SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ८५, मीमांसकदर्शन घञ्भावेऽपि बाहुलकादुपसर्गस्य दीर्घत्वं सिद्धम् । पाठान्तरं वा । “पृथ्व्यादिभूतसंहत्यां तथा देहादिसंभवः । मदशक्तिः सुराङ्गेभ्यो यद्वत्तद्वत्स्थितात्मता ।।" पृथिव्यादिभूतसंहत्यां सत्यां, तथा शब्दः पूर्वश्लोकापेक्षया समुञ्चये, देहादिसंभवः । आदिशब्दाभृभूधरादयो भूतसंयोगजा ज्ञेयाः । सुराङ्गेभ्यो यद्वन्मदशक्तिर्भवति, तद्वद्भूतसंबन्धाच्छरीर आत्मतासचेतनता स्थिता-व्यवस्थितेति । यदुवाच वाचस्पतिः “पृथिव्यापस्तेजो वायुरिति तत्त्वानि, तत्समुदाये शरीरविषयेन्द्रियसंज्ञाः, तेभ्यश्चैतन्यं" इति ।।८४ ।। ટીકાનો ભાવાનુવાદ: પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ, આ ચાર ભૂતોના સંયોગરૂપ હેતુથી દેહાકાર પરિણમન થાય છે. (તેમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે.) જેમ મહુડા, ગોળ આદિ દારુની સામગ્રીથી મદશક્તિ = ઉન્માદપણું ઉત્પન્ન થાય છે, તેમ ચાર ભૂતોના સંયોગથી દેહાકાર પરિણમનથી શરીરમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે. અહીં આત્મા શબ્દના અનેક અર્થ થતા હોવાથી, અહીં આત્માનો અર્થ શરીર જ જાણવો, જીવ નહિં. તાત્પર્ય એ છે કે ચાર ભૂતોના સંબંધથી દેહપરિણમન અને તેનાથી દેહમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે. અહીં ‘પરીતિ’ શબ્દમાં ‘રિ' ઉપસર્ગનો વિકલ્પથી દીર્ઘ થયો છે. આ શ્લોકનો આ પ્રમાણે પાઠાન્તર પણ મળે છે. પૃથ્વામૂિતમંદત્યાં તૈથા દરિહંમર મદશજિ સુરાખ્યો પર્વત્તિ સ્થિત ત્મિતા I(અહીં ‘તથા' શબ્દ પૂર્વશ્લોકની અપેક્ષાએ સમુચ્ચયાર્થક છે.) - હવે શ્લોકનો અર્થ આ પ્રમાણે થશે - “પૃથ્વી આદિ ચાર ભૂતોનો સંયોગ થતે છતે દેહાદિની ઉત્પત્તિ થાય છે. આદિ શબ્દથી પૃથ્વી, પર્વત આદિ ધૂલજગત પણ ભૂતસંયોગથી ઉત્પન્ન થાય છે તેમ જાણવું. મહુડા આદિ દારુની સામગ્રીથી જેમ મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ ભૂતોના સંયોગથી શરીરમાં સચેતનતા સ્થિત થાય છે - ઉત્પન્ન થાય છે. વાચસ્પતિએ કહ્યું છે કે... “પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચાર તત્ત્વો છે. તેમનો સમુદાય = વિશિષ્ટસંયોગથી શરીર, ઇન્દ્રિય અને વિષયસંજ્ઞક પદાર્થ ઉત્પન્ન થાય છે. તેનાથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. ll૮૪ll एवं स्थिते यथोपदिशन्ति तथा दर्शयन्नाह - આ પ્રમાણે તત્ત્વોનું નિરૂપણ કરીને ચાર્વક જે પ્રમાણે ઉપદેશ આપે છે, તે બતાવતાં કહે છે. तस्मादृष्टपरित्यागाद्यददृष्टे प्रवर्तनम् । लोकस्य तद्विमूढत्वं चार्वाकाः प्रतिपेदिरे ।।८५।।
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy