SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ સ્વરૂપસિદ્ધ એવા જિન ભગવાનને ભજો કે સિદ્ધ ભગવાનને ભજે, તે બન્ને એક જ છે. માત્ર ફરક એટલો જ છે કે, જિન-અહત ભગવાન્ સયોગી સિદ્ધ છે, દેહધારી સિદ્ધ આત્મા છે. દેહ છતાં દેહાતીત દશાએ વિચરનારા સાકાર સજીવન મૂર્તિ છે, સદેહમુક્ત-જીવન્મુક્ત અહંતુ-સિદ્ધ ભક્તિ અભેદ છે. અને સિદ્ધ ભગવાન અયોગી સિદ્ધ છે, દેહ રહિત સિદ્ધ આત્મા છે, નિરાકાર શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે. ઘાતી-અઘાતી બન્ને પ્રકારના કર્મનો ક્ષય થયો હોવાથી સિદ્ધ ભગવાન સર્વથા કર્મરહિત છે અને માત્ર વેદનીય આદિ ચાર અઘાતિ કર્મના હોવાપણાને લીધે જિન ભગવાનને દેહધારીપણું અને પૂર્વ પ્રારબ્ધાનુસાર વિચરવાપણું છે. પણ ઘાતિ કર્મનો સર્વથા ક્ષય બન્નેને સમાન હોવાથી, અનંત જ્ઞાન-અનંત દર્શન-અનંત સુખ-અનંત વીર્ય - એ અનંત ચતુષ્ટયનો આવિર્ભાવ બન્નેમાં સમાન છે, બન્નેનું સ્વરૂપ રમણપણું એક સરખું છે, બન્નેનું સહજાત્મસ્વરૂપે સુસ્થિતપણું તુલ્ય છે. એટલે સહજ સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામેલા સિદ્ધ ભગવાન કે અહિત ભગવાનની ઉપાસનાથી આત્મા સ્વરૂપ લયને પામી શકે છે. માટે તે બન્નેની ઉપાસના સ્વરૂપ જિજ્ઞાસુ પુરુષોએ કર્તવ્ય છે. પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ શ્રી “પ્રવચનસારમાં કહ્યું છે કે – “જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચયે કરીને મોહ નાશ પામે.” "जो जाणइ अरिहंते, दव्यगुणपनवेहिं य । सो जाणइ निय अप्पा, मोहो खलु जाइय तस्स लयं ॥" - શ્રી કુંદકુંદાચાર્યજી કૃત “પ્રવચનસાર' ગાથા-૮૦ શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યય ધ્યાને, શિવ દીએ પ્રભુ સપરાણો રે.” - શ્રી યશોવિજયજી "अत एव च योऽर्हन्तं स्वद्रव्यगुणपर्ययैः । वेदात्मानं स एव स्वं वेदेत्युक्तं महर्षिभिः ॥" - શ્રી યશોવિજયજી કૃત .લા. ૨૭-૨૦ માટે આત્માર્થી મુમુક્ષુએ અહંત-સિદ્ધ ભગવંતની ભક્તિ અવશ્ય કરવા યોગ્ય છે અને બન્ને પરમાર્થથી અભેદ સ્વરૂપ હોવાથી એકની ભક્તિમાં અન્યની ભક્તિ સંભવ દેવ તે અંતર્ભાવ પામે છે. એટલે સ્વરૂપ દર્શનના કામી એવા મુમુક્ષુ જીવે તે ધુર સેવા સવે રે ભગવાનનું આરાધન-સેવન કરવા તત્પર થવું તે પોતાના જ આત્મ કલ્યાણની-આત્મહિતની વાત છે. એથી કરીને સૌથી પ્રથમ તે ભગવાનનું સેવન કરવા આત્માર્થી મુમુક્ષુએ સર્વાત્માથી પ્રવર્તવું જોઈએ અને એટલા માટે જ અત્રે આ પરમ આદર્શ રૂપ ભગવાનોને ‘પ્રથમત gવ - “પ્રથમથી જ ભાવસ્તવ-દ્રવ્યસ્તવથી સ્વ-પર આત્મામાં નિહિત કરી-સ્થાપન કરી એમ વંદનની અપૂર્વ વ્યાખ્યા કરતાં “આત્મખ્યાતિ' કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીના દિવ્ય આત્માએ, યોગીરાજ આનંદઘનજીની જેમ, સર્વ મુમુક્ષુ આત્મબંધુઓને જાણે આહ્વાન કર્યું છે કે - આ અહંત-સિદ્ધ ભગવંતને તમે “ધુરે' - સૌથી પ્રથમ એવો - સંભવ દેવ તે ધુર સેવા સવે રે. જગતના અન્ય કોઈ પણ પદાર્થ કરતાં અનંત અનંતગણ મહિમાવાન એવા આ પરમ આદર્શરૂપ પરમ “અત” - સિદ્ધ ભગવંતોને પરમ પૂજાના પાત્ર, પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય અને પરમ સેવ્ય ગણી, તેની પૂજમાં, તેની આરાધનામાં થાઓ ! એમ આ આચાર્યજીનો દિવ્ય આત્મધ્વનિ જાણે પોકારી રહ્યો છે.
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy