SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३७ सांख्यदर्शन ३०५ વળી અવિદ્યાને વસ્તુરૂપ માનવામાં સિદ્ધાન્તની હાનિ થાય છે, કારણકે તેઓનું એવું માનવું છે કે વિજ્ઞાનની એક સરખી પરંપરા છે તે જ કાર્યકારણાત્મક સર્વજગત છે. વિજ્ઞાનભિન્ન કોઈપણ બીજીવતુ જ નથી, માટે સિદ્ધાન્તની હાનિના ભયથી તેઓ અવિદ્યાને વસ્તુરૂપ માની શકે નહિ. વળી ક્ષણિકવિજ્ઞાન અને સંતતિવાદી બૌદ્ધો સદશવિજ્ઞાનોની પરંપરા માનવાથી જ્ઞાનનું હેત તો સ્વીકારે છે અને તેને સજાતીયàત કહે છે. પણ અવિદ્યાને જ્ઞાનભિન્ન ભાવરૂપ પદાર્થ માને તો તેમને વિજાતીયત માનવું પડે, કારણકે જ્ઞાન અને જ્ઞાનભિન્ન ભાવરૂપ પદાર્થ એ બે સજાતીયઢત ન કહેવાય. જ્ઞાનનો સજાતીય પદાર્થ બીજું જ્ઞાન થઈ શકે. જ્ઞાનથી વિલક્ષણ કોઈ બીજો પદાર્થ જ્ઞાનનો સજાતીય ન કહેવાય. માટે વિજાતીયતના ભયથી તેઓ અવિદ્યાને વસ્તુસ્વરૂપ માની શકે નહીં. પૂર્વપક્ષ (બૌદ્ધ) જો અવિઘાને સત્ રૂપ કે અસતુ રૂપ પણ માનવામાં ન આવે એટલે કે સત્ અને અસત્ રૂપથી જુદા પ્રકારની અવિદ્યા છે, એમ માનવામાં આવે તો અતàતત્વરૂપ દોષ પણ આવે નહિ. માટે અવિદ્યા સત્ અને અસત્ રૂપથી ભંગ થાય નહિ. અને વિજાતીય તો જુદા જ પ્રકારની છે અને તે જ અવિદ્યા બંધનકારક છે, એમ માનવામાં આવે તો શો દોષ. ઉત્તરપક્ષ (સાંખ્ય) સત્ અને અસતુથી વિલક્ષણ કોઈપણ પદાર્થ જ નથી. કેટલાક પદાર્થો સત્વરૂપ છે અને કેટલાક અસતુરૂપ છે. ત્રીજો કોઈપણ પ્રકાર જ જણાતો નથી કે જેમાં અવિદ્યાનો સમાવેશ કરી શકાય, માટે એવી અવિદ્યા માનવામાં કોઈપણ પ્રમાણ નથી. પૂર્વપક્ષ (બોદ્ધ): મહર્ષિકણાદ જેમ છે જ પદાર્થો માને છે. અને મહર્ષિ ગૌતમ સોળ જ પદાર્થો માને છે. તેમ અમે પરિમિત પદાર્થવાદી નથી, માટે અમારા મતમાં કોઈ એવોપણ પદાર્થ છે કે જે ભાવ અને અભાવરૂપથી ભિન્ન છે. જગતું અનંત અને વિચિત્ર છે. માટે એવા પદાર્થના હોવામાં કશો સંદેહ નથી, તેમ અસંભવ પણ નથી. ઉત્તરપક્ષ (સાંખ્ય)ઃ ભલે તમે પરિમિતપદાર્થો ન માનો, છતાં પણ જે પદાર્થ માનવામાં કોઈપણ પ્રમાણ કે યુક્તિ નથી, તેનો સ્વીકાર કરી શકાય નહીં. જો તમે પ્રમાણશૂન્ય પદાર્થનો સ્વીકાર કરશો તો તે અપ્રમાણિક હોવાથી તમે બાળક અને ગાંડા માણસ પેઠે લેખાશો. – ક્ષણિકવિજ્ઞાનવાદિ બોદ્ધના મતમાં વાસના પણ બંધનનું કારણ થઈ શકતી નથી. તે સમજાવાય છે. પ્રવાહરૂપે અનાદિ જે વિષયોની વાસના છે, તે પણ બૌદ્ધોના મતમાં બંધનનું કારણ થઈ શકે નહિ, કારણકે એમના મતમાં વાસના પણ ક્ષણિક છે. હવે વાસના બંધનનું કારણ ન થવામાં સાંખ્ય હેતુ આપે છે. જેનું પ્રતિબિંબ પાડવું હોય તે અને જેમાં પ્રતિબિંબ પાડવું હોય તે, એ બંને જો એક જ ઠેકાણે હોય તો જ પ્રતિબિંબ પડી શકે છે. શરીરની અંદર રહેલી ક્ષણિકવિજ્ઞાનની પરંપરામાં બહારના વિષયોનું પ્રતિબિંબ પડી શકે નહીં, માટે બૌદ્ધમત પ્રમાણે વાસના બંધનનું કારણ થઈ શકતી નથી. વળી જો આત્માને વ્યાપક માની અંદર અને બહાર સર્વત્ર છે. એમ માનો તો પણ, સુખ, દુ:ખની વ્યવસ્થા થઈ શકશે નહિ, કારણ કે જે ક્ષણિકવિજ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે તે બીજીક્ષણમાં વાસના સાથે જ નાશ પામે છે, તો હવે વાસના સિવાય દુ:ખની વ્યવસ્થા કેવી રીતે થઈ શકે. બોદ્ધ : ક્ષણિકવિજ્ઞાનોમાં એવું અદૃષ્ટ કારણ છે કે જે એક વિજ્ઞાનમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં જાય છે. અને એને લઈને જ સુખદુઃખની વ્યવસ્થા થાય છે. સાંખ્ય : અદષ્ટકારણ માનવાથી પણ સુખદુ:ખની વ્યવસ્થા થઈ શકશે નહિ, કારણકે પૂર્વવિજ્ઞાનમાંથી ઉત્તરવિજ્ઞાનમાં તમે માનેલું અદૃષ્ટકારણ ત્યારે જ જઈ શકે કે, જ્યારે પૂર્વભાવિ અને પશ્ચાદ્રભાવિ બે વિજ્ઞાનો
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy