SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५४, जैनदर्शन છે. તેનો વિષય ભૂત અને સંતાન છે. સવિકલ્પક જ્ઞાન પૂર્વધ્રુષ્ટત્વેન જ સર્વનો નિશ્ચય કરે છે. બાળક પણ જ્યાં સુધી પૂર્વધ્રુષ્ટત્વને સ્તનને અવધારતું નથી, ત્યાં સુધી સ્તનમાં મુખ અર્પતું નથી. આથી જ સર્વ પણ લૌકિક વ્યવહાર આ વિજ્ઞાન દ્વારા ચાલે છે. ५७६ નિર્વિકલ્પકજ્ઞાન નિશ્ચાયક બનતું નથી, કારણકે સ્વ-લક્ષણમાત્રથી જન્ય છે અને તેનો પ્રથમક્ષણે જ નાશ થતો હોવાથી શબ્દસંબંધને યોગ્ય નથી. આથી જ વ્યવહારપથમાં ઉપયોગી બનતું નથી. આવા વ્યવહા૨૫થમાં અનુપયોગી નિર્વિકલ્પકજ્ઞાનને પ્રમાણભૂત માની શકાય નહિ. “નિર્વિકલ્પકજ્ઞાનની ઉત્ત૨માં થનારા વ્યવહારમાર્ગમાં ઉપયોગી એવા સવિકલ્પકજ્ઞાનની ઉત્પત્તિ, તેનાથી થતી હોવાથી તે પ્રમાણભૂત છે.” આવું કહેશો તો નિર્વિકલ્પકજ્ઞાન વ્યવહામાર્ગમાં અનુપયોગી હોવાથી તથા સવિકલ્પકજ્ઞાન વ્યવહારમાર્ગમાં ઉપયોગી હોવાથી સવિકલ્પકજ્ઞાનને જ પ્રમાણભૂત માનવું વધુ ઉચિત છે. વળી તમારા મતમાં સવિકલ્પકજ્ઞાન સ્વયં અપ્રમાણભૂત છે, તો પછી તે અપ્રમાણભૂત એવું સવિકલ્પકજ્ઞાન કેવી રીતે નિર્વિકલ્પક જ્ઞાનની પ્રમાણતાનું વ્યવસ્થાપન કરી શકે ? તેથી તમારી વાત ઉચિત નથી. આથી પ્રમાણભૂત જ્ઞાન વ્યવસાય સ્વભાવવાળું જ સ્વીકારવું જોઈએ, નિર્વિકલ્પક નહિ. આમ પ્રમાણના લક્ષણમાં ‘વ્યવસાય’ પદના ગ્રહણથી બૌદ્ધની નિર્વિકલ્પકજ્ઞાનની પ્રમાણતાનું નિરાકરણ થાય છે. (૪) નિત્યપરોક્ષબુદ્ધિવાદિ મીમાંસક કુમારિલભટ્ટની માન્યતા છે કે... “જ્ઞાનં અતીન્દ્રિયં જ્ઞાનનન્યજ્ઞાતૃતા પ્રત્યક્ષા તયા જ્ઞાનમનુમીયતે' - શાન અતીન્દ્રિય છે. જ્ઞાન જન્ય જ્ઞાતૃતા પ્રત્યક્ષ હોય છે. તેનાથી જ્ઞાનનું અનુમાન કરાય છે. કહેવાનો આશય એ છે કે ‘સયં ઘટ:’ એવું જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે જ જ્ઞાનના વિષય ઘટમાં ‘જ્ઞાતા’ નામના પદાર્થની ઉત્પત્તિ થાય છે. ‘જ્ઞાતો ઘટ:' એ પ્રતીતિ જ્ઞાતતાની સાધક છે. આ જ્ઞાતતા જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય કરાવે છે. પરંતુ કુમારિલભટ્ટનો આ મત યોગ્ય નથી. કારણ કે જેમ સૂર્યની પ્રભાથી (પ્રકાશિત થતા) ઘટ-પટાદિ વસ્તુના સમુહને જોતાલોકો સૂર્યની પ્રભાને પણ જુએ જ છે. તે પ્રમાણે જ્ઞાનના વિષય બનતા કુંભાદિના પ્રકાશને માનવાવાળાઓવડે જ્ઞાનનો પ્રકાશ પણ સ્વીકારવો જ જોઈએ. અથવા દીપકનો પ્રકાશ સ્વયંને અને અન્યપદાર્થને પ્રકાશિત કરે છે, તેમ જ્ઞાન પણ સ્વયંને અને પદાર્થને પ્રકાશિત કરે છે, તેમ સ્વીકારવું જોઈએ. આમ પ્રમાણના લક્ષણમાં ‘સ્વ’ પદના ગ્રહણથી મીમાંસકના મતનું નિરાકરણ થાય છે. (૫) ‘વ્યવસાય' પદના ગ્રહણથી સંશયાત્મક, વિપર્યયાત્મક, અનધ્યવસાયરૂપ જ્ઞાનનો વ્યવચ્છેદ થાય છે.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy