SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन (૧૨) અધિક નિગ્રહસ્થાન : એક જ ઉદાહરણ કે એક જ હેતુન્દ્વારા પ્રતિપાદિત અર્થમાં બીજા હેતુ કે બીજા ઉદાહરણનો ઉપન્યાસ કરતાને અધિક નામનું નિગ્રહસ્થાન થાય છે. કારણકે બીજોહેતુ અનેબીજું ઉદાહરણ આપવાનું કોઈ પ્રયોજન નથી. २४८ (ન્યાયસૂત્ર : હેતુવાદરધિ ધિમ્ II૫-૨-૧૩॥ અર્થ સ્પષ્ટ છે. આ પ્રસંગ જલ્પકથામાં બને છે અને આ બીજો હેતુ અને બીજું ઉદાહરણ આપવું તે પણ ગભરાવાનું ચિહ્ન છે.) (૧૩) પુનરુક્ત નિગ્રહસ્થાન : શબ્દ અને અર્થનું પુન: કથન કરવું, તેને પુનરુક્ત નામનું નિગ્રહસ્થાન કહેવાય છે. આ અનુવાદસિવાય જાણવું. અર્થાત્ અનુવાદમાં પુનરુક્તદોષ લાગતો નથી. જ્યાં તેનો તે જ શબ્દ ફરીથી ઉચ્ચારાય છે, તે શબ્દપુનરુક્ત નિગ્રહસ્થાન છે. જેમકે अनित्यः शब्दोऽनित्यः शब्दः । જ્યાં અર્થ એનો એ જ હોય, પણ તે અર્થ પ્રથમ અન્ય શબ્દવડે ઉચ્ચારાય અને વળી તે જ અર્થ બીજા પર્યાયવડે કહેવાય, તે અર્થપુનરુક્ત નિગ્રહસ્થાન કહેવાય છે. જેમકે “અનિત્યઃ શબ્દો વિનાશી ધ્વનિઃ.” પણ અનુવાદમાં પુનરુક્તિદોષ લાગતો નથી. જેમકે નિગમન. નિગમનમાં હેતુના ઉપદેશથી પ્રતિજ્ઞાનું પુન: કથન થતું હોય છે, તે પુનરુક્તદોષરૂપ નથી. કારણકે બીજાના જ્ઞાન માટે પ્રયોજાયેલ હોય છે. (અહીં એ જાણવું કે જે પ્રથમ પ્રતિજ્ઞા કરી હતી તે માત્ર સાધ્યનો નિર્દેશ હતો અને ફરીથી જે તે જ પ્રતિજ્ઞા કરવામાં આવે છે, તેમાં હેતુનો સંબંધ બતાવેલો હોય છે. માટે તે નિરર્થક નથી, પણ સાર્થક છે. આ કારણથી અનુવાદમાં પુનરુક્તિદોષરૂપે નથી. વળી ૩અનુવારે ત્વપુનરુત શબ્દાભ્યાસા વિશેષોવપત્તેઃ ।।૧-૨-૧ || અર્થાત્ અનુવાદમાં જે પુનઃ કથન હોય છે, તેમાં શબ્દના અભ્યાસથી વિશેષ અર્થ જણાતો હોવાથી પુનરુક્ત નિગ્રહસ્થાન ગણાતું નથી.) (૧૪) અનનુભાષણ નિગ્રહસ્થાન : સભાવડે જાણેલા અને વાદિવડે ત્રણવખત કહેલા પણ અર્થની સામે પ્રતિઉત્તર ન આપવો, તે અનનુભાષણ નામનું પ્રતિવાદિનું નિગ્રહસ્થાન થાય છે. કહેવાનો આશય એ છે કે વાદિએ પોતાના પક્ષની સ્થાપના કરીહોય અને પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા હેતુ આપ્યો હોય, તેનું કથન ત્રણવાર કર્યું હોય અને સભાએ જાણ્યું હોય, છતાં
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy