SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ४३२ षड्दर्शन समुशय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन ટીકાનો ભાવાનુવાદ: પૂર્વપક્ષ (દિગંબર) : સર્વજ્ઞના બાધકપ્રમાણોની અસંભવતા હોવાથી સર્વજ્ઞની સિદ્ધિ સુનિશ્ચિત છે. પરંતુ (આપણે જેમ કવલાહાર કરીએ છીએ, તેમ) સર્વજ્ઞને કવલાહાર ઘટતો નથી. તે આ રીતે – “કેવલજ્ઞાનિને કવલાહાર હોતો નથી, કારણ કે કવલાહાર કરવાના કારણનો અભાવ છે” તથા કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિ માનશો તો વ્યતિરેકવ્યભિચાર આવીને ઉભો રહેશે અને અવ્યવસ્થા ઉભી થશે. (કહેવાનો આશય એ છે કે સામાન્ય મનુષ્યોને કવલાહાર કરવામાં જે કારણ કે પ્રયોજનો હોય છે, તે કેવલજ્ઞાનિને હોતા નથી. આથી સામાન્ય માણસની જેમ કેવલજ્ઞાનિને કવલાહાર ઘટતો નથી.) ઉપરોક્તઅનુમાનમાં “કારણાભાવ' હેતુ અસિદ્ધ નથી. કારણ કે.. કેવલજ્ઞાનિમાં આહાર ગ્રહણ કરવાના કારણભૂત વેદનાદિ છમાંથી એકપણ કારણ વિદ્યમાન નથી. તે આ રીતે- (૧) કેવલજ્ઞાનિને સુધાની વેદના ઉત્પન્ન થતી નથી. કારણ કે કેવલજ્ઞાનિનું સુધાવેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું થઈ ગયું છે અને સુધાની વેદના હોવા છતાં પણ તેમને વેદનાથી ઉત્પન્ન થનારી પીડા અનંતવીર્યના કારણે હોતી નથી. (૨) ભગવાન ત્રણલોકના પૂજ્ય હોવાથી કોઈની વૈયાવચ્ચ કરવા જવું પડતું નથી. આથી આહાર ગ્રહણમાં કારણરૂપ વૈયાવચ્ચનો સંભવ નથી. (૩) કેવલજ્ઞાનિને કેવલજ્ઞાનાવરણીયનો સર્વથા ક્ષય થયો હોવાથી સમ્યકુરીતે જોઈ શકે છે. તેથી ઇર્યાસમિતિના પાલન માટે પણ આહારગ્રહણની જરૂર નથી, (૪) સંયમના નિર્વાહ માટે પણ કેવલજ્ઞાનિને આહારગ્રહણની જરૂર નથી. કારણ કે તેમને યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થયેલું હોવાથી કૃતકૃત્ય છે. તથા અનંતવીર્ય હોવાથી આહારગ્રહણનું કોઈ કારણ નથી. (૫) જીવનવૃત્તિ (શરીર ટકાવવા) માટે પણ કેવલજ્ઞાનિને આહાર કરવાની જરૂર નથી. કારણ કે કેવલજ્ઞાનિનું આયુષ્ય અનપવર્ય (ઘટી ન શકે તેવું) હોય છે તથા અનંતવીર્ય હોવાથી શરીરમાં કમજોરી આવવાની પણ સંભાવના નથી. તેથી જીવનવૃત્તિ પ્રત્યે આહારગ્રહણ અન્યથાસિદ્ધ છે (૬) કેવલજ્ઞાનિને ધર્મચિંતન માટે પણ આહારગ્રહણની જરૂર નથી. કારણ કે કેવલજ્ઞાનિ સ્વયં કૃતકૃત્ય છે. ધર્મનું ફળ પ્રાપ્ત થઈ ગયું છે. તેથી ધર્મચિંતનનો અવસર ચાલી ગયો છે. તેથી આ પ્રમાણે કવલાહાર બહુદોષથી દુષ્ટ હોવાથી કેવલિઓને કવલાહાર ઘટતો નથી. अत्रोच्यते-तत्र यत्तावदूचानं “तत्कारणाभावात्" इति साधनं तदसिद्धं, आहारकारणस्य वेदनीयस्य केवलिनि तथैव सद्भावात् । तथा च किमिति सा शारीरी स्थितिः प्राक्तनी न स्यात् । प्रयोगोऽत्र-स्यात्केवलिनो भुक्तिः समग्रसामग्रीकत्वात्, पूर्वभुक्तिवत् । सामग्री चेयं पर्याप्तत्वं वेदनीयोदय आहारपक्तिनिमित्तं तैजसशरीरं दीर्घायुष्वं चेति । सा च समग्रापि केवलिनि समस्ति । यदपि दग्धरज्जुस्थानिकत्वं
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy