SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ५०४ षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन સજેવ, પુન: સમાનામદારશ્નોપત્રુધ્ધિ: ૮ તથા વોrt સાંધ્યસતત [૭] “अतिदूरात्सामीप्यादिन्द्रियघातान्मनोनवस्थानात् । सौक्ष्म्याव्यवधानादभिभवात्समानाમિહારાગ્ન 19 II” રૂતિ | અવમરઘર સસ્વમાવાનામપિ માવાનાં યથાનુપलम्भोऽभिहितः एवं धर्मास्तिकायादयोऽपि विद्यमाना अपि स्वभावविप्रकर्षान्नोपलभ्यन्त इति मन्तव्यम् ।। ટીકાનો ભાવાનુવાદ: (૪) મનનું અનવસ્થાન છે. અર્થાત્ મન બીજાઠેકાણે ઉપયુક્ત હોવાના કારણે ઇન્દ્રિયોનો પદાર્થ સાથે વ્યાપાર હોવા છતાં) પદાર્થ ઉપલબ્ધ થતો નથી. જેમ ચક્ષુઇન્દ્રિયની પટુતાવાળો વ્યક્તિ પણ બીજે ઠેકાણે મન ભમતું હોય તો વસ્તુ જોતો નથી. તેમાં વસ્તુ તો ઉપલબ્ધ છે. પરંતુ મનની અનુપયોગદશાના કારણે પદાર્થ ઉપલબ્ધ થતો નથી. તથા કહ્યું છે કે “જેમ કોઈ લક્ષ્ય ઉપર એકાગ્રષ્ટિવાળો) બાણાવળી પોતાની આગળથી પરિવારસહિત (ઠાઠમાઠથી) જતા રાજાને જોતો નથી. કારણ કે બાણાવળીનું મન બીજે ઠેકાણે છે.) તે રીતે એકાગ્રચિત્તે ધ્યાન કરવું જોઈએ.” તો શું ત્યાં રાજા જતો ન હતો ? રાજા જતો તો હતો જ. પરંતુ બાણાવળીનું મન અન્યત્ર હોવાના કારણે તેને દેખાતો ન હતો. અથવા જેનું ચિત્ત નાશ પામી ગયું છે, તેઓને વિદ્યમાન પણ પદાર્થની ઉપલબ્ધિ થતી નથી. (૫) તે પ્રમાણે પદાર્થની સૂક્ષ્મતાથી પણ પદાર્થ અનુપલબ્ધ રહે છે. જેમ ઘરના કાણાવાળા ભાગમાંથી નિકળતો અને આવતો ધૂમ, ઉષ્મા તથા ત્રસરેણુઓ સૂક્ષ્મ હોવાથી ઉપલબ્ધ થતા નથી અથવા પરમાણુ-યણુકાદિ, સૂક્ષ્મનિગોદઆદિ ઉપલબ્ધ થતા નથી. તેથી શું તે વિદ્યમાન નથી? વિદ્યમાન તો છે, પરંતુ સૂક્ષ્મ હોવાથી ઉપલબ્ધ થતા નથી. () આવરણથી પણ પદાર્થ ઉપલબ્ધ થતો નથી. ભીંતાદિના વ્યવધાનથી કે જ્ઞાનાદિના આવરણથી પદાર્થ ઉપલબ્ધ થતો નથી. તેમાં ભીંતાદિના વ્યવધાનથી પદાર્થ ઉપલબ્ધ થતો નથી. જેમકે ભીંતની પાછળ રહેલ વસ્તુ ઉપલબ્ધ થતી નથી. તો શું વસ્તુ નથી ? વસ્તુ તો છે જ. પરંતુ ભીંતરૂપ વ્યવધાનથી ઉપલબ્ધ થતી નથી. એ પ્રમાણે પોતાની પીઠની, કાનની કે મસ્તકની પાછળ રહેલી વિદ્યામાનવસ્તુ પણ ઉપલબ્ધ થતી નથી. તથા ચંદ્રમંડલનો પાછળનો ભાગ વિદ્યમાન હોવા છતાં આગળના ભાગથી વ્યવહિત હોવાના કારણે દેખાતો નથી. જ્ઞાનાદિના આવરણથી પણ પદાર્થની ઉપલબ્ધિ થતી નથી. જેમકે મતિમંદતાના કારણે શાસ્ત્ર કથિત સૂક્ષ્મપદાર્થવિશેષો વિદ્યમાન હોવા છતાં ઉપલબ્ધ થતા નથી. અથવા સમુદ્રના પાણીના જથ્થાનું પરિમાણ હોવા છતાં પણ માપી શકાતું નથી અથવા વિસ્મૃતિથી પૂર્વે ઉપલબ્ધ થયેલી વસ્તુની પણ ઉપલબ્ધિ થતી નથી. મોહથી વિદ્યમાન એવા જીવાદિતત્ત્વોની પણ ઉપલબ્ધિ થતી નથી.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy