SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - २, श्लोक -७१, मीमांसकदर्शन ७७५ (૧) જનકનિમિત્ત અને (૨) ગ્રાહકનિમિત. (કાર્યને ઉત્પન્ન કરનારને જનકનિમિત્ત કહેવાય છે. જેના દ્વારા વસ્તુનું જ્ઞાન કરાય છે તે ગ્રાહકનિમિત્ત કહેવાય છે.) અહીં નોદનાથી ધર્મ જણાય છે. તેથી નોદના ધર્મનું ગ્રાહકનિમિત્ત છે. આ જ વાતને વિશેષથી કહેવાય છે. नोदनालक्षणो धर्मो नोदना तु क्रियां प्रति । प्रवर्तकं वचः प्राहुः स्वःकामोऽग्निं यथा यजेत् ।।७१।। શ્લોકાર્થ પ્રેરણા' (નોદના-ચોદના) એ ધર્મનું લક્ષણ છે. ક્રિયા પ્રત્યે પ્રવર્તકવચનને નોદના કહેવાય છે. અર્થાત્ નોદના એટલે ક્રિયાની પ્રેરણા કરતું વચન. જેમકે “ કામો ને'-આ વાક્યમાં વિધ્યર્થ યજ્ઞ કરવાની પ્રેરણા આપે છે. માટે તે ધર્મ છે. (અર્થાત્ “સ્વર્ગની ઇચ્છાવાળો તે મૂલરૂપથી એકમાત્ર બ્રહ્મની જ સત્તાને સ્વીકારે છે. પણ લૌકિકવ્યવહારની સંગતિ માટે (અર્થાત્ વ્યવહારમાં ભિન્ન ભિન્ન પદાર્થો છે, તેની ઉપપત્તિ માટે) ચાર પદાર્થો વધુ માને છે (૧) ધર્મિવિશેષઃ જેમકે ઘટવાદિના આધાર ઘટાદિ (દ્રવ્ય) (૨) ધર્મવિશેષ: જેમકે ઘટના આધેય ઘટવાદિ (ગુણ) (૩) આધારવિશેષ (= અનિયત આશ્રય) એટલે કે કલકતભેદ. જેમકે ફુવાન : તવાની ઘટ: (૪) પ્રદેશવિશેષ: (= અનિયત સ્થાન) એટલે કે દેશકુતભેદ. જેમકે વૃકે : તત્વે પટ: ઇત્યાદિ. આ પ્રકારે મુરારિમિશ્ર બ્રહ્મની અંતર્ગત દ્રવ્ય, ગુણ, કાલ અને દેશની કલ્પના કરે છે. અપૂર્વનો સિદ્ધાંત મીમાંસાદર્શનનો “અપૂર્વ સિદ્ધાંત, તે દર્શનનો એક આગવો સિદ્ધાંત છે. “અપૂર્વ'નો શાબ્દિક અર્થ છે – ‘પૂર્વ' અર્થાત્ કર્મોથી નવીન ઉત્પન્ન હોવાવાળું (પાપ તથા પુણ્યરૂ૫)ફળ. મીમાંસક કર્મવાદિ છે. તે વેદ દ્વારા વિહિતકર્મનું સર્વાધિક મહત્ત્વ આપે છે. તે તેના “કર્મ-મીમાંસા' નામકરણથી જ સ્પષ્ટ છે. પરંતુ યજ્ઞના અનુષ્ઠાનમાં એક વિપ્રતિપત્તિ (પરસ્પરવિરોધી તથ્ય) એ છે કે વેદ કહે છે કે “સ્વર્ગની ઇચ્છાવાળો યજ્ઞ કરે.” (તેનો આશય એ થાય છે કે) યજ્ઞ - અનુષ્ઠાનથી સ્વર્ગની પ્રાપ્તિ થાય તે માટે તે કરવો જોઈએ. પણ પ્રશ્ન એ થાય છે કે યજ્ઞ યજમાન આજે કરે છે. અને તેનું ફળ ભવિષ્યકાળમાં મળવાનું છે. એટલે ભવિષ્યકાળમાં ફળ મળશે ત્યારે, તો આ યજ્ઞ-અનુષ્ઠાન હોતું નથી. તો ફળ કેવી રીતે મળે ? આ વિરોધનો પરિહાર કરવા માટે મીમાંસકોએ અપૂર્વની કલ્પના કરી છે; તેનો આશય એ છે કે યજ્ઞઅનુષ્ઠાનથી ઉત્પન્ન થાય છે અપર્વ અને અપૂર્વથી ઉત્પન્ન થાય છે સ્વર્ગ (ફળ). આમ ફળ પ્રાપ્તિ વેળાએ અનુષ્ઠાન ન હોવા છતાં, અનુષ્ઠાન (ક્રિયા) અને ફળની વચ્ચે અપૂર્વ માધ્યમ તરીકે કામ કરે છે. પ્રામાણ્યવાદઃ મીમાંસકો ફક્ત વેદવાક્યોને જ સ્વત:પ્રમાણ માને છે. તેથી તે લોકો જ્યારે પ્રત્યક્ષ કે અનુમાનથી પણ ચર્ચા કરે છે, તો તેની પરીક્ષા વેદોના વાક્યોના આધારે જ કરે છે. મીમાંસકોનો મત છે કે આપણે ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, તે યથાર્થ છે અને તેને સત્ય માનીને સ્વત: પ્રમાણના રૂપમાં સ્વીકાર કરવો જોઈએ. મીમાંસકોનું કહેવું છે કે જો જ્ઞાન યથાર્થ ન હોય, તો તેને જ્ઞાન કહેવું જ વ્યર્થ છે. એક જ વસ્તુને “જ્ઞાન” અને “મિથ્યા' એમ બે રૂપે કહેવું તે પરસ્પરવિરોધી વાત A “વોનાક્ષનોડર્થો ઘf: Tોર || વાલ રૂત્તિ ક્રિયાયાઃ પ્રવર્ત વવનમ: | ભાવાર્યવોરિત: વરોળ-તિ ” ની પૂ. શાવર ITo || ૧૧૨TI
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy