SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ६१४ षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५५, जैनदर्शन ઘટમાં જે પ્રમાણે અનંતધર્માત્મક્તા બતાવાઈ, તે પ્રમાણે સર્વે પણ આત્માદિપદાર્થોમાં અનંત ધર્માત્મકતા વિચારવી. આત્મામાં પણ ચૈતન્ય, (કર્મોનું)કર્તૃત્વ, (કર્મોનું) ભોક્નત્વ, (જગતના પદાર્થોનું જ્ઞાન મેળવવા સ્વરૂપ) પ્રમાતૃત્વ, (પ્રમાનો (જ્ઞાનનો) વિષય હોવાના કારણે) પ્રમેયત્વ, (રૂપાદિનો અભાવ હોવાથી) અમૂર્તત્વ, (અસંખ્યાતઆત્મપ્રદેશો હોવાથી) અસંખ્યાતપ્રદેશત્વ, (તે અસંખ્યાત આત્મપ્રદેશો પૈકી આઠ આત્મપ્રદેશો એવા છે કે જેના ઉપર કર્મબંધ થતો નથી. કર્મબંધમાં કારણભૂત ચંચલતાનો અભાવ તે આઠ આત્મપ્રદેશોમાં હોવાથી) નિશ્ચલઅષ્ટપ્રદેશત્વ, (ત્રણભવોપગ્રાહિ કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિની સમાન કરવા માટે કરાતા કેવલી સમુદ્ધાતમાં આત્માના અસંખ્યાત પ્રદેશો લોકમાં વ્યાપિ જાય છે. તેથી લોકાકાશ જેટલા પ્રદેશો છે, તેટલા જ તેના પ્રદેશો હોવાથી) લોકપ્રમાણપ્રદેશત્વ, જીવત્વ, (મોક્ષ.ગમનની અયોગ્યતારૂ૫) અભવ્યત્વ, (મોક્ષગમનની યોગ્યતારૂપ) ભવ્યત્વ, (પરિવર્તનશીલતારૂપ) પરિણામીત્વ, (જે જે શરીર મળ્યું હોય તે શરીરમાં વ્યાપિને રહેવા સ્વરૂપ) સ્વશરીર વ્યાપિત. ઇત્યાદિ સહભાવિધર્મો હોય છે. આત્મામાં હર્ષ-શોક, સુખ-દુ:ખ, મત્યાદિ જ્ઞાન-ઉપયોગ, ચક્ષુ: દર્શનાદિ દર્શન-ઉપયોગ, દેવ-નારક-તિર્યચ-મનુષ્યપણું, શરીરઆદિ રૂપથી પરિણત (સર્વ પુદ્ગલની સાથે સંબંધ રાખવા સ્વરૂપ) સર્વ પુદ્ગલત્વ, અનાદિ-અનંતત્વ, (સર્વ જીવોની સાથે સર્વસંબંધો કર્યા હોવાથી) સર્વજીવોની સાથે સર્વસંબંધવત્ત્વ, (ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવા સ્વરૂપ) સંસારિત્વ, (ક્રોધાદિ અસંખ્ય અધ્યવસાયોથી વિકૃત થતો હોવાથી) ક્રોધાદિ-અસંખ્યાતાધ્યવસાયત્વ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક જુગુપ્સાઆદિ ભાવોનો સદ્ભાવ, સ્ત્રીપણું, પુરુષપણું, નપુંસકપણું, મૂર્ખતા, અંધતા, બધિરતા ઇત્યાદિ ક્રમભાવિધર્મો હોય છે. મુક્તાત્મામાં સિદ્ધત્વ, સાદિ-અનંતત્વ, જ્ઞાન, દર્શન, ક્ષાયિક સમ્યકત્વ, સુખ, વીર્ય, અનંત દ્રવ્ય, ક્ષેત્ર અને કાલમાં રહેનારા સમસ્ત પર્યાયોનું જ્ઞાતૃત્વ, દર્શિત્વ, અશરીરત્વ, અજરામરત્વ, અરૂપત્ય, અસત્વ, અગંધત્વ, અસ્પર્શત્વ, અશબ્દવ (અર્થાત્ રૂપાદિથી શૂન્ય), નિશ્ચલત્વ, નિરુકત્વ (રોગરહિતપણું), અક્ષયત્વ, અવ્યાબાધત્વ, સંસારી અવસ્થામાં રહેવાવાળા જીવદ્રવ્યના પોત-પોતાના જીવ–આદિ સામાન્યધર્મોની પ્રાપ્તિ કરવી.. ઇત્યાદિ અનેકધર્મો હોય છે. धर्माधर्माकाशकालेष्वसङ्ख्यासङ्ख्यानन्तप्रदेशाप्रदेशत्वं सर्वजीवपुद्गलानां गतिस्थित्यवगाहवर्तनोपग्राहकत्वं तत्तदवच्छेदकावच्छेद्यत्वमवस्थितत्वमनाद्यनन्तत्वमरूपित्वमगुरुलघुतैकस्कन्धत्वं मत्यादिज्ञानविषयत्वं सत्त्वं द्रव्यत्वमित्यादयः, पौद्गलिकद्रव्येषु
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy