SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन ૪રૂર वेदनीयस्योच्यते, तदप्यनागमिकमयुक्तियुक्तं च, आगमेऽत्यन्तसातोदयस्य केवलिनि प्रतिपादनात् । युक्तिरपि, यदि घातिकर्मक्षयाज्ज्ञानानादयस्तस्य भवेयुः, वेदनीयोद्भवायाः क्षुधः किमायातं येनासौ न भवति । न तयोश्छायातपयोरिव सहानवस्थानलक्षणो भावाभावयोरिव परस्परपरिहारलक्षणो वा कश्चिद्विरोधोऽस्ति, सातासातयोरन्तर्मुहूर्तपरिवर्तमानतया सातोदयवदसातोदयोऽप्यस्तीत्यनन्तवीर्यत्वे सत्यपि शरीरबलापचयः क्षुदुद्भवपीडा च भवत्येव । न चाहारग्रहणे तस्य किंचित्क्षूयते केवलमाहोपुरुषिकामात्रमेवेति । ટીકાનો ભાવાનુવાદઃ ઉત્તરપક્ષ (શ્વેતાંબર): તમે પૂર્વે જે કેવલિના કવલાહારના નિષેધમાટે કારણભાવ હેતુ કહ્યો હતો. તે હેતુ અસિદ્ધ છે. કારણકે આહારના કારણરૂપ વેદનીયકર્મનો ઉદય કેવલજ્ઞાનિને પણ હોય છે. વળી કેવલજ્ઞાનિ કેવલજ્ઞાન પામતાં પહેલાં શરીર હોવાના કારણે કવલાહાર કરતા હતા, તો શું કેવલજ્ઞાન પામ્યા બાદ કેવલજ્ઞાનિને શરીર નથી હોતું, કે જેથી કેવલજ્ઞાનિને કવલાહારની જરૂર નથી ! કેવલજ્ઞાનિને કવલાહારની સિદ્ધિ કરનારો અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે - “કેવલજ્ઞાનિને ભોજન(કવલાહાર) હોય છે, કારણ કે કવલાહાર કરવામાં કારણરૂપ સમગ્ર સામગ્રી વિદ્યમાન છે. જેમ કેવલજ્ઞાન પામતાં પહેલાં થતું ભોજન (કવલાહાર). શરીરની પૂર્ણતા, વેદનીયકર્મનો ઉદય, આહારના પાચનમાં નિમિત્તભૂત તૈજસશરીર અને દીર્ઘ આયુષ્ય, આ કવલાહારમાં નિમિત્તભૂતસામગ્રી છે. આ તમામ સામગ્રી કેવલજ્ઞાનિને પણ હોય છે. વળી “કેવલજ્ઞાનિનું વેદનીયકર્મ બળી ગયેલા જેવું શક્તિહીન હોય છે”—તેમ તમે કહ્યું હતું તે પણ અનાગમિક અને યુક્તિરહિત છે. કારણકે આગમમાં કેવલજ્ઞાનિને પણ અત્યંત સાતા વેદનીયકર્મનો ઉદય હોય છે, આવું પ્રતિપાદન કર્યું છે. વળી કેવલજ્ઞાનિને કવલાહારને સિદ્ધ કરતી યુક્તિ પણ છે – “જો ઘાતિકર્મના ક્ષયથી સંપૂર્ણ કોટીના જ્ઞાનાદિનો ઉદય કેવલજ્ઞાનિને હોય, તો વેદનીયકર્મના ઉદયની વિદ્યમાનતામાં કેવલજ્ઞાનિને શા માટે ભૂખ ન લાગે ? ભૂખ લાગતી હોય તો કવલાહારનો નિષેધ શા માટે કરવામાં આવે છે ? અર્થાત્ વેદનીયકર્મનો ઉદય કેવલજ્ઞાનિને હોવાથી તેમને પણ કવલાહાર લેવો ઘટે જ છે. જેમ છાયા અને આતપ એકસાથે રહી શકતા નથી તથા જેમ ભાવ અને અભાવે પરસ્પર પરિહારસ્વરૂપ છે. અર્થાત્ ભાવ અભાવનો પરિહારકરીને પોતાનો સદ્ભાવ સ્થિત કરે છે અને
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy