SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પર્શન સમુઢ મા - સ્ટોક -૨ अत्र परेष्टहेतुसद्भावमात्रादिति पराभिमतवनितापुरुषसंयोगादिरूपहेतुसद्भावमात्रादेव तदुद्भवादिति गर्भाधुद्भवप्रसङ्गात् । तथा काल: पचति, परिपाकं नयति परिणतिं नयति भूतानि पृथिव्यादीनि । तथा कालः संहरते प्रजाः, पूर्वपर्यायात्प्रच्याव्य पर्यायान्तरेण प्रजा लोकान्स्थापयति । तथा कालः सुप्तेषु जागर्ति, काल एव सुप्तं जनमापदो रक्षतीति भावः । तस्माद् हि स्फुटं दुरतिक्रमोऽपाकर्तुमशक्यः काल । ટીકાનો ભાવાનુવાદઃ દ્વિતીયઅંગ સુયગડાંગસૂત્રમાં પરદર્શનોની ૩૬૩ સંખ્યા કહી છે. (તે ૩૬૩ મતોને બતાવતી) સંગ્રહગાથા આ છે. असिइसय किरियाणं अकिरियवाईण होइ चुलसीई । ત્રામાં સત્તી વેફયા વીસ (વીસા) TI9T સૂત્ર. નિ. ગા. ૧૧૯ છે. શ્લોકાર્ચ : ક્રિયાવાદિના ૧૮૦, અક્રિયાવાદિના ૮૪, અજ્ઞાનીના ૬૭ અને વૈયિકોના ૩૨ ભેદો છે. (આમ કુલ ૩૬૩ ભેદો છે.) ગાથાની વ્યાખ્યા : ક્રિયાવાદિના ૧૮૦ ભેદો છે. ક્રિયા એટલે જીવાદિનું અસ્તિત્વ. ‘જીવાદિનું અસ્તિત્વ છે આવું બોલવાના સ્વભાવવાળા (માન્યતાવાળા) ક્રિયાવાદિ છે. (૧૨ પ્રજાપ્રતિમાંના એક) મરીચિકુમાર, કપિલ, ઉલૂક (વૈશેષિકમતના પ્રણેતા), માઠર (ન્યાયશાસ્ત્રકાર) વગેરે ક્રિયાવાદિ છે. તે ક્રિયાવાદિઓની ૧૮૦ સંખ્યા (નીચેના) ઉપાયથી જાણવી. તે જીવાદિ નવપદાર્થોને પરિપાટી વડે પટ્ટીમાં (એક લાઈનમાં) ગોઠવવા. ત્યારબાદ જીવપદાર્થની નીચે સ્વત: અને પરતઃ એમ બે ભેદનો ઉપન્યાસ કરવો. તેની નીચે નિત્ય અને અનિત્ય એમ બે ભેદ, તેની પણ નીચે કાલ, ઈશ્વર, આત્મા, નિયતિ અને સ્વભાવ આ પાંચ ભેદો ગોઠવવા. ત્યારબાદ આ પ્રમાણે વિકલ્પો કરવા ‘તિ નીવ: સ્વતો નિત્ય: રાત્રતઃ' - આ એક વિકલ્પ. આ વિકલ્પનો અર્થ - આ આત્મા સ્વરૂપથી, કાલથી નિત્ય છે. કાલવાદિના મતમાં આ અર્થ થાય છે. કાલકૃત જ સઘળાયે જગતને જેઓ માને છે તે કાલવાદિ કહેવાય છે. (અર્થાતુ કાલવાદિ આત્માને નિત્ય અને કાલને આધીન થઈ પ્રવૃત્તિ કરે છે, તેમ માને છે. તેઓ કહે છે કે ચંપક, અશોક, આંબા આદિ વનસ્પતિ(વૃક્ષો)માં ફુલોનું ઉગવું, ફલ બંધાવવા, ઝાકળના બિંદુઓનું સીંચાવું, કરા પડવા, નક્ષત્રનું પરિભ્રમણ, ગર્ભાધાન, વરસાદ પડવો ઇત્યાદિ; અથવા ઋતુના વિભાગ, બાલ-કુમાર-યૌવન અવસ્થા, મુખ ઉપર કરચલી પડવી,
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy