SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ૭. બંધ અધિકાર બંધ પ્રરૂપક સપ્તમ અંક હવે બંધ પ્રવેશે છે. તે બંધને ધૂણી નાંખનારા જ્ઞાનનું પરમ અદ્ભુત પરાક્રમ - મહાભ્ય સૂચવતું, સ્વાભાવોક્તિમય સુંદર હૃદયંગમ શબ્દચિત્ર આલેખતો આ અમૃત સમયસાર કળશ (૧૬૩) પરમાર્થ મહાકવિ અમૃતચંદ્રજી સંગીત કરે છે - “રાગઉદ્ગાર - મહારસથી સકલ જગતને પ્રમત્ત કરીને રસભારથી નિર્ભર મહાનાટ્યથી ક્રીડંતા એવા બંધને ધૂણી નાંખતું, એવું આનંદામૃત નિત્યભોજિ (નિત્ય ભોગવનાર) સહજ અવસ્થાને ફુટ નટાવતું, ધીરોદાર અનાકુલ નિરુપધિ શાન સમુન્મજે છે (સમ્યક પણે ઉન્મગ્ન થાય છે).' ઈ. અહીં બંધ અધિકારના આ પ્રારંભિક ગાથા પંચકમાં (૨૩૬-૨૪૧) પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સ્નેહાભક્ત પુરુષનું સુંદર સ્વભાવોક્તિમય તાદેશ્ય શબ્દચિત્ર આલેખતા દષ્ટાંતથી બંધનું ખરેખરૂં અંતરંગ કારણ પ્રવ્યક્ત કર્યું છે અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અદ્ભુત “આત્મખ્યાતિ'માં તેનો દેણંત - દાતિક ભાવ સાંગોપાંગ વિવરી દેખાડી નિખુષ સુયુક્તિથી તેનું અંતઃસ્તત્ત્વ અત્યંત પરિટ્યુટ કર્યું છે. તેથી ન્યાયબલથી જ આ આવ્યું કે ** ઉપયોગમાં રાગાદિકરણ તે બંધહેતુ છે. આ આત્મખ્યાતિ'માં ઉક્તની પરિપુષ્ટિ કરતો સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૬૪) સંગીત કરે છે - “નથી કર્મબહલ જગત, વા નથી ચલનાત્મક કર્મ, વા નથી અનેક કિરણો, વા નથી ચિ-અચિદુ (સચિત્ત-અચિત્ત) વધ બંધ કરનારો, ઉપયોગભૂ (આત્મા) જે રાગાદિ સાથે ઐક્ય પામે છે, તે જ કેવલ નિશ્ચય કરીને નરોને બંધહેતુ હોય છે.” ઈ. - હવે ઉપરમાં કહ્યું તેનાથી વિપરીત પ્રકાર (૨૪૧-૨૪૬) ગાથામાં આચાર્યજીએ દર્શાવ્યો છે અને આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ વિવર્યો છે. આ આત્મખ્યાતિમાં ઉક્તનો સારસંદોહ દર્શાવતો અમૃત સમયસાર કળશ (૧૬૫) અમૃતચંદ્રજી લલકારે છે - “તે કર્મતત કર્મવ્યાપ્ત) લોક ભલે હો ! અને તે પરિસ્પન્દાત્મક કર્મ ભલે હો ! આમાં તે કરણો ભલે હો ! અને ચિ-અચિનું વ્યાપાદન (હિંસન-ઉપઘાત) ભલે હો ! પણ રાગાદિને ઉપયોગભૂમિએ નહિ લઈ જતો, કેવલ જ્ઞાન ભવનું આ સમ્યગુદૃષ્ટિ આત્મા ધ્રુવપણે અહો ! ક્યાંયથી પણ બંધ પ્રત્યે નથી જ જતો !' આના અનુસંધાનમાં આર્ષદૃષ્ટા અમૃતચંદ્રજી સ્વછંદ પ્રવૃત્તિનો નિષેધ કરતું જ્ઞાનીને ચેતવણીરૂપ સમયસાર કળશ કાવ્ય (૧૬૬) પરમભાવોલ્લાસથી સંગીત કરે છે - “તથાપિ જ્ઞાનીઓને નિરર્ગલ (અનિયંત્રિત, સ્વચ્છંદ) ચરવું ઈષ્ટ નથી, કારણકે) તે નિરર્ગલા પ્રવૃત્તિ ખરેખર ! તે બંધનું આયતન જ (નિવાસસ્થાન જ) છે, તેથી અકામકૃત (અકામપણે કરેલું) કર્મ તે જ્ઞાનીઓનો અકારણ મત છે, કારણકે કરે છે અને જાણે છે - એ દ્વય શું વિરોધ નથી પામતું ?' ઉપરના કળશ કાવ્યમાં કહેલી વસ્તુને વિશેષ સ્ફટ કરતાં અમૃતચંદ્રજી શબ્દ - અર્થ - તત્ત્વચમત્કૃતિથી આ કળશ કાવ્ય (૧૬૭) લલકારે છે - “જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી, તે કર્મ ખરેખર ! રાગ છે અને રાગ તો અબોધમય અધ્યવસાય કહ્યો છે, તે નિયતપણે મિથ્યાદેષ્ટિને હોય છે, તે જ નિશ્ચયે કરીને બંધહેતુ છે.' આ કળશ આગલી ગાથાના (૨૪૭) ભાવનું સૂચન કરે છે - અને તે “આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવરી છે - “પરજીવોનું હું હિંસું છે અને પરજીવોથી હું હિંસાઉં છું, એવો અધ્યવસાય ધ્રુવ અજ્ઞાન છે અને તે તો જેને છે તે અજ્ઞાનિત્વને લીધે મિથ્યાદેષ્ટિ છે, પણ જેને છે નહિ તે જ્ઞાત્વિને લીધે સમ્યગુષ્ટિ છે.' આ અધ્યવસાય અજ્ઞાન કેમ ? તે (૨૪૮-૨૪૯) ગાથામાં પ્રકાર્યું છે અને “આત્મખ્યાતિ'માં પરિસ્ફટ વિવર્યો છે - આ અધ્યવસાય અજ્ઞાન કેમ ? તે આ ગાથામાં (૨૫૧-૨૫૨) આચાર્યજી પ્રકાશે છે અને “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજી પરિટ વિવરે છે. જે અજ્ઞાનમય વિવિધ અધ્યવસાયનું કથન કર્યું તેના સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૬૮) અમૃતચંદ્રજીએ અપૂર્વ ભાવેશથી લલકાર્યો છે - “મરણ - જીવિત, દુઃખ - સૌખ્ય એ સર્વ સદૈવ સ્વકીય કર્મોદય થકી નિયત હોય છે, આ અહીં અજ્ઞાન છે કે પર પુરુષ ૧૦૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy