SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन सत्त्वमेवाहोस्वित्तेनापि सत्त्वासत्त्वमित्यनवस्था । तथा येनांशेन भेदः तेन किं भेद एवाथ तेनापि भेदाभेदः ? आद्ये मतक्षतिः । द्वितीये पुनरनवस्था । વં ‘नित्यानित्यसामान्यविशेषादिष्वपि वाच्यम् ३ । तथा सत्त्वस्यान्यदधिकरणमसत्त्वस्य चान्यदिति वैयधिकरण्यम् ४ । तथा येन रूपेण सत्त्वं तेन सत्त्वमसत्त्वं च स्यादिति संकरः, 'युगपदुभयप्राप्तिः संकरः' इति वचनात् ५ । तथा येन रूपेण सत्त्वं तेनासत्त्वमपि स्यात् येन चासत्त्वं तेन सत्त्वमपि स्यादिति व्यतिकरः, 'परस्परविषयगमनं व्यतिरकरः' इति वचनात् ६ । तथा सर्वस्यानेकान्तात्मकत्वेऽङ्गीक्रियमाणे जलादेरप्यनलादिरूपता, अनलादेरपि जलरूपता, ततश्च जलार्थ्यनलादावपि प्रवर्तेत, अनलार्थी च जलादावपीति, ततश्च प्रतिनियतव्यवहारलोपः ७ । तथा च प्रत्यक्षादिप्रमाणबाधः ८ । ततश्च तादृशो वस्तुनोऽसंभव एव ९ । ६४२ ટીકાનો ભાવાનુવાદ : શંકા : એક જ વસ્તુમાં સત્ત્વ, અસત્ત્વ, નિત્ય, અનિત્યઆદિ વિરોધીધર્મોના સદ્ભાવરૂપ અનેકાંત દુર્ધર એવા વિરોધાદિ દોષરૂપી વિષમ વિષધરથી દંસાયો હોવાના કા૨ણે, અનેકાંત પોતાના પ્રાણોને ધારણ કરવા માટે ધીરતા કેવીરીતે રાખી શકે છે ? અર્થાત્ વસ્તુની અનેકાંતાત્મકતામાં વિરોધાદિ અનેકદોષો આવતા હોવાથી, તે પોતાના સ્વરૂપને ધારી રાખવા સમર્થ નથી. (અનેકાંતાત્મકતામાં આવતા વિરોધાદિદોષો) આ પ્રમાણે છે - (૧) જો વસ્તુ સત્ છે, તો તે જ વસ્તુ અસત્ કેવી રીતે હોય ? તથા જો વસ્તુ અસત્ હોય તો સત્ કેવી રીતે હોય ? (તે બંનેમાં આ રીતે) વિરોધ છે. કારણકે સત્ત્વધર્મ અને અસત્ત્વધર્મ એકબીજાનો પરિહાર કરીને જ પોતાનું અસ્તિત્વ ધરાવે છે. જેમકે શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શ. અર્થાત્ જ્યાં શીતસ્પર્શ હોય, ત્યાં ઉષ્ણસ્પર્શ ન હોય અને જ્યાં ઉષ્ણસ્પર્શ હોય, ત્યાં શીતસ્પર્શ ન હોય. આ જ રીતે સત્ત્વ, અસત્ત્વધર્મનો પરિહાર કરીને પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. તે જ રીતે અસત્ત્વ સત્ત્વધર્મનો પરિહાર કરીને જ પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. આથી જેમ શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શને એક સાથે ૨હેવામાં વિરોધ છે, તેમ સત્ત્વ અને અસત્ત્વને પણ એકસાથે વસ્તુમાં ૨હેવાનો વિરોધ છે. વળી જો (સત્ત્વ અને અસત્ત્વનું અસ્તિત્વ એકબીજાનો પરિહાર કરીને સ્થિત ન હોય તો) સત્ત્વ અસત્ત્વરૂપે તથા અસત્ત્વ સત્ત્વરૂપે સ્થિત બની જશે. કારણકે બંને પોતાના અસ્તિત્વમાં એકબીજાનો પરિહાર કરતા ન હોવાથી સત્ત્વ અને અસત્ત્વમાં કોઈ વિશેષતા રહેશે નહિ. બંને એકરૂપ બની જશે. તેના યોગે ‘એક હાજ૨ છે અને એક ગેરહાજર છે.' ઇત્યાદિ પ્રતિનિયત વ્યવહારોનો ઉચ્છેદ થઈ જશે.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy