SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुच्चय भाग - ૨, જોવા - ૬૭, वैशेषिक दर्शन ધૂમ અગ્નિનો સંયોગી છે. આથી ધૂમને જોઈને થતું અગ્નિનું અનુમાન સંયોગી અનુમાન કહેવાય છે. (૩) પાણીમાં રહેલા ઉષ્ણ સ્પર્શથી (જલમાં પ્રવિષ્ટ) અગ્નિનું અનુમાન થાય છે. તે સમવાયી અનુમાન છે. ફુંફાડા મારતા સાપને જોઈને નિકટમાં નોળીયાનું તથા અગ્નિથી શીતાભાવનું અનુમાન થાય છે, તે વિરોધી અનુમાન છે. ‘અચ્ચેવ’ આ સૂત્રમાં કાર્ય, કારણ આદિ લિંગોનું ગ્રહણ કર્યું છે. તે માત્ર ઉદાહરણોના નિમિત્તથી ગ્રહણ કરાયેલા છે. પરંતુ તેનાથી એવા નિયમ થતો નથી કે કાર્યાદિથી અતિરિક્ત લિંગો નથી. કારણકે ઉપ૨ કહેલા કાર્યાદિથી અતિરિક્ત લિંગો પણ છે, કે જે પોતાના અવિનાભાવિસાધ્યનું યથાર્થ અનુમાન કરાવે છે. ७५९ જેમકે - ચંદ્રોદય સમુદ્રની ભરતીનું તથા કમળના વિકાસનું લિંગ છે. તેથી ચંદ્રોદયથી સમુદ્રની ભરતીનું તથા કમળના વિકાસનું અનુમાન થાય છે. તે ચંદ્રોદય સમુદ્રની ભરતીનું તથા કમળના વિકાસનું કાર્ય કે કારણ નથી. (છતાં પણ તાદેશઅનુમાન થાય છે. તથા) વિશિષ્ટદેશ, કાલ આદિના સંયોગથી ચંદ્રનો ઉદય, સમુદ્રમાં ભરતી તથા કમળના પાંદડાઓનો વિકાસ સ્વતંત્રતયા પોત-પોતાના કારણોથી ઉત્પન્ન થાય છે. (છતાં પણ તેમાં અવિનાભાવ અવશ્ય છે. આથી તેના બળથી ચંદ્રોદયથી તેનું અનુમાન થઈ જાય છે.) આ રીતે શરદઋતુમાં પાણીની નિર્મલતાથી અગસ્ત્યના ઉદયનું અનુમાન થાય છે. (આ જલની નિર્મલતા અમુકવાયુ આદિ કારણોથી ઉત્પન્ન થઈને પણ અવિનાભાવસંબંધના કારણે અગસ્ત્યોદયનું અનુમાન કરાવી દે છે. અગસ્ત્યોદય અને શ૨ત્કાલીનજલની નિર્મલતા વચ્ચે કોઈ કાર્ય-કારણ ભાવ નથી. બંને પોત-પોતાના કારણોથી ઉત્પન્ન થાય છે.) આ આનો સંબંધી છે' - આ આ સર્વે કાર્ય-કારણ આદિથી અતિરિક્તલિંગો ‘અશ્વેતં’ સામાન્ય અવિનાભાવસૂચક પદથી ગ્રહણ કરી લેવા. = ‘આ સાધ્યનો આ સંબંધી છે' - આ રૂપથી જે જેના દેશ-કાલાદિથી અવિનાભાવ રાખે છે, તે તેનું લિંગ હોય છે. તેથી ‘ગત્સ્યેં’ સૂત્રમાં સર્વે લિંગોનો સમાવેશ થવાથી, તે સૂત્ર અવ્યાપક = અપર્યાપ્ત નથી. પરંતુ સર્વથાપૂર્ણ છે. આ વિષયને વિશેષજિજ્ઞાસુઓએ ન્યાયકંદલીટીકાથી જોવો જોઈએ. શબ્દાદિ = આગમાદિપ્રમાણોનો અનુમાનમાં જ અંતર્ભાવ થતો હોવાથી કંદલીકારના
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy