SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ३८६ षड्दर्शन समुद्यय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन હોવાના કારણે દૃષ્ટાંતમાં સાધ્યવિકલતા આવશે. આ રીતે સમસ્ત અનુમાનોના ઉચ્છેદની આપત્તિ આવશે. વળી અન્વય અને વ્યતિરેકથી ગ્રહણ થતી વ્યાપ્તિ સામાન્યરૂપથી જ થાય છે. કારણકે વિશેષો તો અનંત છે તથા એકવિશેષનો ધર્મ બીજાવિશેષમાં પ્રાપ્ત થતો ન હોવાના કારણે વ્યભિચારી પણ છે. આથી વિશેષધર્મની અપેક્ષાથી અન્વય-વ્યતિરેક ગ્રહણ કરવા શક્ય નથી. આથી પ્રસ્તુત અનુમાનમાં પણ સામાન્ય બુદ્ધિમાનરૂપ કર્તાની સાથે જ કાર્યત્વહેતુની વ્યાપ્તિ વિવક્ષિત છે. પરંતુ અસર્વજ્ઞ કે શરીરિ કર્તાવિશેષની સાથે વ્યાપ્તિ ગ્રહણ કરવી ઇષ્ટ નથી. વળી કાર્ય કરવાની સામગ્રીમાં શરીરનો ઉપયોગ પણ નથી. અર્થાત્ કાર્ય કરવાની સામગ્રીમાં શરીરનો સમાવેશ નથી, કારણકે શરીર ન પણ હોય, પરંતુ કારણસામગ્રીનું જ્ઞાન, કાર્ય કરવાની ઇચ્છા અને તેને અનુકૂલપ્રયત્ન હોવા થકી કાર્યોત્પત્તિ થઈ જ જાય છે. (જેમકે પ્રાણી જ્યારે મરે છે અને નવા શરીરને ધારણ કરવા તૈયાર થાય છે, તે સમયે સ્કૂલશરીર હોતું નથી. છતાંપણ પોતાના નવાશરીરનો કર્તા થઈ જાય છે. આથી શરીર અકિંચિત્કર છે.) આમ અકિંચિત્કરશરીર સહચારી બનવા માત્રથી કારણ બની જતું નથી. કારણ બનવા માટે તો કોઈ કાર્ય કરતું હોવું જોઈએ અને જો સહચારી હોવામાત્રથી જ પદાર્થોને કારણ માનવાનો પ્રારંભ કરશો તો ધૂમપ્રતિ અગ્નિની પીળાશ કે ભૂરાપણાને પણ કારણ માનવું પડશે. વળી જ્યારે કુંભાર સુતો હોય અથવા બીજા કાર્યમાં વ્યસ્ત હોય, તે સમયે શરીર વિદ્યમાન હોવા છતાં પણ ઘડાની ઉત્પત્તિ થતી નથી. આથી માનવું જ પડશે કે તે સમયે કુલાલ હોવા છતાં જ્ઞાન, ઇચ્છા અને કૃતિ આ ત્રણમાંથી કોઈ એકનો કે ત્રણેનો અભાવ હોવાથી ઘટોત્પત્તિ થઈ નથી. આથી જ્ઞાન, ઇચ્છા, કૃતિ આ ત્રણથી જ કુંભાર કે બુદ્ધિમાનકર્તામાં કર્તુત્વ આવે છે. માત્ર શરીર હોવાથી નહિ. આમ સર્વપ્રથમ કાર્યોત્પત્તિમાં કાર્યની કારણસામગ્રીનું જ્ઞાન કરવું પડે, તે પછી કાર્ય કરવાની ઇચ્છા થવી જોઈએ અને કાર્ય કરવા માટે પ્રયત્ન થાય, ત્યારે કાર્યની ઉત્પત્તિ થાય છે. તેથી જ્ઞાન, ઇચ્છા અને કૃતિ ત્રણે સમુદિત એક સાથે મળી (કાર્યના) કારણ બને છે અને આ રીતે ત્રણેની વિદ્યમાનતામાં ક્યારે પણ કાર્યોત્પત્તિમાં વ્યભિચાર આવતો નથી. ___ सर्वज्ञता चास्याखिलकार्यकर्तृत्वात्सिद्धा । प्रयोगोऽत्र-ईश्वरः सर्वज्ञोऽखिलक्षित्यादिकार्यकर्तृत्वात् । यो हि यस्य कर्ता स तदुपादानाद्यभिज्ञः, यथा घटोत्पादकः कुलालो मृत्पिण्डाद्यभिज्ञः, जगतः कर्ता चायम्, तस्मात्सर्वज्ञ इति । उपादानं हि जगतः पार्थिवाप्यतैजसवायवीयलक्षणाश्चतुर्विधाः परमाणवः, निमित्तकारणमदृष्टादि, भोक्तात्मा,
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy