SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જેનો માર્ગ મૂકી દેવાયો છે એવું વજ પણ પડતાં એઓ નિસર્ગ નિર્ભયતાથી સર્વ જ શંકા સ્વયં છોડી દઈને, સ્વને “અવધ્યબોધવપુ' જાણતાં બોધથી અવતા નથી જ.’ આ અમૃત કળશમાં વજપાત અવસરે પણ પરમ નિર્ભય નિઃશંક સમ્યગદષ્ટિના અદૂભુત સાહસનું સ્વભાવોક્તિમય તાદૃશ્ય શબ્દચિત્ર આલેખી પરમાર્થ મહાકવીશ્વર અમૃતચંદ્રજીએ પોતાની પરમ અદ્ભુત નૈસર્ગિક કવિત્વશક્તિનો પરિચય આપ્યો છે. આ પરમ અદ્ભુત અમૃત કળશથી સૂચિત આ ગાથા (૨૨૮) પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશી છે - “સમ્યગુદૃષ્ટિ જીવો નિઃશંક હોય છે, તેથી નિર્ભય હોય છે, કારણકે સમ ભય વિપ્રમુક્ત છે, તેથી નિશ્ચય કરીને તેઓ નિઃશંક છે.” આ ગાથાનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ ઓર બહલાવ્યો છે. “જેથી કરીને નિત્યમેવ સમ્યગૃષ્ટિઓ સકલ કર્મફલ - નિરભિલાષી સતા અત્યંત કર્મનિરપેક્ષતાથી વર્તે છે, તેથી નિશ્ચય કરીને એઓ અત્યંત નિઃશંક દારુણ અધ્યવસાયવાળા અત્યંત નિર્ભય સંભાવાય છે.” આ અદભુત “આત્મખ્યાતિ'ના અનુસંધાનમાં સપ્ત ભયનું પારમાર્થિક સ્વરૂપ વ્યક્ત કરતાં અદ્ભુત અમૃત સમયસાર કળશ કાવ્યો પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ આત્મભાવોલ્લાસથી સંગીત કર્યા છે - જે ભારતના સમસ્ત વાયમાં અદ્વિતીય અનન્ય અનુપમ છે. તે આ રહ્યા - (૧) “વિવિક્ત આત્માનો સકલ વ્યક્ત એવો આ એક શાશ્વત છે - જે ચિતુ લોકને કેવલ એકક સ્વયમેવ લોકે છે, તેનાથી અપર આ લોક અપર હારો નથી, તેની ભીતિ તેને (જ્ઞાનીને) ક્યાંથી છે ? નિઃશંક સતત સ્વયં સહજ જ્ઞાન તે (જ્ઞાની) વિદે છે - વેદે છે, અનુભવે છે. ઈત્યાદિ. - હવે નીચેની ગાથાઓના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૬૧) અમૃતચંદ્રજી પરમ આત્મભાવોલ્લાસથી લલકારે છે - “કારણકે ટંકોત્કીર્ણ સ્વરસથી નિચિત જ્ઞાન સર્વસ્વભાગી એવા સમ્યગુદષ્ટિના લક્ષણો અહીં સંકલ કર્મને હણે છે, તેથી તેને આમાં પુનઃ રા પણ કર્મનો બંધ છે નહિ - પૂર્વોપાત્ત (પૂર્વે રહેલ) તે અનુભવતાને નિશ્ચિત નિર્જરા જ છે.” ઈ. આ અમૃત કળશથી સૂચિત નીચેની ગાથા છે. અત્રે શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સમ્યગુદૃષ્ટિના આઠ અંગનું અનુક્રમે આઠ ગાથામાં ગમિક સૂત્ર' શૈલીથી અનન્ય મૌલિક જૈન વાદ્વયમાં નવીન પ્રતિપાદન કર્યું છે અને તેનું તેવી જ પરમ સુંદર હૃદયંગમ “ગમિક સૂત્ર' શૈલીથી પુનઃ પુનઃ તે ને તે ભાવનું વજલેપ દઢીકરણ કરાવતું અનુપમ વ્યાખ્યાન પ્રકાશતાં “આત્મખ્યાતિ' સૂત્રકર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સમ્યગૃષ્ટિનું તે પ્રત્યેક અંગ બંધ૩૫ નહિ પણ નિર્જરા રૂપ જ છે. એમ પરમ પરમાર્થગંભીર સનિgષ યુક્તિથી સુપ્રતિષ્ઠાપન કર્યું છે - (૧) જે કર્મબંધ મોહકર એવા તે ચારેય પાદોને છેદે છે તે નિઃશંક ચેતયિતા સમ્યગુષ્ટિ જાણવો. (૨) વિદ્યારથ આરૂઢ જે ચેતયિતા મનોરથ - પથોમાં ભમે છે, તે જિનાજ્ઞાન પ્રભાવી સમ્યગુદૃષ્ટિ જણવો. ઈ. અને આવા પરમ સમષ્ટિ પરમર્ષિ કુંદકુંદાચાર્યજી અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી - આ જગગુરુ જેડી પરમ “જિનાજ્ઞાનપ્રભાવી મહાઆત્મવિદ્યાપ્રભાવક મહાઆત્મવિદ્યાધર થઈ ગયા છે. અત્ર અધિકારની પૂર્ણાહુતિ કરતો અમૃત કળશ (૧૬૨) અમૃતચંદ્રજીએ પરમ આત્મઉલ્લાસથી અભુત નાટકીય રીતિથી લલકાર્યો છે - “નવ - નવા બંધને સંધતો અને પૂર્વબદ્ધને નિર્જરા ઉજ્જૈભણથી જ્ઞાન થઈને ગગનાભોગ - રંગને વિગાહીને નાટક કરે છે !' અર્થાત્ ગગનાભોગ - રંગભૂમિને કેવલજ્ઞાનથી પૂર્ણપણે વ્યાપીને, સાક્ષાત્ સમયસારભૂત શિવરૂપ કેવલજ્ઞાનસંપન્ન જિનરાજ થઈ પરમાનંદમય અલૌકિક અધ્યાત્મ નાટક કરે છે ! | ઈતિ નિર્જરા નિષ્ઠાતા છે. I ઈતિ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંક |
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy