SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक-१ પળિયા-વૃદ્ધાવસ્થા આવવી વગેરે અવસ્થાવિશેષ કાલવિના ઘટતી નથી. પ્રતિનિયત કાલના વિભાગથી જ તેઓની ઉપલબ્ધિ થાય છે. જો સર્વ જગતની અવસ્થાવિશેષને કાલકૃત માનવામાં ન આવે તો જગત અવ્યવસ્થાથી ભરાઈ જાય. અને તેવું જોવાતું નથી અને ઇષ્ટપણ નથી. વળી મગની દાળનો પરિપાક પણ કાલવિના લોકમાં થતો જોવાતો નથી. પરંતુ કાલક્રમે જ પરિપાક થતો જોવાય છે. અન્યથા સ્થાલિ અને ઇન્ધનાદિ સામગ્રીનો સંપર્કથતાંની સાથે જ પ્રથમ સમયમાં પણ તેના (પરિપાક)નો સદ્ભાવ માનવો પડે. (પણ એવું) નથી. તેથી જે કૃતક (જન્ય) છે, તે સર્વ કાલકૃત છે. તથા (કાલવાદિની આ જ વાતનો સંગ્રહ કરતાં) શાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં કહ્યું છે કે “ગર્ભ, બાલ-યુવાનાદિ અવસ્થા જે કંઈ લોકમાં ઉત્પન્ન થાય છે, તે કાલવિના ઉત્પન્ન થઈ શકતા નથી. તેનું કારણ ખરેખર આ કાલ જ છે. (૧). કાલ વિના સ્થાલિ-ઇલ્પનાદિના સંનિધાનમાં શું મગનો પરિપાક જોવાયો છે? (ના, નથી જોવાયો.) તેથી કાલથી જ મગનો પરિપાક મનાયેલો છે. (૨). કાલના અભાવમાં બીજાઓએ માનેલા હેતુમાત્રથી સર્વનો ઉદ્ભવ થાય છે, તેમ માનશો તો ગર્ભાદિ સર્વ અવ્યવસ્થા થઈ જશે. (૩).” (મહાભારતમાં કહ્યું છે કે, પૃથ્વી આદિ પાંચભૂતોને કાલ જ પકવે છે. કાલ જ પ્રજા સંહરે છે. કાલ સૂતેલાઓને જગાડે છે. (આથી) કાલ ખરેખર દુરતિક્રમ છે.” અહીં (ઉપરના ત્રીજા શ્લોકમાં) જે ‘ઘરેહેતુમાવત્રિત કહ્યું તેનો અર્થ આ રીતે સમજવો - બીજાઓને ઇચ્છિત સ્ત્રી-પુરુષના સંયોગાદિરૂપ હેતુના સર્ભાવમાત્રથી ગર્ભાદિના ઉદ્ભવનો પ્રસંગ હોવાથી... ગર્ભાદિ સર્વ અવ્યવસ્થા થશે. તથા કાલથી પૃથ્વી આદિ પાંચભૂતો પરિપાક (પરિણતિ)ને પામે છે. કાલ પ્રજા સંહરે છે. અર્થાત્ પૂર્વપર્યાયથી યૂત કરીને બીજા પર્યાય વડે લોકોને કાલ સ્થાપે છે. કાલ સુતેલાઓને જગાડે છે. એટલે કાલ જ સૂતેલા માણસને આપત્તિથી રક્ષા કરે છે. આ રીતે ભાવાર્થ જાણવો. તેથી સ્પષ્ટ છે કે કાલનું નિરાકરણકરવા માટે શક્ય નથી. इति-उक्तेनैव प्रकारेण द्वितीयोऽपि विकल्पो वक्तव्यः नवरं कालवादिन इति वक्तव्य ईश्वरवादिन इति वक्तव्यम् । तद्यथा-अस्ति जीवः स्वतो नित्यः ईश्वरतः । ईश्वरवादिनश्च सर्वं जगदीश्वरकृतं मन्यन्ते । ईश्वरं च सहसिद्धज्ञानवैराग्यधर्मेश्वर्यरूपचतुष्टयं प्राणिनां च स्वर्गापवर्गयोः प्रेरकमिति । तदुक्तम्"ज्ञानमप्रतिधं यस्य वैराग्यं च जगत्पतेः । ऐश्वर्यं चैव धर्मश्च सहसिद्धं चतुष्टयम् ।। १ ।।
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy