SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પર્શન સમુ - ૨, શોક - ૨ તેમાં (૧) સત્ત્વ એટલે વસ્તુનું સ્વસ્વરૂપથી હોવું. (૨) અસત્ત્વ એટલે વસ્તુનું પર સ્વરૂપે ન હોવું. (૩) સદસત્ત્વ એટલે વસ્તુ સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ (અર્થાત્ સ્વરૂપથી વિદ્યમાન અને પરરૂપથી અવિદ્યમાન છે.) તેમાં જોકે સર્વવસ્તુઓ સર્વદા સ્વભાવથી જ સ્વરૂપે સત્ અને પરરૂપે અસતું હોય છે, તો પણ ક્યાંક ક્યારેક કોઈક ઉભૂતવસ્તુની પ્રમાતૃવડે વિવક્ષાકરાય છે, ત્યારે વસ્તુના સત્, અસતું અને સદસત્ આ ત્રણવિકલ્પો થાય ગતિ" છે. ઘટમાં અનંતધર્મો છે. તેમાંથી એક ધર્મ સત્તા પણ છે. યાત્ બસ્તિ પટ:' ઘટ કથંચિત્ સત્ છે. ઘટમાં અસ્તિત્વધર્મ કઈ અપેક્ષાથી છે ? શા માટે છે ? અને કેવી રીતે છે ? આનો ઉત્તર આ પ્રથમભાગો આપે છે. જેમકે (૧) “ઘડો પૃથ્વીથી બને છે પણ પાણીથી નથી બનતો' - આ રીતે (પૃથ્વી) દ્રવ્યથી વિધિઅંશનું મુખ્યપણે સ્થાપન કર્યું અને (ઘટ બનવામાં) પાણી ઉપયોગી થાય છે. પરંતુ તે ગૌણ છે. તેથી તેને ગૌણ તરીકે સ્વીકારીને પૃથ્વીદ્રવ્યને મુખ્ય બનાવ્યું. (૨) ઘડો જે પોતાનું સ્વક્ષેત્ર એવા અમદાવાદનો છે, પણ પરક્ષેત્ર એવા વડોદરાસુરતનો નથી. આમાં પણ વિધિઅંશને મુખ્ય બનાવ્યો અને નિષેધઅંશને ગૌણ બનાવ્યો. આ ક્ષેત્રથી પ્રથમ ભાંગાની વિચારણા કરી. (૩) આ ઘડો શિશિરઋતુનો છે. વસતંઋતુનો નથી. આ કાલસંબંધી પ્રથમ ભાંગાની વિચારણા કરી. (૪) અહીં જે ઘડો છે તે પોતાના લાલરંગથી છે. પણ કાળા રંગથી નથી. આ ભાવથી વિવિલા ધ્વારા વિચારણા કરી. આમ વિધિઅંશને મુખ્ય રાખીને પહેલોભાંગો થાય. (ii) અસત્ત્વ - સર્વ એટલે રાત્ નતિ અર્થાતુ પરરૂપે અવિદ્યમાન. તે જ પદાર્થ (ઉપર કહેલો ઘડો) પારદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિ' યાને અવિદ્યમાન' રૂપ હોય છે. આ રીતે ૬ નાસ્તિ = સર્વ - બીજોભાંગો થયો. આ બીજોભાંગો થયો. આ બીજોભાંગો દ્રવ્ય, શ્રેત્ર, કાલ અને ભાવથી નિષેધઅંશનું મુખ્યપણે અને વિધિઅંશનું ગૌણપણે પ્રતિપાદન કરે છે. દ્રવ્ય ગુણોનો આધાર છે. ઘડામાં માટી સ્વદ્રવ્ય છે અને સોનું, રૂપું વગેરે પરદ્રવ્ય છે. જ્યારે પરદ્રવ્યની મુખ્યતા હોય છે, ત્યારે નિષેધ પણ મુખ્યપણે હોય છે. અર્થાત્ “પરરૂપે અવિદ્યમાન હોય” તે અંશ મુખ્યબને, તે બીજોભાંગો. જેમકે ઘડો સોના-ચાંદી વગેરેમાંથી નથી બનતો, પણ માટીમાંથી બને છે” અહીં પરદ્રવ્ય સોનું આદિ ઘડામાં અવિદ્યમાન છે એ સૂચવે છે. બીજી રીતે ચાલૂ નાસ્તિ ૮:-ઘટ કથંચિત્ અસતું છે. એટલે કે ઘટથી પરદ્રવ્યરૂપ જે સોનુંઆદિ છે, તે ઘટમાં નથી તે ઘટમાં અવિદ્યમાન છે. તે મુખ્ય બનાવે છે. પ્રથમ ભાંગામાં સ્વચતુષ્ટયની(સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર,સ્વકાલ, સ્વભાવની) અપેક્ષાથી અસ્તિત્વનું નિરૂપણ કર્યું હતું અને અહીં બીજા ભાંગામાં પરચતુષ્ટયની (પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ, પરભાવના) અપેક્ષાથી નિષેધનું નિરૂપણ કર્યું છે. (૩) સ ર્વ - અર્થાતું “દુ મસ્તિ ૬ નાસ્તિ" એટલે કે સ્વરૂપથી વિદ્યમાન અને પરરૂપથી અવિદ્યમાન. સર્વ પદાર્થો પોત-પોતાની (સ્વની) અપેક્ષા રાખીને અસ્તિત્વ (સત્ત્વ) રૂપે હોય છે. અને પરની અપેક્ષા રાખીને “નાસ્તિ'રૂપે હોય છે. તેથી સન્મતિ ચાત્ નાસ્તિ' સ્વરૂપ ત્રીજો ભાંગો કહેલ છે. દ્રવ્યાદિ ચાર સ્વરૂપ અને પર-રૂપ નક્કી કરે છે. વિશ્વમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાએ કરીને સ્વ-રૂપ અને પર-રૂપ થાય છે. સ્વ-રૂપ અને પર-રૂપને લક્ષ્યમાં લઈને જ (વસ્તુનું) સત્ત્વ અને અસત્ત્વ અનુક્રમે બને છે. એકસાથે થતું નથી. આ રીતે વિધિ-નિષેધની કલ્પનાથી ત્રીજો ભાંગો થાય છે. આનો અર્થ એ થયો કે ક્રમિકરીતે સ્વદ્રવ્યાદિથી વસ્તુ “સત્ત્વવાળી બને છે અને પરદ્રવ્યાદિથી વસ્તુ “અસત્ત્વ' વાળી બને છે. જેમકે ઘટનું સ્વદ્રવ્ય માટીથી સત્ત્વ છે અને પરદ્રવ્ય સુવર્ણથી અસત્ત્વ છે. ટુંકમાં ‘શાત્ સ્તિ-નાસ્તિ પટ: એટલે કે “કથંચિત્ ઘટ છે અને કથંચિતું નથી... આ ત્રીજો ભાંગો છે. આ ભાંગામાં ક્રમશઃ પ્રથમ વિધિની અને પછી નિષેધન વિવેક્ષા હોય છે અને તેમાં દ્રવ્યાદિ સ્વ ચતુષ્ટયની અપેક્ષાથી સત્તાનું તથા પર-દ્રવ્યાદિચતયની અપેક્ષા અસત્તાનું ક્રમશ: કથન કરવામાં આવે છે. (પહેલા
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy