SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ६३८ षड्दर्शन समुद्यय भाग- २, श्लोक - ५७, जैनदर्शन પર્યાયાત્મક કે અનેકાન્તાત્મક કહેવાય છે. શ્લોકમાં ‘વસ્ત” શબ્દથી જીવાજીવાદિપદાર્થો કહેવાયા છે. તાત્પર્ય એ છે કે... જે કારણે જ ઉત્પાદાદિત્રયાત્મક વસ્તુ પરમાર્થ છે, તે કારણે જ. અનંતધર્માત્મક સર્વજીવાજીવાદિપદાર્થો (પ્રત્યક્ષ અને પરોક્ષ) પ્રમાણના વિષય છે. વસ્તુની અનંતધર્માત્મકતામાં જ ઉત્પાદાદિ ત્રયાત્મકતા સંગત થાય છે. અર્થાત્ વસ્તુને અનંત ધર્મવાળી માનીએ તો જ, તેમાં ઉત્પાદાદિ ત્રણસ્વભાવો સંગત થાય છે. અન્યથા સંગત થતા નથી. વળી અહીં અનંતધર્માત્મક વસ્તુની જ ઉત્પાદાદિ ત્રયાત્મકતા યુક્તિયુક્ત તરીકે અનુભવપથમાં આવે છે. અર્થાત્ અનંતધર્માત્મકતાનો ઉત્પાદાદિ ત્રયાત્મકતાની સાથે અવિનાભાવ છે, તે જણાવવા માટે જ આ શ્લોક-૫૭માં “અનંતધર્માત્મક પદનો પુનઃ પ્રયોગ કર્યો છે. તેથી પૂર્વના શ્લોક-પકમાં “અનંતધર્માત્મક પદનું ગ્રહણ કર્યું હોવા છતાં આ શ્લોકમાં પુન:ગ્રહણ કરવાથી, અહીં પુનરુક્તિ દોષની શંકા કરવી નહિ. પ્રયોગ : વસ્તુ અનંતધર્માત્મક હોય છે. કારણ કે તેમાં ઉત્પાદાદિ ત્રણધર્મો હોય છે. જે અનંતાધર્માત્મક નથી, તેમાં ઉત્પાદાદિ ત્રણધર્મો હોતા નથી. જેમંકે આકાશકુસુમ. આ કેવલ વ્યતિરેકીઅનુમાન વસ્તુને નિર્વિવાદરૂપે અનંતધર્માત્મક સિદ્ધ કરે છે. અને જે પ્રમાણે એક વસ્તુમાં અનંતાધર્મો છે, તે પ્રમાણે પૂર્વે બતાવ્યું જ છે. ધર્મો ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે, ધર્મી દ્રવ્યરૂપે સ્થિર રહે છે, નિત્ય છે. ધર્મ અને ધર્મમાં કથંચિતુઅભેદ હોવાના કારણે ધર્મી હંમેશાં વિદ્યમાન હોવાથી અર્થાતું ધર્મો સદા સ્થાયી અને નિત્ય છે, તો તેનાથી અભિન્ન કાલત્રયવર્તીધર્મો પણ કથંચિતૃશક્તિરૂપે હંમેશાં રહે છે. અર્થાતુ ધર્મ અને ધર્મી કથંચિતુઅભિન્ન છે. અને ધર્મી હંમેશાં વિદ્યમાન રહેતો હોવાથી, તેનાથી અભિન્ન એવા ત્રિકાલવર્તીધર્મો પણ કથંચિતુશક્તિરૂપે હંમેશાં વિદ્યમાન જ છે. અન્યથા (અર્થાત્ ધર્મ નિત્ય વિદ્યમાન હોવા છતાં પણ, તેનાથી અભિન્ન એવા ધર્મો કથંચિતશક્તિરૂપે વિદ્યમાન ન હોય તો) ધર્મોની અવિદ્યમાનતામાં, ધર્મોથી કથંચિતુઅભિન્ન એવા ધર્મીઓ પણ અવિદ્યમાન બની જવાની આપત્તિ આવશે. न च धर्मिणः सकाशादेकान्तेन भिन्ना एवाभिन्ना एव वा धर्माः, तथानुपलब्धेः, कथञ्चित्तदभिन्नानामेव तेषां प्रतीतेश्च । न चोत्पद्यमानविपद्यमानतत्तद्धर्मसद्भावव्यतिरेकेणापरस्य धर्मिणोऽसत्त्वमेवेति वक्तव्यं, धाधारविरहितानां केवलधर्माणामनुपलब्धेः, एकधर्योधाराणामेव च तेषां प्रतीतेः, उत्पद्यमानविपद्यमानधर्माणामनेकत्वेऽप्येकस्य तत्तदनेकधर्मात्मकस्य द्रव्यरूपतया ध्रुवस्य धर्मिणोऽबाधिताध्यक्षगोचरस्यापह्नोतुमशक्यत्वात्, अबाधिताध्यक्षगोचरस्यापि धर्मिणोऽपह्नवे सकलधर्माणामपदव
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy