SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨ ૨. સ્વ સમય અને આવો આ સમય-આત્મા જ્યારે “સત્તાવ સ્વભાવ માસનસમર્થ વિદ્યાસમુFા વિવેક તિવ્રામનીત' - સકલ ભાવોના સ્વભાવના ભાસનમાં સમર્થ એવી વિદ્યાની સમુત્પાદક વિવેક જ્યોતિના ઉદ્દગમન થકી સમસ્ત પરદ્રવ્યથી પ્રશ્રુત થઈ, “સમસ્ત-પૂરદ્રવ્યાતુ દર્શન-શાનચારિત્રમાં પ્રવૃત', “દશિ-શક્તિ સ્વભાવમાં નિયતવૃત્તિ રૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગત સ્થિતપણાને લીધે “સ્વ સમય’ પણે વર્તે છે. ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતપણાને લીધે સ્વને એકપણે યુગપ (એકી સાથે) જાણતો અને જતો, સ્વ સમય છે.” અર્થાત્ આવો આ સમય-જીવ જ્યારે સ્વ-ને આત્માને - પોતાને એકપણે એકીસાથે જાણે છે અને જાય છે (પરિણમે છે), ત્યારે તે “સ્વસમય' એમ પ્રતીત થાય છે, આત્મા આત્માને એકપણે એકીસાથે જાણે ને પરિણામે તે સ્વસમય છે. તે આ પ્રકારે - પ્રથમ તો આ જીવને વિવેક જ્યોતિનો સમુદય થાય છે, એટલે સ્વ સ્વભાવ-પ૨ સ્વભાવના ભેદનું ભાન થાય છે, જેથી કરીને સકલ ભાવોના સ્વભાવના ભાસનમાં સમર્થ એવી વિદ્યા-આત્મજ્ઞાન ઉપજે છે. આમ વિદ્યાજનક વિવેક થકી સ્વ-પર ભાવનું ભેદ વિજ્ઞાન ઉપજે છે, એથી સકલ સ્વભાવના અવભાસનમાં સમર્થ વિદ્યા-આત્મજ્ઞાન ઉપજે છે. એટલે આ પરદ્રવ્ય તે હું નથી ને મ્હારૂં નથી. એમ જાણી આ જીવ સમસ્ત પરદ્રવ્યથી પ્રય્યત થાય છે, સર્વથા ભ્રષ્ટ થાય છે, અને આમ પરદ્રવ્યથી પ્રય્યત થઈને આ જીવ દેખવા-જાણવા રૂપ દૈશિ-જ્ઞપ્તિ સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગત પણે-એકત્વ પ્રાપ્તપણે - પરિણામી પણે વર્તે છે, દૃશિજ્ઞપ્તિસ્વમાનિયતવૃત્તિરૂપત્મિતત્ત્વજત્વતત્વેન વર્તત ' અર્થાત્ દર્શન-જ્ઞાન સ્વભાવમાં જ વર્તવા રૂપ જેની વૃત્તિ નિયત છે, ત્રણે કાળમાં ન ચળે એવી અખંડ નિશ્ચયરૂપ વર્તે છે, એવા આત્મતત્ત્વની સાથે એકપણે વર્તે છે. એટલે આમ “નજ્ઞાનવારિત્રસ્થિતતા' - દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતપણાને લીધે સ્વને એકપણે એકીસાથે જાણતો અને જતો - ગમન કરતો - પરિણમતો એવો તે “સ્વ સમય” કહેવાય છે. “મૈઋત્વેન યુISજ્ઞાનનું ઝં% વસમી ત’ શુદ્ધ દર્શન-જ્ઞાનમય આત્મ સ્વભાવમાં વર્તતો, સદા શુદ્ધ આત્મ અનુભવમાં વિલસતો – રમણ કરતો તે સ્વસમય” છે. અત્રે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની આ અલૌકિક પરમ પરમાર્થગંભીર વ્યાખ્યા સ્પષ્ટ સમજવા માટે એક દષ્ટાંત યોજીએ : કોઈ એક અંધારું ઘર છે. તેમાં પોતાની અને પારકી અનેક વસ્તુઓ પોતપોતાના સ્થાને પડી છે, પણ અંધકાર વ્યાપ્ત હોવાને અંધારું ઘર અને દીપકનું દષ્ટાંત - લીધે તે વસ્તુઓ દેખાતી જ નથી, એથી કરીને પોતાની કઈ અને પારકી કઈ તેની ખબર પડતી નથી, એટલે પુરુષ પોતાની વસ્તુ મૂકી ભૂલથી પારકી વસ્તુ પકડી લે છે, આમ સ્થિતિ છે, ત્યાં પ્રથમ દીપકનો પ્રકાશ થાય, એટલે પોતપોતાને સ્થાને રહેલી બધી વસ્તુઓ જેમ છે, તેમ દેખાય છે. પોતાની કઈ ને પારકી કઈ તે ભાસે છે, એટલે ભૂલથી લીધેલી પારકી વસ્તુ મૂકી દઈ પુરુષ પોતાની વસ્તુ ગ્રહી લે છે અને તે પોતાની વસ્તુ તો પોતાના જ સ્વરૂપમાં નિયત વર્તે છે, એટલે તેની સાથે એકપણે વર્તી તેમાં જ સ્થિત હોય છે. તેમ આ વિશ્વરૂપ મોહાંધકાર ભર્યું ઘર છે. તેમાં પોતાની અને પારકી એમ અનેક વસ્તુઓ પોતપોતાના સ્વરૂપ સ્થાને પડી છે. પણ ગાઢ મોહ અંધકારના વ્યાપ્તપણાને લીધે તે વસ્તુઓ દેખાતી જ નથી. એટલે પોતાની કઈ અને પારકી કઈ તેની ખબર પડતી નથી. એટલે આત્મા પોતાની વસ્તુ મૂકી ભૂલથી પારકી વસ્તુ પકડી લે છે. આમ સ્થિતિ છે, ત્યાં પ્રથમ સ્વ-પરનો ભેદ દેખાડનાર વિવેક જ્યોતિનો પ્રકાશ થાય, એટલે બધી વસ્તુઓ પોતપોતાના સ્વરૂપે દેખાય છે, એટલે પોતાની કઈ ને પારકી કઈ તેના ભાસનમાં સમર્થ વિદ્યાજાણપણું ઉપજે છે. એટલે ભૂલથી લેવાઈ ગયેલી પારકી વસ્તુ મૂકી દઈ આત્મા પોતાની વસ્તુ "ये पर्यायेषु निरतास्ते मन्यसमयस्थिताः । આત્મવાવનાનાં કુવા તાસનતિઃ ” - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મોપનિષદ, ૨-૨૬ ૫૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy