SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन ३८५ જેને ઈશ્વરને સૃષ્ટિકર્તા માનવામાં કોઈ સાધકપ્રમાણ નથી. તેથી ઈશ્વરને દેવ કેવી રીતે મનાય ? ઈશ્વરવાદ : ઇશ્વરને સૃષ્ટિકર્તા માનવામાં સાધકપ્રમાણ છે. તે અનુમાન પ્રમાણ આ છે. fક્ષત્યાદિં વૃદ્ધિ અર્જુ, વાર્થત્યાત, પવિત્ | અર્થાત્ પૃથ્વી, પર્વત વગેરે સર્વવસ્તુઓ બુદ્ધિમાન કર્તાદ્વારા બનેલ છે, કારણકે તે સર્વે કાર્ય છે. જેમ ઘટ કાર્ય છે, તો બુદ્ધિમાન કુંભારદ્વારા બનેલ છે. તેમ સંસારના સમસ્તકાર્ય કોઈને કોઈ બુદ્ધિમાનદ્વારા જ બનેલા છે. તથા કાર્યત્વ હેતુ અસિદ્ધ પણ નથી. (જે હેતુ પક્ષમાં ન રહેતો હોય તે અસિદ્ધ કહેવાય છે. અહીં એવું નથી.) કારણ કે પૃથ્વી વગેરે અવયવવાળા હોવાના કારણે કાર્ય તરીકે પ્રસિદ્ધ છે. (નિયમ છે કે જેને અવયવ હોય તે કાર્ય કહેવાય છે. આ નિયમથી પૃથ્વી વગેરેમાં અવયવો છે. તેથી પૃથ્વી આદિ કાર્ય જ છે. જેમ ઘડો સાવયવ છે તેથી કાર્ય છે, તેમ પૃથ્વીવગેરે પણ સાવયવ હોવાથી કાર્ય છે). અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે- સર્વોપર્વત સર્વ વાર્થ, સાવવત્તાત, ઘટવન્ ! આમ ‘ાર્યત્વ’ હેતુ “ફિત્યાવિ પક્ષમાં રહેતો હોવાથી અસિદ્ધ નથી. જે પદાર્થોનો કર્તા નિશ્ચિત છે, તેવા ઘટાદિ સપક્ષમાં કાર્યત્વ હેતુની વૃત્તિ હોવાથી કાર્યત્વ હેતુ વિરુદ્ધ પણ નથી. જેને ઉત્પન્નકરનાર કોઈ નિશ્ચિતકર્તા નથી, તેવા આકાશાદિ વિપક્ષમાં કાર્યત્વ હેતુની વૃત્તિ ન હોવાથી (અર્થાત્ સાધ્યાભાવવાનમાં હેતુની વૃત્તિ ન હોવાથી) હેતુ અનેકાન્તિક પણ નથી. પ્રત્યક્ષ અને આગમથી પક્ષમાં બાધ ન હોવાથી (અર્થાતુ કાર્યત્વ હેતના સાધ્યરૂપ વિષય (બુદ્ધિમત્કર્તુત્વરૂપ વિષયનો) પક્ષમાં પ્રત્યક્ષથી કે આગમથી બાધ ન હોવાથી) કાર્યત્વ હેતુ કાલાત્યયાપદિષ્ટ (બાધિત) પણ નથી. શંકા ઘટના કર્તા બુદ્ધિમાન કુંભારમાં તો અસર્વજ્ઞત્વ, શરીરત્વ, અસર્વગત–આદિ ધર્મોની સાથે સંબંધ રાખવાવાળું કર્તુત્વ છે. આથી સિત્યાદિના કર્તા પણ અસર્વજ્ઞ, અસવંગત બની જશે. આ પ્રમાણે સર્વજ્ઞ, અશરીરિ, અને સર્વગત ઈશ્વરથી વિપરીત ધર્મવાળા કર્તા સિદ્ધ થવાના કારણે સર્વગત કર્તાને જ સાધ્ય રાખશો તો દષ્ટાંતભૂત કુંભારમાં અશરીરત્વ, સર્વગતત્વ અને સર્વજ્ઞત્વધર્મ નહિ હોવાના કારણે દષ્ટાંત સાધ્યવિકલ બની જશે. સમાધાનઃ તમારી વાત ઉચિત નથી, કારણકે સાધ્ય અને હેતુની વ્યાપ્તિ સામાન્યધર્મથી જ ગ્રહણ કરાતી હોય છે. જો વિશેષધર્મથી વ્યાપ્તિનું ગ્રહણ થાય છે, એમ કહેશો તો સઘળાયે અનુમાનના ઉચ્છેદની આપત્તિ આવશે. જેમ કે મહાનસીયવનિના ધર્મો પર્વતમાં સિદ્ધ થવાથી અનિષ્ટપ્રસંગ આવશે અને પર્વતીયઅગ્નિના ધર્મોની માનસીયઅગ્નિમાં વિદ્યમાનતા ન
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy