SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ४४ सांख्यदर्शन ३२७ કારણમાં કાર્યની સત્તા હોય છે. આથી કારણમાં વિદ્યમાન કાર્ય જ ઉત્પન્ન થાય છે. કારણકે અસકારાદિ પાંચકારણો છે. તે પાંચકારણો બતાવતાં સાંખ્યકારિકામાં કહ્યું છે કે... “(૧) અસત્ કારણ બની શકે નહિ. (૨) કારણ સાથે (કાર્યનો) ચોક્કસ સંબંધ હોય છે. (૩) દરેક કાર્ય દરેક કારણમાંથી ઉત્પન્ન થતું નથી. (૪) જે ઉત્પન્ન કરવા કારણ સમર્થ હોય, તેને જ તે ઉત્પન્ન કરી શકે છે. (૫) કાર્ય કારણનો જ સ્વભાવ ધરાવે છે. આ પાંચ કારણથી (કારણમાં વિદ્યમાન કાર્ય જ ઉત્પન્ન થાય છે, તેવો) સત્કાર્યવાદ (સાંગોવડે) સ્વીકારાયેલો છે.” (આ વિષયમાં ટીપ્પણીમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. તે જોઈ લેવું.) જો કારણમાં અવિદ્યમાન (અસ) કાર્ય ઉત્પન્ન થતું હોય તો સર્વત્ર સર્વને સર્વ ઉત્પન્ન કરી શકશે. અર્થાત્ તૃણાદિથી સુવર્ણાદિ પણ ઉત્પન્ન થશે, પરંતુ એવું નથી. તેથી કારણમાં વિદ્યમાન કાર્ય ઉત્પન્ન થાય છે, તેવો સિદ્ધાંત નિશ્ચિત થાય છે. તથા માત્ર દ્રવ્યો જ હોય છે. પરંતુ ઉત્પત્તિ અને વિનાશ સ્વરૂપ કોઈપણ પર્યાયો હોતા નથી. પરંતુ આવિર્ભાવને જ ઉત્પત્તિપર્યાય અને તિરોભાવને જ વિનાશપર્યાય કહેવાય છે. સાંખ્યદર્શનના ષષ્ટિતંત્રના પુન: સંસ્કરણરૂપ માઢરભાષ્ય, સાંખ્યસપ્તતિ, તત્ત્વકૌમુદી, ગૌડપાદભાષ્ય, આત્રેયતંત્ર ઇત્યાદિ ગ્રંથો છે. II૪all सांख्यमतमुपसंजिहीर्षनुत्तरत्र जैनमतमभिधित्सन्नाहહવે સાંખ્યમતનો ઉપસંહાર કરતાં, જૈનમતનું નિરૂપણ કરવાની પ્રતિજ્ઞા કરતાં કહે છે કે. एवं सांख्यमतस्यापि समासो गदितोऽधुना । जैनदर्शनसंक्षेपः कथ्यते सुविचारवान् ।।४४ ।। શ્લોકાઈ આ રીતે સાંખ્યમતનો પણ સંક્ષેપ કહેવાયો. હવે પ્રમાણસિદ્ધ જૈનમતનો સંક્ષેપ કહેવાય છે. I૪૪ व्याख्या-एवमुक्तविधिना सांख्यमतस्यापि न केवलं बौद्धनैयायिकयोरित्यपिशब्दार्थः । समासःसंक्षेपोऽधुना गदितः । जैनदर्शनसंक्षेपः कथ्यते । कथंभूतः सुविचारवान्-सुष्ठु सर्वप्रमाणैरबाधितस्वरूपत्वेन शोभना विचाराः सुविचारास्ते विद्यन्ते यस्य स सुविचारवान्, न पुनरविचारितरमणीयविचारवानिति । अनेनापरदर्शनान्यविचारितरमणीयानीत्यावेदितं मन्तव्यम् । यदुक्तं परैरेव-"पुराणं मानवो धर्मः साङ्गो वेदश्चिकित्सितम् । आज्ञासिद्धानि चत्वारि न हन्तव्यानि हेतुभिः ।।१ ।।" [मनु० १२/११०] परैर्हि
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy