SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ३१४ षड्दर्शन समुद्यय भाग-१, श्लोक - ४१ सांख्यदर्शन થતા હોવાથી અનિત્ય છે, તેમ વ્યક્ત પણ ઉત્પન્ન થતું હોવાથી અનિત્ય છે -(કહેવાનો આશય એ છે કે જેનું કોઈ કારણ હોય તે કાર્ય કહેવાય અને કાર્ય ઉત્પન્ન થયેલું હોવાથી, ઉત્પન્ન થતા પૂર્વે તે આ જ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું નહોતું એમ સ્પષ્ટ થાય છે. તે એકવાર વિનાશ પણ પામી શકે પોતાના સ્વરૂપને ત્યજી પણ શકે છે. આ રીતે વ્યક્ત અનિત્ય પણ છે. અહિં યાદ રાખવું કે સાંખ્યમત પ્રમાણે કોઈપણ વિદ્યમાનપદાર્થોનો આત્યંતિકવિનાશ થઈ શકતો નથી. વિનાશ એટલે પોતાના મૂલકારણમાં મળી જવું તે. વ્યક્તિની અનિત્યતા પણ આ જ અર્થમાં સમજવી.) (૩) વ્યક્ત અવ્યાપી છે. અર્થાતુ વ્યક્ત પ્રતિનિયતદેશવર્તી છે, સર્વગત નથી. (કહેવાનો આશય એ છે કે વ્યક્તિ પ્રતિનિયત=મર્યાદિતદેશકાળવાળું છે. સર્વજગ્યાએ જનાર નથી. જે ઉત્પન્ન થયું છે તે દેશકાલની મર્યાદાવાળું છે, તે વ્યક્તને અવ્યાપી કહ્યું. પરંતુ મહાનતત્ત્વ તો સર્વવ્યાપી છે. તેથી સર્વવ્યક્તતત્ત્વોને અવ્યાપી કહેવામાં દોષ આવશે. સાંખ્યાચાર્ય શ્રીવંશીધર આ વિષયમાં ખૂલાસા કરે છે કે – મહાનવગેરેને જ વ્યાપક કહેવામાં આવ્યા છે. તેઓ પોતાના કારણમાં વ્યાપક હોઈ શકે નહિ અને એટલા અંશે પણ તેઓ અવ્યાપી છે. મહવાલે स्वस्वकारणाव्यापकत्वादुपचरितव्यापकमित्यर्थः] (૪) વ્યક્ત સક્રિય છે. અર્થાત્ અધ્યવસાયઆદિ ક્રિયાઓને કરતું હોવાથી તે સક્રિય છે. અર્થાત્ સંચરણક્રિયાની જેમ વ્યાપારવાનું છે. કહેવાનો આશય એ છે કે – જે અવ્યાપી હોય છે તે સીમાબદ્ધ હોવાથી ક્રિયા કરી શકે છે. શ્રીવાચસ્પતિ મિશ્રએ કહ્યું છે કે સક્રિયં=પરિસ્પન્ડવત અને પરિસ્પન્દ્ર = પ્રવેશ નિ:સરપતિરુપ ક્રિયા - સામાન્ય રીતે આવવાજવાની ક્રિયાને પરિસ્પદ કહેવાય છે. અહિં બુદ્ધિ વગેરે વ્યક્તતત્ત્વો એકદેહ છોડી અન્યદેહ ધારણ કરે છે. માટે પરિસ્પન્દવાળા છે અને તેથી સક્રિય છે. આ વિષયમાં સાંખ્યાચાર્યોમાં મતભેદો છે. શ્રીજયમંગલાની માન્યતા પ્રમાણે ક્રિયા એટલે સંસરણ. તે પ્રધાન સંસારને સર્જે છે, છતાં પણ સર્વવ્યાપી હોવાથી નિષ્ક્રિય છે, એમ માને છે. શ્રી વિજ્ઞાનભિક્ષુ આ મત સ્વીકારતા નથી. સૃષ્ટિનું સર્જન પ્રકૃતિમાં થતા ક્ષોભના કારણે જ થાય છે અને એટલે અંશે પ્રકૃતિ પણ સક્રિય જ છે. તેથી ક્રિયાનો અર્થ અધ્યવસાયાદિરૂપ કરવો. કોઈ ચોક્કસ કાર્ય ઉત્પન્ન કરવાના પ્રયત્નને જ ક્રિયા માનવી. પ્રકૃતિ તો સર્વકાર્યોનું સામાન્યકારણ હોવાથી સક્રિય નહિ રહે. પરંતુ શ્રી બાલારામ આ મતનો વિરોધ કરતાં કહે છે કે ગમનાગમનની ક્રિયા પ્રધાનમાં નથી. તેથી જ સક્રિય નથી, એમ માનવું સમુચિત છે. ઉપર ટીકામાં શ્રી ઇશ્વરકૃત સાંખ્યકારિકાના આધારે વર્ણન કરાયું છે.) (૫) વ્યક્ત અનેક છે. કારણકે તે ૨૩ ભેદસ્વરૂપ છે. (આ વિષયમાં શ્રીગૌડપાદ કહે છે કે... વ્યક્તિમાં બુદ્ધિ, અહંકાર, પાંચતન્માત્રા, અગીયારઇન્દ્રિયો અને પાંચભૂતોનો સમાવેશ થાય છે. આથી તે અનેક છે.)
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy