SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ४६४ षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन છે. આથી તમે બતાવેલો દોષ નથી; અમે સકર્મક આત્માને સશરીરી અને મૂર્તિ પણ માનીએ જ છીએ. (૯) રૂપજ્ઞાન, રસજ્ઞાનઆદિ જ્ઞાનો કોઈક (દ્રવ્ય)ના આશ્રયે રહે છે. કારણ કે ગુણ છે. જેમ રૂપાદિ ગુણ હોવાથી ઘટદ્રવ્યને આશ્રયે રહે છે, તેમ જ્ઞાનાદિપણ ગુણ હોવાથી કોઈ દ્રવ્યને આશ્રયે જ રહેવા જોઈએ અને તે જ આશ્રય આત્મા છે. ગુણ દ્રવ્યવિના રહી શકતો નથી. તેથી જ્ઞાનાદિગુણોના આશ્રય તરીકે આત્માની સિદ્ધિ થાય છે. (૭) જ્ઞાન, સુખાદિ ઉપાદાનકારણપૂર્વક હોય છે. કારણ કે કાર્ય છે. જેમ ઘટ કાર્ય છે, તો તે ઉપાદાનકારણ માટીપૂર્વક જ હોય છે, તેમ જ્ઞાન-સુખાદિ પણ કાર્ય હોવાથી ઉપાદાનકારણપૂર્વક જ હોય છે અને તે સ્વયં જ્ઞાની અને સુખી બનનાર આત્મા છે. અર્થાત્ જ્ઞાનાદિના ઉપાદાન કારણ તરીકે જ્ઞાની-સુખી આત્માની સિદ્ધિ થાય છે. શંકાઃ જ્ઞાનાદિગુણોનો આશ્રય શરીર જ છે અને ઉપાદાનકારણ પણ શરીર જ છે. આથી અમે તમારા અનુમાનોથી શરીરની જ સિદ્ધિ માની લઈશું અને તેથી પ્રતિવાદિ એવા અમારા મતને સિદ્ધ કરવારૂપ સિદ્ધસાધનદોષ આવે છે. સમાધાન ઃ આવું કહેવું ન જોઈએ કારણ કે અમે પહેલાં જ જ્ઞાનાદિગુણોના આશ્રય તરીકે તથા જ્ઞાનાદિ ગુણોના ઉપાદાનકારણ તરીકે શરીરનો નિષેધ કરી જ દીધો છે અને તેથી અમારા અનુમાનોથી શરીરની સિદ્ધિ થતી જ નથી. તેથી સિદ્ધસાધનદોષ પણ નથી. આથી જ્ઞાનાદિ ગુણોના આશ્રય તથા ઉપાદાનકારણભૂત આત્માની સિદ્ધિ થઈ જાય છે. (૮) અજીવનો પ્રતિપક્ષી જીવ છે. કારણ કે “ર નીવ: ગીવ:' આ નિષેધવાચિ અજીવ શબ્દમાં વ્યુત્પત્તિસિદ્ધ (વ્યાકરણના નિયમાનુસાર પ્રકૃતિ-પ્રત્યયથી બનેલ “નીવતિ તિ નીવ:'પદનો) તથા શુદ્ધ અખંડજીવપદનો નિષેધ કર્યો છે. જ્યાં નિષેધાત્મકશબ્દમાં વ્યુત્પત્તિસિદ્ધ અને શુદ્ધ અખંડપદનો નિષેધ દેખાય છે, તે પદ પ્રતિપક્ષવાળો હોય છે. જેમકે નિષેધાત્મક અઘટશબ્દનો પ્રતિપક્ષઘટ અવશ્ય હોય જ છે. આ “અઘટ' પ્રયોગમાં શુદ્ધ ઘટપદનો ન ઘટ: ધટ: રૂપે નિષેધ કર્યો છે. આથી તેનો પ્રતિપક્ષ ઘટ અવશ્ય હોવો જ જોઈએ. (“જે નિષેધાત્મક શબ્દનો પ્રતિપક્ષી પદાર્થ ન હોય તો સમજી લેવું કે તે ક્યાં તો વ્યુત્પત્તિસિદ્ધશબ્દનો નિષેધ નથી કરતો કે ક્યાં તો શુદ્ધશબ્દનો નિષેધ નથી કરતો, પરંતુ કોઈ રુઢશબ્દ કે બે શબ્દોના જોડાણવાળા સંયુક્ત શબ્દનો નિષેધ કરે છે –આવો સામાન્યતઃ નિયમ છે. જેમકે “વરવિપા' શબ્દ ખર અને વિષાણ આ બે શબ્દોથી બનેલ છે. આથી રવિપાળ' આ સંયુક્ત કે અશુદ્ધપદનો નિષેધ કરે છે. આથી તેનો પ્રતિપક્ષી પોતાની વાસ્તવિક સત્તા રાખતો
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy