SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ २६८ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३५, सांख्यदर्शन કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષ્યા, વિષયાદર્શનને કારણે (મનમાં) ઉત્પન્ન થતું દુઃખ માનસિક દુ:ખ કહેવાય છે. આ વાત-પિત્તાદિની વિષમતા કે કામ-ક્રોધાદિ વિકારો અંદરને અંદર ઉત્પન્ન થાય છે, બહાર દેખાતા નથી. માટે તે આધ્યાત્મિકદુઃખ કહેવાય છે અને આ આધ્યાત્મિક દુ:ખ આંતર ઉપાયથી સાધ્ય છે. બાહ્ય ઉપાયથી નહિ. બાહ્ય ઉપાયથી સાધ્ય દુઃખ બે પ્રકારનું છે (૧) આધિભૌતિક અને (૨) આધિદૈવિક. મનુષ્ય, પશુ, પક્ષ, મૃગ, સરીસૃપ, આ ત્રસ અને સ્થાવરજીવોને નિમિત્તે જે દુ:ખ આવે તે આધિભૌતિક કહેવાય છે. યક્ષ, રાક્ષસ તથા ભૂતાદિના વશના કારણે જે દુઃખ આવે તે આધિદૈવિક. આ ત્રણે દુ:ખો રજોગુણના પરિણામ છે. બુદ્ધિમાં થવાવાળા આ દુઃખોથી જ્યારે જીવ અભિહિત થાય છે, ત્યારે તે દુઃખોના વિઘાતમાટે તત્ત્વોની જિજ્ઞાસા થાય છે. (ઇશ્વરને જગતકર્તા માનનાર (સેશ્વરવાદિ સાંખ્યો)ની માન્યતા છે કે ઈશ્વર જગતનું સર્જન પ્રકૃતિમાં ક્ષોભ કરવાદ્વારા કરે છે. અહીં કોઈકને પ્રશ્ન થાય કે ઈશ્વર પરમકૃપાળુ છે, તો જીવો ને દુઃખ શા માટે આપે છે ? ત્યારે સેશ્વરવાદિ સાંખ્યો ઉત્તર આપે છે કે જ્યાં સુધી જીવને દુઃખ ન આવે, ત્યાં સુધી મોક્ષની જિજ્ઞાસા થતી નથી અને દુઃખત્રયના વિઘાતની પણ જિજ્ઞાસા થતી નથી, તેથી ઈશ્વર તેઓને દુઃખ આપે છે.) તત્ત્વો પચ્ચીસ છે. ૩૪ો. अथ तत्त्वपञ्चविंशतिमेव विवक्षुरादौ सत्त्वादिगुणस्वरूपमाह । હવે પચ્ચીસતત્ત્વોને જ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી પ્રારંભમાં સત્ત્વાદિ ત્રણગુણના સ્વરૂપને કહે છે. सत्त्वं रजस्तमश्चेति ज्ञेयं तावद्गुणत्रयम् । प्रसादतापदैन्यादिकार्यलिङ्ग क्रमेण तत् ।।३५।। શ્લોકાર્ધ સત્ત્વ, રજસુ અને તમસૂ આ ત્રણ ગુણો છે. પ્રસાદ, તાપ તથા દીનતા આદિ કાર્યોથી તેઓનું ક્રમસર અનુમાન થાય છે. तावच्छब्दः अवधारणे (प्रक्रमे) तथैवं ज्ञातव्यं । तेषु पञ्चविंशतौ तत्त्वेषु सत्त्वं सुखलक्षणं, रजो दुःखलक्षणं, तमश्च मोहलक्षणमित्येवं प्रथमं तावद्गुणत्रयमेव ज्ञेयम् । तस्य गुणत्रयस्य कानि लिङ्गानीत्याह-"प्रसाद" इत्यादि । तत्सत्त्वादिगुणत्रयं क्रमेण પ્રતાપચારિવાન્િ | પ્રસવ -પ્રસન્નતા, તા :-સંતાપ, ફ્રેન્ચ-વીનવવનાदिहेतुर्विषण्णता, द्वन्द्वे प्रसादतापदैन्यानि, तानि आदिः प्रकारो येषां कार्याणां तानि
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy