SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुद्यय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन ३७९ માધુકરીવૃત્તિથી નવકોટિવિશુદ્ધ તેઓનો આહાર હોય છે. સંયમના નિર્વાહ માટે જ વસ્ત્રપાત્રાદિને ધારણ કરે છે. વંદનકરતા ભક્તોને “ધર્મલાભ'નો આશીર્વાદ આપે છે. દિગંબરો નગ્નતાલિંગવાળા છે. અર્થાત્ શ્વેતાંબરો જેવા વસ્ત્રનું પરિધાન, રજોહરણ આદિ રાખવાનું કાર્ય કરતા નથી. દિગંબરો ચાર પ્રકારના છે. (૧) કાષ્ઠાસંઘ, (૨) મૂલસંઘ, (૩) માથુરસંઘ, (૪) ગોપ્યસંઘ. કાષ્ઠાસંઘમાં ચમરીગાયના વાળથી તૈયાર થયેલી પિચ્છિકા-પીંછી રાખે છે. મૂલસંઘમાં મોરના પીંછાથી તૈયાર થયેલી પિચ્છિકા (પીંછી) રાખે છે. માથુરસંઘમાં મૂલથી પિચ્છિકા (પીંછી)નો આદર કરતા નથી. ગોપ્યો મોરના પીંછાની પિચ્છિકા રાખે છે. પ્રથમ ત્રણસંઘો વંદન કરતા ભક્તોને “ધર્મવૃદ્ધિના આશીર્વાદ આપે છે. સ્ત્રીની મુક્તિ, કેવલજ્ઞાનિની ભુક્તિ, (અર્થાત્ કેવલજ્ઞાનિને કવલાહાર) તથા કપડા સહિતના સુંદરવ્રતવાળાની (અર્થાત્ વસ્ત્રસહિતની) પણ મુક્તિ માનતા નથી. પરંતુ ગોપ્યસંઘ વંદન કરતા ભક્તોને “ધર્મલાભના આશીર્વાદ આપે છે. સ્ત્રીની મુક્તિ અને કેવલિભક્તિને માને છે. ગોપ્ય યાપનીય પણ કહેવાય છે. સર્વે દિગંબરસાધુ ભિક્ષાટનમાં તથા ભોજન સમયે બત્રીસઅંતરાયો અને ચૌદ મલોનો ત્યાગ કરે છે. તેઓના શેષ આચાર, દેવ અને ગુરુ શ્વેતાંબરોની સમાન જાણવા. તથા શ્વેતાંબરો અને દિગંબરોને પરસ્પર તર્કશાસ્ત્રોમાં બીજા કોઈ ભેદ નથી. જા अथ देवस्य लक्षणमाहહવે દેવનું લક્ષણ કહે છે. जिनेन्द्रो देवता तत्र रागद्वेषविवर्जितः । हतमोहमहामल्लः केवलज्ञानदर्शनः ।।४५।। सूरासुरेन्द्रसंपूज्यः सद्भूतार्थप्रकाशकः । कृत्स्नकर्मक्षयं कृत्वा संप्राप्तः परमं पदम् ।।४६।। શ્લોકાર્થ : રાગ-દ્વેષથી રહિત, મહામલ્લમોહના નાશક, સર્વજ્ઞ-સર્વદર્શી, સુર-અસુરના ઇન્દ્રોથી પૂજ્ય, યથાવસ્થિત અર્થપ્રકાશક, સઘળાય કર્મનો ક્ષય કરીને પરમપદના પ્રાપક, એવા શ્રીજિનેશ્વર ભગવંત જૈનમતમાં દેવતા છે. ૧૪૫-૪૬ાા. (૧) માધુકરી વૃત્તિ એટલે ભમરો જેમ એક ફુલમાંથી રસ ચૂસતો નથી પરંતુ જુદા-જુદા ફુલોમાંથી રસ ચૂસે છે તથા ફુલને કિલામણા ન થાય તે રીતે તૃપ્ત થાય છે. તેમ નિર્ગથસાધુભગવંતો એક ઘરેથી ભિક્ષા લેતા નથી, પરંતુ જુદાજુદા ઘરે ફરીને ભિક્ષા મેળવે છે તથા જ્યાંથી ભિક્ષા મેળવે તેને પાછળથી અંતરાય ન પડે તે રીતે ગ્રહણ કરે છે. વળી નિગ્રંથગુરુભગવંતો (૧) સ્વયં હણવું નહિ, (૨) બીજા પાસે હણાવું નહિ, (૩) હણતાં એવા બીજાની અનુમોદના કરવી નહિ, (૪) સ્વયં પકાવવું નહિ, (૫) બીજા પાસે પકાવવું નહિ, (૯) પકવતા બીજાની અનુમોદના કરવી નહિ, (૭) સ્વયં ખરીદવું નહિ, (૮) બીજા પાસે ખરીદવું નહિ, (૯) ખરીદતા બીજાની અનુમોદના કરવી નહિ. આ નવ પ્રકારે શુદ્ધ આહાર ગ્રહણ કરે છે. આને નવકોટિવિશુદ્ધ આહાર કહેવાય છે. જૈનદર્શનના શ્રીગુરુભગવંતો આવો નવકોટથી વિશુદ્ધ આહાર માધુકરીવૃત્તિથી ગ્રહણ કરી પોતાનો નિર્વાહ કરે છે.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy