SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन ५०५ (૭) અભિભવ થવાથી પણ પદાર્થોની ઉપલબ્ધિ થતી નથી. જેમ સૂર્યાદિના તેજથી અભિભૂત थयेसा अह-नक्षत्री 6५५ यता नथी. तेथी. शुंतेमानी समाव छ ? समाव नथी, ते ग्रहનક્ષત્રાદિ છે જ. પરંતુ સૂર્યાદિથી અભિભવ થયો હોવાથી દેખાતા નથી. આ પ્રમાણે અંધકારમાં પણ ઘટાદિ પદાર્થો ઉપલબ્ધ થતા નથી. (૮) સમાનપદાર્થોમાં મળી જવાના કારણે પણ પદાર્થની ઉપલબ્ધિ થતી નથી. જેમ મગના ઢગલામાં મગની મુઠ્ઠી તથા તલના ઢગલામાં તલની મુઠ્ઠી નાખતે છતે તેમાં ભળી જવાના કારણે સારી રીતે ઉપલક્ષિત હોવા છતાં તાદશમુઠ્ઠીભર મગ કે તલ ઉપલબ્ધ થતા નથી અથવા પાણીમાં નાંખેલું મીઠું વગેરે ઉપલબ્ધ થતા નથી. તેથી શું તેઓનો અભાવ છે ? ના અભાવ નથી, તે વિદ્યમાન જ છે. પરંતુ સમાનની સાથે ભળી જવાના કારણે ઉપલબ્ધ થતા નથી. સાંખ્યસપ્તતિમાં પણ કહ્યું છે કે “અતિદૂર હોવાથી, અતિસમીપ હોવાથી, ઇન્દ્રિયનો ઘાત થયો હોવાથી, મનનું અન્યત્ર અવસ્થાન હોવાથી, સૂક્ષ્મ હોવાથી, વચ્ચે વ્યવધાન હોવાથી, બીજાદ્વારા અભિભવ થયો હોવાથી અને સમાનદ્રવ્યોમાં ભળી જવાના કારણે પદાર્થોની ઉપલબ્ધિ થતી નથી. III”-આ પ્રમાણે આઠ પ્રકારે વિદ્યમાનસ્વભાવવાળા પદાર્થો પણ જે પ્રમાણે ઉપલબ્ધ થતા નથી, તે આપણે ઉપર જોયું. તેમ ધર્માસ્તિકાયાદિ પણ વિદ્યમાન હોવા છતાં પણ સ્વભાવવિપ્રકર્ષથી અર્થાત્ સ્વભાવથી અતીન્દ્રિય હોવાથી ઉપલબ્ધ થતા નથી, તે માનવું જોઈએ. आह परः येऽत्र देशान्तरगतदेवदत्तादयो दर्शिताः, तेऽत्रास्माकमप्रत्यक्षा अपि देशान्तरगतलोकानां केषांचित्प्रत्यक्षा एव सन्ति तेन तेषां सत्त्वं प्रतीयते, धर्मास्तिकायादयस्तु कैश्चिदपि कदापि नोपलभ्यन्ते तत्कथं तेषां सत्ता निश्चीयत इति ? अत्रोच्यते, यथा देवदत्तादयः केषांचित्प्रत्यक्षत्वात्सन्तो निश्चीयन्ते, तथा धर्मास्तिकायादयोऽपि केवलिनां प्रत्यक्षत्वात्तिं न सन्तः प्रतीयन्ताम् ? यथा वा परमाणवो नित्यमप्रत्यक्षा अपि स्वकार्यानुमेयाः स्युः, तथा धर्मास्तिकायादयोऽपि किं न स्वकार्यानुमेया भवेयुः ?। धर्मास्तिकायादीनां कार्याणि चामूनि । तत्र धर्मो गत्युपग्रहकार्यानुमेयः, अधर्मः स्थित्युपग्रहकार्यानुमेयः, अवगाहोपकारानुमेयमाकाशं, वर्तनाद्युपकारानुमेयः कालः, प्रत्यक्षानुमानावसेयाश्च पुद्गलाः । नन्वाकाशादयः स्वकार्यानुमेया भवन्तु, धर्माधर्मी तु कथम् ? अत्रोच्यते युक्तिः, धर्माधर्मों हि स्वत एव गतिस्थितिपरिणतानां द्रव्याणामुपगृह्णीतोऽपेक्षाकारणतया आकाशकालादिवत्, न पुनर्निर्वर्तककारणतया, निर्वर्तकं हि कारणं तदेव जीवद्रव्यं पुद्गलद्रव्यं वा गतिस्थितिक्रियाविशिष्टं, धर्माधर्मों पुनर्गतिस्थितिक्रियाविशिष्टानां द्रव्याणामुपकारकावेव न पुनर्बलाद्गतिस्थितिनिर्वर्तकौ । यथा च सरित्तटाकहद
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy