SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ७५६ षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ६७, वैशेषिक दर्शन यदतीन्द्रियार्थदर्शनं तद्युक्तानां प्रत्यक्षम् । ये चात्यन्तयोगाभ्या'सोचित-धर्मातिशयादसमाधि प्राप्ता अप्यतीन्द्रियमर्थं पश्यन्ति, ते वियुक्ताः । तेषामात्ममनइन्द्रियार्थसन्निकर्षाद्देशकालस्वभावविप्रकृष्टार्थग्राहकं यत्प्रत्यक्षं तद्वियुक्तानां प्रत्यक्षम् एतयोत्कृष्टयोगिनोऽवसेयं, योगिमात्रस्य तदसंभवादिति । विस्तरस्तु न्यायकन्दलीतो विज्ञेयः । ટીકાનો ભાવાનુવાદઃ આ વૈશેષિકોના મતમાં બે પ્રકારના પ્રમાણ છે. શ્લોકમાં “ઘ' પુનઃ અર્થમાં છે અને પ્રમાણ ‘તથા' સમુચ્ચયાર્થક છે. પ્રત્યક્ષ તથા લિંગથી ઉત્પન્ન થવાવાળું લેગિંકઃઅનુમાન, આ બે પ્રમાણ છે. પ્રત્યક્ષ બે પ્રકારનું છે. (૧) ઇન્દ્રિયજ, (૨) યોગ. આપણા લોકોની નાક, જીભ, આંખ, સ્પર્શન, શ્રોત્ર અને મન ઇન્દ્રિયોના સન્નિકર્ષથી ઉત્પન્નથવાવાળું પ્રત્યક્ષ ઇન્દ્રિયપ્રત્યક્ષ કહેવાય છે. તે તે ઇન્દ્રિયપ્રત્યક્ષ પણ બે પ્રકારનું છે – (૧) નિર્વિકલ્પક, (૨) સવિકલ્પક. વસ્તુના સ્વરૂપનું સાધારણરૂપથી આલોચન કરવાવાળું જ્ઞાન નિર્વિકલ્પક કહેવાય છે. તે નિર્વિકલ્પકજ્ઞાન માત્ર સામાન્યને ગ્રહણ કરતું નથી. કારણકે તેનાથી ભેદનો પણ પ્રતિભાસ થાય છે. તથા તે માત્ર સ્વલક્ષણવિશેષને પણ ગ્રહણ કરશું નથી. કારણકે તે સામાન્યાકારનું પણ સંવેદન કરે છે. (અર્થાત્ નિર્વિકલ્પક જ્ઞાન માત્ર સામાન્ય કે માત્ર વિશેષને જ વિષય કરતું નથી. તેમાં સામાન્યની જેમ વિશેષાકારનું પણ ભાન થાય છે. અને તે કેવી રીતે થાય છે તે બતાવે છે.) બીજી વ્યક્તિને દેખીને “આ તેના જેવી છે' - આવા પ્રકારના અનુસંધાનથી સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે કે નિર્વિકલ્પકમાં સ્વલક્ષણવિશેષની જેમ સામાન્યધર્મોનો પણ પ્રતિભાસ થાય છે. આ પ્રમાણે નિર્વિકલ્પકમાં સામાન્ય અને વિશેષ ઉભયનો પ્રતિભાસ થતો હોવા છતાં પણ આ સામાન્ય અને આ વિશેષ' અર્થાત્ “આ આનાથી સમાન છે. તથા આનાથી વિલક્ષણ છે' ઇત્યાકારક સામાન્ય અને વિશેષનું પૃથફ-પૃથફ વિવેચન કરીને પ્રતિભાસ થતો નથી. કારણકે નિર્વિકલ્પકમાં સામાન્ય અને વિશેષના સંબંધી એવા અનુગતધર્મો અને વ્યાવૃત્તધર્મોનો પ્રતિભાસ થતો નથી. (તેથી નિર્વિકલ્પકમાં ‘માં ઘટ:' ઇત્યાદિ શબ્દાત્મકવ્યવહાર થતો નથી.) સવિકલ્પકપ્રત્યક્ષમાં સામાન્ય અને વિશેષરૂપનું અર્થાત્ “આ સામાન્ય છે, આ વિશેષ છે” ઇત્યાકારક સામાન્ય અને વિશેષરૂપનું પૃથક પૃથક વિવેચન કરીને પ્રતિભાસ થાય છે. બીજી વસ્તુઓ સાથેના અનુગતધર્મ અને વ્યાવૃત્તધર્મોને જાણવાવાળા આત્માને ઇન્દ્રિય દ્વારા તેવા પ્રકારની પ્રતીતિ થાય છે. અર્થાત્ “આ તેનાથી સમાન છે. તથા આ તેનાથી વિલક્ષણ છે?
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy