ અંતર્મુખ-બહિર્મુખ પ્રકાશવંતપણાએ કરીને સ્વપરનું પરિચ્છેદક એવું મહારૂં ચૈતન્ય હું છું, તે આ મહારા આત્મામાં જ વર્તમાન ચૈતન્ય વડે હું સમાનુજાતીય વા અસમાનતીય અન્ય દ્રવ્યને છોડી આત્માને ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય જણું છું, અને અન્ય દ્રવ્યને છોડી તેમાંજ વર્તમાન પૃથપણે વૃત્ત સ્વલક્ષણોથી ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય એવા આકાશને, ધર્મને, અધર્મને, કાળને, પુદ્ગલને અને આત્માન્તરને નિશ્ચય કરું છું. તેથી હું નથી આકાશ, નથી ધર્મ, નથી અધર્મ, નથી કાળ, નથી પુદગલ અને નથી આત્માન્તર. કારણકે એક ઓરડામાં પ્રગટાવેલા અનેક દીપ પ્રકાશોની જેમ સાથે મળીને અવસ્થિત એવા એઓ મધ્ય સ્વરૂપથી અપ્રશ્રુત જ એવું મારું ચૈતન્ય મને પૃથક - અલગ - ભિન્ન જણાવે છે. એમ જેને સ્વ-૫ર વિવેક નિશ્ચિત છે એવા આ આત્માને નિશ્ચય કરીને વિકારકારી મોહાંફરની પ્રાદુભૂતિ હોય નહિ.” ઈત્યાદિ પ્રકારે સત્ પુરુષ સદ્ગુરુ સમીપે શ્રવણ કરેલા “શ્રુત જ્ઞાન થકી વિવેક ઉપજે છે, શ્રુતજ્ઞાન સમ્યપણે પરિણમ્યાથી સદ્અસનું ભાન થાય છે, વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સમજાય છે, સ્વ-પરનું ભેદજ્ઞાન પ્રગટે છે, આત્મા-અનાત્માનો પ્રગટ ભેદ અનુભવમાં આવે છે, કેવલ શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ વિવેક ખ્યાતિ – આત્મખ્યાતિ ઉપજે છે, શુદ્ધ આત્મજ્ઞાન થાય છે. નિજ ગુણ સબ નિજમાં લખે, ન ચખે પરગુણની રેખ રે, ખીર નીર વિવરો કરે, અનુભવ હંસ શું પેખ રે... પ્રણમું પદ પંકજ પાર્શ્વનાથ.'' - શ્રી આનંદઘનજી "णाणप्पगमप्पाणं परं च दबत्तणाहिसंबद्धं । जाणदि जदि णिच्छयदो जो सो मोहक्खयं कुणदि ॥ तम्हा जिणमग्गादो गुणेहिं आदं परं च दब्बेसु । अभिगच्छदु णिम्मोहं इच्छदि जदि अप्पणो अप्पा ॥" - શ્રી પ્રવચનસાર' ગા. ૮૯-૯૦ (વિશેષ માટે જુઓ શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા) ૫૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy