SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३७ सांख्यदर्शन કહેવાનો આશય એ છે કે જો કોઈ એવી શંકા કરે કે કાપડનો રંગ સ્વભાવે સફેદ છે. છતાં પણ તેને કાળો કે લાલ રંગ દેવાથી તેનો સફેદ રંગ દૂર થાય છે, તેમ જ બીજમાં અંકર ઉત્પન્નકરવાની શક્તિ સ્વાભાવિક છે. છતાં તેને રોકવાથી તેની સ્વાભાવિક અંકુરજનનશક્તિ દૂર કરી શકાય છે, તેમ સ્વાભાવિકબંધનની પણ નિવૃત્તિ તત્ત્વજ્ઞાનથી કરી શકાય છે. ઉત્તરપક્ષ (સાંખ્ય) શક્તિનો આવિર્ભાવ અને તિરોભાવ હોવાથી અશક્યનો ઉપદેશ થઈ શકતો નથી. કહેવાનો આશય એ છે શક્તિનો આવિર્ભાવ અને તિરોભાવ થાય છે. તેથી ઉક્ત બે ઉદાહરણોથી અશક્ય વસ્તુના ઉપદેશની સિદ્ધિ થતી નથી. સફેદવસ્ત્રમાં કાળો કે લાલ રંગ દેવાથી સફેદરંગનો તિરોભાવ (અપ્રકટતા) થાય છે, તેથી ધોબી પાસે ધોવડાવવાથી અથવા અન્ય ઉપાયથી તે રંગ દૂર કરી પાછો રંગ લાવી શકાય છે. બીજમાં પણ અંકુરજનનની શક્તિનો તિરોભાવ જ થાય છે; કારણકે તે શક્તિ પણ પાછી લાવી શકાય છે, માટે સ્વાભાવિકશક્તિનો નાશ થતો નથી. એ કારણથી આત્મામાં બંધન સ્વાભાવિક માનવું તે યોગ્ય નથી. જે લોકો કાળને બંધનનું કારણ માને છે, તેનું સાંખ્યો નિરાકરણ કરે છે. જો વાકાતો વ્યાપિનો નિત્યસ્થ સર્વસવસ્થાત્ ll૧-૧૨ સાં. સૂ|િ અર્થાત્ કાલના સંબંધથી બંધન થતું નથી. વ્યાપક અને નિત્ય હોવાથી, સર્વસાથે સંબંધ હોવાથી. કહેવાનો ભાવ એ છે કે કાળ બંધનનું કારણ નથી. કારણ કે કાળ વ્યાપક અને નિત્ય હોવાથી, તેનો સર્વવસ્તુ સાથે સંબંધ છે. મુક્તજીવાત્માઓને પણ કાળ સાથે સંબંધ છે, તેથી જો કાળને બંધનનું કારણ માનીએ તો, તેઓ પણ કાળના સંબંધમાં આવી બદ્ધ થઈ જાય, માટે કાળને બંધનનું કારણ માનવું એ યોગ્ય નથી. દેશ, કર્મ પણ બંધનના કારણ નથી, એમ સાંખ્યો માને છે. સાક્ષાતપ્રકૃતિ પણ બંધનનું કારણ થઈ શકતી નથી. કારણકે પ્રકૃતિરૂપ કારણથી બંધન થાય છે, જો એમ કહો તો તેને પણ પરતંત્રતા છે. અર્થાત્ જો કહો કે પ્રકૃતિ પોતે જ સાક્ષાતું બંધનનું કારણ છે તો તે ઠીક નથી, કારણકે તે પણ પરતંત્ર છે. આત્માનો અજ્ઞાનમૂલક પ્રકૃતિ સાથે જે સંયોગ છે, તે જ સંયોગને આધીન થઈ પ્રકૃતિ બંધનકારક થાય છે, સાક્ષાત્ નહીં. અર્થાત્ અજ્ઞાનમૂલક સંયોગ જ બંધનનું મુખ્ય કારણ છે. પ્રકૃતિ તો ગૌણ પડી જાય છે. જો પ્રકૃતિ કોઈની પણ અપેક્ષા રાખ્યા સિવાય બંધનકારક હોય તો તે સર્વે મુક્તઆત્માઓ સાથે પણ હોવાથી તેમને પણ બદ્ધ કરે. અને પરિણામે કોઈપણ મુક્ત થઈ શકે જ નહિ. માટે પ્રકૃતિ સાક્ષાત્ બંધનકારક નથી. – હવે બૌદ્ધોએ માનેલા બંધનનાં કારણો પ્રામાણિક ન હોવાથી તેમનું ખંડન સાંખ્યો કરે છે. બૌદ્ધોમાં એક વિજ્ઞાનાદ્વૈત માનનાર સંપ્રદાય છે. તેનું માનવું છે કે ક્ષણિકવિજ્ઞાનોની પરંપરા જ બધું જગત છે. બાહ્ય જે સૃષ્ટિ દેખાય છે તે ખોટી છે. અને પ્રકૃતિ જેવું કશું જડ જગતનું ઉપાદાનકારણ નથી. આત્મામાં જે બંધન છે, તેનું કારણ પણ અવિદ્યા જ છે. તેનું ખંડન કરાય છે - નાવિદ્યાતોડ થવસ્તુના વન્યાયો ll૧-૨૦-સાંસૂરી અર્થાત્ અવિદ્યાથી પણ બંધન થઈ શકતું નથી. અવસુરૂપ હોવાથી તેનાથી બંધનનો યોગ થઈ શકે નહીં. અવિદ્યાથી પણ બંધન થઈ શકતું નથી. કારણ કે તેઓના મતમાં વિદ્યા=જ્ઞાન અને અવિદ્યા=જ્ઞાનનો અભાવ. હવે જે અવિદ્યા કે જે અભાવસ્વરૂપ છે, તે બંધનકારક કેવી રીતે થઈ શકે? દોરડામાં કદાચિત્ કોઈને સાપનો ભ્રમ થાય અને ભૂલથી તેનો સ્પર્શ કરે અને તે એમ સમજે કે મને સાપ કરડ્યો છે. છતાં પણ તેને સાપનું વિષ ચઢતું નથી. કારણકે તેના શરીરમાં સાપના વિષનો અભાવ છે. આ ઉપરથી સમજી શકાય છે કે અભાવ સુખ કે દુઃખ કરી શકતો નથી. માટે અવિદ્યા કે જે જ્ઞાનનો અભાવ છે તે બંધનકારક થઈ શકે નહિ.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy