SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૮ षड्दर्शन समुचय भाग - २, श्लोक - ८४, मीमांसकदर्शन ટીકાનો ભાવાનુવાદ: શ્લોકમાં ‘વિ અભ્યચયાર્થક છે. અર્થાત્ વળી અર્થમાં વપરાય છે. વળી પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ, આ ભૂતચતુષ્ટય છે. તે ચાર ભૂતોનો આધાર પૃથ્વી છે. પરંતુ જ્યારે “વૈતન્યમૂરિતેષાં'-આ પાઠ હોય ત્યારે, આ પ્રમાણે અર્થ કરવો. - “ચાર ભૂતો ચૈતન્યના ઉત્પત્તિસ્થાન છે.” આ ચાર્વાકમતમાં ચૈતન્યનું ઉત્પત્તિસ્થાન ચાર ભૂતો છે. વળી “પ્રમાણભૂમિતેષાં” - આ પાઠ હોય ત્યારે આ પ્રમાણે અર્થ કરવો - ચાર્વાકમતમાં પ્રમાણના વિષયો ચાર છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ છે. તે જ તત્ત્વ છે - પ્રમેય છે. તેની જ વાસ્તવિ-સત્તા છે. ચાર્વાકમતમાં પ્રત્યક્ષ જ પ્રમાણ છે, અનુમાનાદિ પ્રમાણો નથી. અર્થાત્ ચાર્વાકમતમાં ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ એક પ્રમાણ છે, અનુમાનાદિ નહિ. દિ' શબ્દ વિશેષકથન માટે છે. વળી અહીં વિશેષ વાત એ છે કે.... ચાર્વાક લોકો વ્યવહારનો નિર્વાહ કરવા માટે ધૂમ આદિથી અગ્નિ આદિ લૌકિકપદાર્થોના અનુમાનને પ્રમાણ તરીકે માને છે. પરંતુ સ્વર્ગ, અદૃષ્ટ આદિ અતીન્દ્રિય અલૌકિકપદાર્થોના અનુમાનને પ્રમાણ માનતા નથી. l૮all अथ भूतचतुष्टयीप्रभवादेहे चैतन्योत्पत्तिः कथं प्रतीयताम् ? इत्याशंक्याहહવે ચાર ભૂતોથી ઉત્પન્ન થયેલા શરીરમાં ચૈતન્યની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ? આવી શંકાના સમાધાનમાં કહે છે કે... पृथ्व्यादिभूतसंहत्या तथा देहपरीणतेः । मदशक्तिः सुराङ्गेभ्यो यद्वत्तद्वचिदात्मनि ।।८४ ।। શ્લોકાર્થ: મહુડા, ગોળ આદિના સંયોગથી જેમ સ્વયંમેવ મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ પૃથ્વી આદિ ચારના સંયોગથી દેહાકાર પરિણમનથી શરીરમાં ચિલ્લેક્તિ=ચૈતન્ય સ્વયંસેવ ઉત્પન્ન થાય છે. ૮૪. ___ व्याख्या-पृथिव्यादीनि-पृथिव्यप्तेजोवायुलक्षणानि यानि भूतानि तेषां संहतिःसमवायः संयोग इति यावत् तया हेतुभूतया । तथा-तेन प्रकारेण या देहस्य परीणतिःपरिणामस्तस्याः सकाशात् चिदिति प्रयोगः । यद्वद्यथा सुराङ्गेभ्यो-गुडधातक्यादिभ्यो मद्याङ्गेभ्यो मदशक्तिः-उन्मादकत्वं भवति, तद्वत्तथा चित् चैतन्यमात्मनि-शरीरे । अत्रात्मशब्देनानेकार्थेन शरीरमेव ज्ञातव्यं, न पुनर्जीवः । अयं भावःभूतचतुष्टयसंबन्धादेहपरीणामः, ततश्च देहे चैतन्यमिति । अत्र परीणतिशब्दे
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy