SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५४, जैनदर्शन ૬૭૭ સાધક-બાધકપ્રમાણના અભાવથી અનિશ્ચિત અનેકઅંશોના અવગાણિજ્ઞાનને સંશય કહેવાય છે. જેમકે આ સ્થાણુ છે કે પુરુષ છે ? આવું જ્ઞાન. વ્યવસાયાત્મક નિશ્ચયાત્મક જ્ઞાનના ગ્રહણથી સંશયાત્મકજ્ઞાનની પ્રમાણતાનો વ્યવચ્છેદ થાય છે. જે આકારે વસ્તુ રહેલી હોય, તેનાથી વિપરીતઆકારે વસ્તુનો નિશ્ચય કરવો તે વિપર્યય. જેમકે છીપલામાં રજતનું જ્ઞાન. વિપર્યયાત્મકજ્ઞાનની પ્રમાણિતાનો વ્યવચ્છેદ “વ્યવસાયિ’ પદથી થાય છે. જ્યાં વિશેષનું સ્પષ્ટપણે ભાન થતું નથી, પરંતુ “શું છે ?' એ પ્રમાણે આલોચનાત્મકજ્ઞાન થાય છે તે અનધ્યવસાય કહેવાય છે. જેમકે અન્યવસ્તુમાં જેનું ચિત્ત છે. તેવા ગમન કરતા વ્યક્તિને રસ્તામાં તૃણનો સ્પર્શ થતાં “મને કંઈક સ્પર્શ થયો–આવું આલોચનાત્મક જે જ્ઞાન થાય છે તે અનધ્યવસાય કહેવાય છે. આવા જ્ઞાનની પ્રમાણતાનો વ્યવચ્છેદ પણ “વ્યવસાયિ” પદથી થઈ જાય છે. (૯) સાંખ્યો જ્ઞાનને પ્રકૃતિનો ધર્મ માને છે. પ્રકૃતિમાંથી ઉત્પન્ન થતી બુદ્ધિ, જ્યારે વિષયાકારે પરિણત થાય છે, ત્યારે તે જ્ઞાન કહેવાય છે. આથી જ્ઞાન પ્રકૃતિનો ધર્મ છે. પ્રકૃતિ અચેતન હોવાથી, તેનો ધર્મ એવું જ્ઞાન પણ અચેતન છે - સાંખ્યોના આ મતના નિરાકરણ માટે “સ્વ' પદનું ગ્રહણ પ્રમાણના લક્ષણમાં કર્યું છે. જ્ઞાન અચેતન નથી, પરંતુ સ્વયં પ્રકાશિત છે.. “ચ પ્રાયોગ્ય: પરોકર્થ: વાર” આ સમાસના આશ્રયથી પણ અર્થાત્ આવો સમાસ કરવા દ્વારા સ્વપરનો “સ્વને ગ્રહણ કરવાયોગ્ય પર' - આવો અર્થ કરવાથી વ્યવહારિકજનની અપેક્ષાથી, જેને જે પ્રમાણે જ્યાં જ્ઞાનનો અવિસંવાદ થાય, તેને તે પ્રમાણે ત્યાં જ્ઞાનનું પ્રામાણ્ય સમજવું. સ્વ-પરનો આવો અર્થ કરવાથી પોત-પોતાને યોગ્ય પદાર્થોને જાણવાવાળું સંશયાદિ જ્ઞાન પણ સ્વરૂપની અપેક્ષાથી તથા સામાન્યવસ્તુને જાણવાની અપેક્ષાથી કથંચિત્ પ્રમાણરૂપ છે, આ વાત સૂચિત થાય છે. જે જ્ઞાન વસ્તુના જે અંશમાં અવિસંવાદિ છે, તે જ્ઞાન વસ્તુના તે અંશમાં પ્રમાણભૂત છે.-આવા વ્યવહાર પ્રસિદ્ધ નિયમથી સંશય, વિપર્યયજ્ઞાનાદિ પણ વસ્તુના સામાન્યઅંશમાં પ્રમાણ છે. તેથી ધર્મિમાત્રની અપેક્ષાથી = સ્વરૂપમાત્રની અપેક્ષાથી સંશય, વિપર્યયઆદિ સર્વ જ્ઞાનમાત્ર પ્રમાણભૂત છે. આમ સંશયાદિ જ્ઞાનની પણ પ્રમાણતા હણાતી નથી. [૫૪ll अथ विशेषलक्षणाभिधित्सया प्रथमं तावत्प्रमाणस्य संख्यां विषयं चाहહવે પ્રમાણના વિશેષલક્ષણને કહેવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી પ્રથમ પ્રમાણની સંખ્યા અને પ્રમાણના વિષયને કહે છે.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy