SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧ ઉપાદાન અને નિમિત્ત આમ સૌથી પ્રથમ સ્થાન જેને આપવા યોગ્ય છે, એવી ભગવદ્ભક્તિના અવલંબન પરથી પણ શુદ્ધ સ્વરૂપ ચિંતન પર ચઢવાનું છે કે, જેવું આ અદ્વૈત-સિદ્ધ ભગવંતનું સ્વરૂપ છે તેવું જ આ મ્હારા આત્માનું સ્વરૂપ છે. અને આમ શુદ્ધ નિશ્ચયથી તો સર્વ જીવ સિદ્ધ સમાન છે, પણ તે તો જે સમ્યક્ પ્રકારે સમજે તે થાય અને તેમ થવામાં નિમિત્ત કારણરૂપ સદ્ગુરુ આજ્ઞા, જિનદશા આદિ છે, પણ ઉપાદાનનું નામ લઈ જે આ અનુપમ નિમિત્તને છોડી દે છે, તે કદી સિદ્ધપણું પામતા નથી અને ભ્રાંતિમાં જ સ્થિતિ કરે છે. આ અંગે પરમતત્ત્વ દેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું ટૂંકોત્કીર્ણ વચનામૃત છે કે - ‘સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણમાં ય. ઉપાદાનનું નામ લઈ, જે એ ત્યજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.'' - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૫-૧૩૬ અર્થાત્ - ‘સદ્ગુરુ આજ્ઞા આદિ તે આત્મ સાધનાનાં નિમિત્ત કારણ છે અને આત્માનાં જ્ઞાનદર્શનાદિ, ઉપાદાન કારણ એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ઉપાદાનનું નામ લઈ જે કોઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે અને ભ્રાંતિમાં વર્ત્યા કરશે. કેમકે સાચા નિમિત્તના નિષેધાર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારૂં સાચા નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચા નિમિત્ત મળ્યે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું અને પુરુષાર્થ રહિત ન થવું, એવી શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર રાજમાર્ગ અને એકપદી જેમ જેમ જિનવરના અવલંબને જીવ આગળ વધતો જઈ એકતાનતા સાધતો જાય છે, તેમ તેમ તે આત્માવલંબની થતો જાય છે અને પ્રભુના સ્વરૂપમાં ચિત્તવૃત્તિની તન્મયતારૂપ લય થતાં સંપૂર્ણ સ્વરૂપાવલંબની થાય છે. એટલે કે શ્રીમદ્ રાજચંદ્રજીના મનનીય અમર શબ્દોમાં પ્રભુના સ્વરૂપ ધ્યાનાવલંબન વગર નિરાલંબનપણે વૃત્તિ આત્માકારતા ભજે છે.’ આમ ‘પુષ્ટ નિમિત્ત' રૂપ પ્રભુનું આલંબન ધ્યાન આત્માને સ્વરૂપારોહણ કરવાનો સુગમ ને શ્રેષ્ઠ ઉપાય છે, રાજમાર્ગ છે. શ્રી પૂજ્યપાદસ્વામીજીએ પ્રકાશ્યું છે તેમ વાટ દીવાની ઉપાસના કરતાં પોતે દીવો બને છે, તેમ આત્મા પરમાત્માની ઉપાસના કરતાં સ્વયં પરમાત્મા થાય છે', ઉપાસ્યની ઉપાસનાથી ઉપાસક પોતે ઉપાસ્ય બને છે, ‘નમો મુજ નમો મુજ' એવી શ્રી આનંદઘનજીએ તેમજ તેવા પ્રકારે શ્રીમદ્ રાજચંદ્રજીએ અનુભવ સિદ્ધપણે ગાએલી પરમ ધન્ય દશા પ્રાપ્ત થાય છે. ‘‘જિન જિનવર અવલંબને, વધે સધે એકતાન હો મિત્ત; તિમ તિમ આત્માલંબની, ગ્રહે સ્વરૂપ નિદાન હો મિત્ત.’’ પુષ્ટ નિમિત્તાલંબન ધ્યાને, સ્વાલંબન લય ઠાને; દેવચંદ્ર ગુણને એકતાને, પહોંચે પૂરણ થાને.’ - શ્રી દેવચંદ્રજી “જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; ભૂંગી ઈલિકાને ચટકાવે, તે ભૃગી જગ જોવે રે... ષડ્દરિશન જિન.” -શ્રી આનંદઘનજી અથવા આત્મા પોતે આત્મમંથન કરી પરમ બને છે, જેમ ઝાડ પોતાને મથીને પોતે અગ્નિ બને છે તેમ. પણ આ તો કોઈ સમર્થ યોગીવિશેષને યોગ્ય એવો એકપદી રૂપ માર્ગ છે અને તેમાં અતિશય અસાધારણ બળ વાપરવું પડે છે. મથી મથીને મરી જાય તોપણ પ્રગટ પરમાત્મ સ્વરૂપના - શ્રી પૂજ્યપાદસ્વામી “મિત્રાત્માનનુપાસ્યાત્મા, પો મતિ તાદૃશઃ । वृत्ति दीपं यथोपास्य, भिन्ना भवति तादृशी ॥ " ૩૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy