SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन ६४१ હોવાથી વસ્તુ અભિલાખ વાચ્ય છે. (વસ્તુના) સ્વ-પર પર્યાયો યુગપતુ શબ્દો દ્વારા કહી શકાતા ન હોવાથી વસ્તુ અનભિલાખ=અવાચ્ય છે. અર્થાત્ એક સાથે વસ્તુના સ્વ-પર પર્યાયો કહેવા માટે કોઈ શબ્દ ન હોવાથી વસ્તુ અવાચ્ય છે. આ રીતે સર્વ વસ્તુના નિત્ય, એક આદિ અનેક ધર્મો અસ્મલિત–નિબંધિતપ્રતીતિના વિષય બનતા હોવાથી, વસ્તુની નિબંધિત પ્રતીતિ કોઈને પણ અસિદ્ધ નથી અને તેથી જ ઉક્તપ્રતીતિ નિબંધિતપણે સર્વજન પ્રસિદ્ધ હોવાથી, તેમાં સંદેહનો કોઈ અવકાશ નથી. તેથી જ અમારો હેતુ સંદિગ્ધાસિદ્ધ પણ નથી. અમારો હેતુ વિરુદ્ધ પણ નથી. કારણકે હેતુ દ્વારા કોઈપણ વિરુદ્ધ અર્થની સિદ્ધિ થતી નથી. અમારો હેતુ સાધ્યથી વિરુદ્ધ અર્થની સિદ્ધિ કરતો ન હોવાથી વિરુદ્ધ પણ નથી. સાંખ્યો દ્વારા પરિકલ્પિત દ્રબૈકાન્ત=સર્વથા નિત્યત્વ, સૌગત અભિમત પર્યાયન્તિ સર્વથા અનિત્યત્વ (ક્ષણિકત્વ), વૈશેષિકો અને નૈયાયિક દ્વારા સ્વીકૃત દ્રવ્ય-પર્યાયની એકાંતે ભિન્નતા (તથા દ્રવ્ય, ગુણ, કર્મ આદિની સર્વથા ભિન્નતા) નિબંધિતપ્રતીતિનો વિષય બનતી નથી, કે જેથી તેના દ્વારા અમારો અનેકાન્તાત્મકતાની સિદ્ધિ કરનારો હેતુ વિરુદ્ધ બની જાય. અમારો પક્ષ પ્રત્યક્ષાદિપ્રમાણોથી બાધિત પણ નથી કે જેથી હેતુ (બાધિત બનીને) અકિંચિત્કર બની જાય. અર્થાત્ વસ્તુની અનેકાન્તાત્મકતા કોઈપણ પ્રમાણથી બાધિત નથી કે જેથી હેતુ અકિંચિત્કર (સાધ્ય સિદ્ધિ માટે નકામો) બની જાય. અમારું ઘટનામનું દૃષ્ટાંત સાધ્યવિકલ (સાધ્યશૂન્ય) કે સાધનવિકલ (સાધન-શૂન્ય) નથી. કારણકે ઘટની એક-અનેક આદિ ધર્માત્મકતા નિબંધિતપ્રતીતિનો વિષય બનતી હોવાથી અસિદ્ધ નથી. અર્થાત્ ઘટમાં રહેલા એક-અનેક આદિ ધર્મો નિબંધિતપ્રતીતિના વિષય બને છે અને અમે તે પ્રક્રિયા પૂર્વે બતાવી જ છે. તેથી આ નિર્દોષઅનુમાન પ્રયોગથી જ્યારે નિબંધરૂપે વસ્તુની અનેકાન્તાત્મકતા સિદ્ધ થઈ જાય છે, ત્યારે) આ નિર્દોષઅનુમાન પ્રયોગને સાંભળીને તમે લોકો (પરવાદિઓ) અનેકાંતવાદને કેમ સ્વીકારતા નથી ! (તે મોટું આશ્ચર્ય છે.) ननु सत्त्वासत्त्वनित्यानित्याद्यनेकान्तो दुर्धरविरोधादिदोषविषमविषधरदष्टत्वेन कथं स्वप्राणान्धारयितुं धीरतां दधाति । तथाहि-यदेव वस्तु सत् तदेव कथमसत् ? असच्चेत् सत्कथम् ? इति विरोधः, सत्त्वासत्त्वयोः परस्परपरिहारेण स्थितत्वात्, शीतोष्णस्पर्शवत् । यदि पुनः सत्त्वमसत्त्वात्मना असत्त्वं च सत्त्वात्मना व्यवस्थितं स्यात् तदा सत्त्वासत्त्वयोरविशेषात्प्रतिनियतव्यवहारोच्छेदः स्यात् । एवं नित्यानित्यादिष्वपि वाच्यम् १ । तथा सत्त्वासत्त्वात्मकत्वे वस्तुनोऽभ्युपगम्यमाने सदिदं वस्त्वसद्वेत्यवधारणद्वारेण निर्णीतेरभावात्संशयः २ । तथा येनांशेन सत्त्वं तेन किं सत्त्वमेवाहोस्वित्तेनापि सत्त्वासत्त्वम् । यद्याद्यः पक्षः, तदा स्याद्वादहानिः । द्वितीये पुनः येनांशेन सत्त्वं तेन किं
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy