SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ७७४ षड्दर्शन समुझय भाग - २, श्लोक - ७०, मीमांसकदर्शन ટીકાનો ભાવાનુવાદ: સર્વજ્ઞ અને તેમના વચનોનો અભાવ હોવાથી પ્રથમવયમાં જ સ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વણ વેદોનો પાઠ પ્રયત્નપૂર્વક કરવો જોઈએ. પ્રથમવયમાં પ્રયત્નપૂર્વક વેદોનો પાઠ કર્યા બાદ શું કરવું જોઈએ ? વેદપાઠની અનંતર ધર્મની જિજ્ઞાસા કરવી જોઈએ. ધર્મ અતીન્દ્રિય છે. તેથી તે ધર્મ કયા પ્રકારથી તથા કયા પ્રમાણે જણાશે અર્થાત્ ધર્મને જાણવાની ઇચ્છા = જિજ્ઞાસા કરવી જોઈએ. તે ધર્મની જિજ્ઞાસા ધર્મસિદ્ધિનો ઉપાય છે. ll૭ll यतश्चैवं ततस्तस्य निमित्तं परीक्ष्यं निमित्तं च नोदना । निमित्तं हि द्विविधं जनकं ग्राहकं च । अत्र तु ग्राहकं ज्ञेयम् । एतदेव विशेषिततरं प्राह જે કારણથી “પ્રથમવયમાં વેદપાઠ અને પછીથી ધર્મની જિજ્ઞાસા કરવી જોઈએ' એ પ્રમાણે કહ્યું. તે કારણથી તે ધર્મને જાણવાનું એકમાત્ર નિમિત્ત નોદના છે. ધર્મના નિમિત્તની પરીક્ષા કરવી જોઈએ. તે ધર્મનું નિમિત્ત એકમાત્ર નોદના = વેદ છે. નિમિત્ત બે પ્રકારના છે. તત્વવિચાર: મીમાંસાદર્શન ભૌતિકજગતને સત્ય માને છે. આપણી ઇન્દ્રિયો આ જગતના પદાર્થોને જે સ્વરૂપે ગ્રહણ અથવા ઉપલબ્ધ કરે છે, તેવા જ રૂપમાં આ જગત સત્ય છે. મીમાંસદર્શન, ન્યાય અને વૈશેષિકદર્શનોની માફક પરમાણુની સત્તાને પણ માને છે. પરંતુ તે અનુમાનનો વિષય નથી. તેનું પ્રત્યક્ષ જ માને છે. તત્વમીમાંસાની બાબતમાં મીમાંસાદર્શનમાં ત્રણ આચાર્યોના ભિન્ન-ભિન્ન મત છે. તે આચાર્યના નામથી મીમાંસાદર્શનના ત્રણ મત પ્રચલિત છે. (૧) પ્રભાકરમિશ્ર દ્વારા પ્રવર્તેલ “ગુરુમત' (૨) કુમારિલભટ્ટ દ્વારા પ્રવર્તેલ ‘ભટ્ટમત અને (૩) મુરારિમિશ્રથી પ્રવર્તેલ મિશ્રમત. (૧) ગુરુમતાનુસાર તત્વમીમાંસા: ગુરુમતના પ્રવર્તક પ્રભાકર મિશ્ર દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, પરતંત્રતા, શક્તિ, સાદગ્ય અને સંખ્યા એમ આઠ પદાર્થોની સત્તા સ્વીકારેલ છે. આ આઠમાંથી દ્રવ્ય, ગુણ, કર્મ અને સામાન્યનું સ્વરૂપ વૈશેષિકોને મળતું આવે છે. પરતંત્રતાનો આશય વૈશેષિકોના સમવાય પદાર્થની સાથે મળતો આવે છે. પણ વૈશેષિકો સમવાયને નિત્ય માને છે અને પ્રભાકર પરતંત્રતાને નિત્ય માનતા નથી. આટલો ફરક છે. પ્રભાકરે શક્તિ નામનું સ્વતંત્ર તત્ત્વ એટલા માટે માન્યું છે કે તેના સિવાય કોઈ કાર્ય સંપન્ન થયું નથી. અર્થાત્ દ્રવ્ય, ગુણ, અને કર્મ કાર્યજનક નથી, તેમનામાં રહેલો ‘શક્તિ' નામનો પદાર્થ કાર્યજનક છે. (૨) ભાદ્ધમતાનુસાર તત્વમીમાંસાઃ કુમારિલભષે સંસારની રચના દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને અભાવ આ પાંચ તત્ત્વોથી માનેલ છે. અર્થાત્ પૃથ્વી-જલ-તેજી-વાયુ-આકાશ-કાલ-દિશા-આત્મા-મન-અંધકાર અને શબ્દ આ અગિયાર દ્રવ્ય છે. ગુણ, કર્મ વગેરે અન્ય પદાર્થોનું વર્ણન વૈશેષિકો પ્રમાણે જ છે (૩) મિશ્રમતાનુસાર તત્ત્વમીમાંસા મુરારિમિશ્રનો મત મીમાંસાના અન્ય ભાષ્યકારોથી તદ્દન ભિન્ન નથી. તો પણ અન્ય સમસ્ત દાર્શનિકોથી ખૂબ વિલક્ષણ છે.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy