SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक ५५, जैनदर्शन - ६१३ चक्षुर्दर्शनादिदर्शनोपयोगौ देवनारकतिर्यग्ग्ररत्वानि शरीरादितया परिणमितसर्वपुद्गलत्वमनाद्यनन्तत्वं सर्वजीवैः सह सर्वसम्बन्धवत्त्वं संसारित्वं क्रोधाद्यसङ्ख्याध्यवसायवत्त्वं हास्यादिषट्कं स्त्रीपुंनपुंसकत्वमूर्खत्वान्यत्वादीनीत्यादयः क्रमभाविनो धर्माः । मुक्तात्मनि तु सिद्धत्वं साद्यनन्तत्वं ज्ञानदर्शनसम्यक्त्वसुखवीर्याण्यनन्तद्रव्यक्षेत्रकालसर्वपर्यायज्ञातृत्वदर्शित्वानि अशरीरत्वमजरामरत्वमरूपरसगन्धस्पर्शशब्दत्वानि निश्चलत्वं नीरुक्त्वमक्षयत्वमव्याबाधत्वं प्राक्संसारावस्थानुभूतस्वस्वजीवधर्माश्चे ત્યાત્મઃ । ટીકાનો ભાવાનુવાદ : દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ ઇત્યાદિ પ્રકારો દ્વારા ઘટના જે જે સ્વ-ધર્મો અને પરધર્મો કહેવાયા, તે ઉભયધર્મો દ્વારા ઘટને એક સાથે બોલવા માટે શક્ય નથી. અર્થાત્ ઉભય ધર્મોની અપેક્ષાએ શબ્દથી ઘટ અવક્તવ્ય છે. કારણ કે કોઈપણ એવો શબ્દ વિદ્યમાન નથી કે જેનાથી ઘટના કહેવાતા સ્વ-પર બંને ધર્મો પણ એક સાથે કહેલા થાય છે. અર્થાત્ કોઈપણ એવો શબ્દ નથી કે ઘટના સર્વ સ્વ-૫૨ધર્મોનું કથન એક સાથે કરી શકે. કેમકે શબ્દ વડે કહેવાતા ધર્મો ક્રમસ૨ જ પ્રતીત થાય છે. (શબ્દની પ્રવૃતિ સંકેતાનુસાર થાય છે. છતાં પણ) સંકેતિતશબ્દ પણ ક્રમથી જ સ્વ-૫૨ ધર્મોને જણાવે છે. યુગપત્ નહિ. જેમકે... શરૃ અને શાનમ્ નો સંકેતિત સત્ શબ્દ. (કહેવાનો આશય એ છે કે શબ્દની પ્રવૃત્તિ સંકેતના અનુસારે થાય છે. આથી કહી શકાય છે કે “જેમ... તૃ અને જ્ઞાનદ્ બંને પ્રત્યયોની સત્ સંજ્ઞા બંને પણ પ્રત્યયોનું કથન કરે છે. તે જ રીતે બંને ધર્મોમાં જે શબ્દનો સંકેત કરાયો હોય છે, તેના દ્વારા બંનેધર્મોનું યુગપકથન થઈ જશે” - પરંતુ આ વાત ઉચિત નથી. કારણ કે શત્રુ અને જ્ઞાનવ્ ની સત્ સંજ્ઞા બંને પ્રત્યયોનું ક્રમથી જ જ્ઞાન કરાવે છે, યુગપત્ નહિ.) આથી સંકેત ક૨વા છતાં પણ શબ્દ દ્વારા બંનેધર્મોનું પ્રધાનપણે કથન થઈ શકતું નથી. તેથી (પ્રતિ દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિની અપેક્ષાએ ઘટમાં રહેલા સ્વ-૫૨ ધર્મોને એક સાથે કહેવાની ઇચ્છા હોવા છતાં યુગપત્ કથન કરનારો શબ્દ ન હોવાથી) ઘટમાં પ્રતિદ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ રહેલા તમામ સ્વ-૫૨ધર્મોના પ્રકારોની અવક્તવ્યતા છે. અર્થાત્ ઘટમાં રહેલા સ્વ-પરધર્મો અવક્તવ્ય હોવાના કારણે ઘટમાં રહેલી અવક્તવ્યતા પણ (ઘટનો) સ્વધર્મ થાય છે. તે અવક્તવ્ય ઘટની અનંતા વક્તવ્યધર્મોથી તથા અનંતાદ્રવ્યોથી વ્યાવૃત્તિ થતી હોવાના કારણે (ઘટના) અનંતા આ રીતે પરધર્મો પણ થાય છે.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy