SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन (૮) સાધ્યસમા જાતિ : સાધ્યની સાથે સમાનતા બતાવવાદ્વારા ખંડન કરવું તે સાધ્યસમા જાતિ કહેવાય છે. જેમકે, જો જે પ્રમાણે ઘટ છે, તે પ્રમાણે (કૃતકત્વ ધર્મના કારણે) શબ્દ પણ પ્રાપ્ત થાય, તો જે પ્રમાણે શબ્દ છે તે પ્રમાણે ઘટ પણ પ્રાપ્ત થાય. અને એથી શબ્દ સાધ્ય છે. એ પ્રમાણે ઘટ પણ સાધ્ય થશે. અને તેથી સાધ્ય (ઘટ) સાધ્ય (શબ્દનું) દૃષ્ટાંત નહીં થાય. જો તમે એમ કહેશો કે “ઘટ અને શબ્દમાં આ રીતે સમાનતા નથી” તો સુતરાં ઘટ દૃષ્ટાંત નહીં થાય. કારણકે બંને વિલક્ષણ છે. (૯-૧૦) પ્રાપ્તિસમા – અપ્રાપ્તિસમા જાતિ : પ્રાપ્ત અને અપ્રાપ્ત વિકલ્પોવડે ખંડન કરવું તે અનુક્રમે પ્રાપ્તિસમા અને અપ્રાપ્તિસમા જાતિ કહેવાય છે. જેમકે જે કૃતકત્વનો હેતુતરીકે ઉપન્યાસ કર્યો છે તે હેતુ શું સાધ્યને પ્રાપ્ત કરીને (સાધ્યને) સિદ્ધ કરે છે કે સાધ્યને પ્રાપ્ત કર્યાવિના (સાધ્યને) સાધે છે ? જો એમ કહેશો કે “હેતુ સાધ્યને પ્રાપ્ત કરીને (સાધ્યને) સાધે છે. તો વિદ્યમાન જ હેતુ અને સાધ્યની પ્રાપ્તિ થાય છે. અને એક વિદ્યમાન અને બીજું અવિદ્યમાન નહીં હોય અને (આથી) બંને વિદ્યમાન હોવાથી કોણ કોનું સાધન થશે અને કોણ કોનું સાધ્ય થશે ? (અર્થાત્ સાધ્ય કોણ બનશે અને સાધન કોણ બનશે, તે નક્કી કરનાર નિયામક કોણ બનશે ?) કહેવાનો આશય એ છે કે જો હેતુ પક્ષમાં સાધ્ય સાથે હોય તો સાધ્ય કરતાં એમાં કશી વિશેષતા રહેતી નથી. માટે એ સાધ્યનો સાધક બનતો નથી. અથવા સાધ્ય પોતે જ સ્વયં પોતાનો કે હેતુનો સાધક શા માટે નહિ ? કારણ કે બંને એક સાથે પક્ષમાં રહે છે. માટે જો હેતુ પક્ષમાં હોય તો (અપ્રાપ્તિસમા' જાતિ બને છે. જો હેતુ પક્ષમાં પ્રાપ્ત ન હોય તો હેતુ સાધ્યને જ સિદ્ધ શા માટે કરે ? શા માટે સાધ્યના અભાવને સિદ્ધ ન કરે ? (આ રીતે અતિપ્રસંગ આવે છે.) કારણકે હેતુ સાધ્યને પ્રાપ્ત નથી, માટે જો અપ્રાપ્ત હેતુ સાધ્યને સિદ્ધ કરતો હોય તો સાધ્યના અભાવને પણ સિદ્ધ કરે જ. આ પ્રમાણે (બ)‘અપ્રાપ્તિસમા” જાતિ બને છે. (અહીં કારક અને જ્ઞાપક બંને જાતના હેતુઓ લેવા.) ૫૩. ૦ ન્યાયસૂત્રાનુસાર સાધ્યસમા જાતિનું લક્ષણ : આધ્યાયાપન પ્રત્યવસ્થાનં ગતિતિ | || ન્યાય પૃ.૭૮ / પક્ષ અને દષ્ટાંતઆદિને સાધ્ય સમાન બતાવવા તેનું “સાધ્યસમા” જાતિ કહેવાય છે. જેમકે સાસુ, શિયાવાન શિવહેતુપુછયો તું, એડવત્ - આત્મા ક્રિયાવાળો છે. કારણકે ક્રિયાનો હેતુ જે સંયોગાદિ ગુણો છે, તેનો સંબંધી હોવાથી, લોષ્ઠ માફક . આ પ્રમાણે સ્થાપના થઈ ગયા પછી પ્રતિવાદિ કહે કે જેમ લોષ્ઠ ક્રિયાવાળું છે. તેમ આત્મા પણ ક્રિયાવાનું છે. તો જેમ આત્મા ક્રિયાવસ્વરૂપે સાધ્ય છે, તેમ લોષ્ઠ પણ સાધ્ય હોવો જોઈએ અને જો તેને સાબતરીકે લઈએ તો દૃષ્ટાંત તરીકે લઈ શકાય નહિ. આ પ્રકારે ખંડન કરવું તેનું નામ સાધ્યસમા જાતિ કહેવાય છે. પક્ષ અને દૃષ્ટાંતને પણ પાંચઅવયવના વિષય હોવાથી અનુમેય તરીકે બતાવવા એ પણ સાધ્યસમા જાતિ કહેવાય છે. (अ-ब) प्राप्त्यप्राप्तिविकल्पाभ्यां प्रत्यवस्थानं प्राप्त्यप्राप्ति समे जाती भवतः ।। न्याय. पृ. १८ ।। (क) प्रसङ्गापादनेन प्रत्यवस्थानं प्रसङगसमा जातिर्भवति ।। न्यायक० - पृ.१८ ।। (ड) प्रतिदृष्टान्तेन प्रत्यवस्थानं प्रतिदृष्टान्तसमा जातिः ।। ન્યાય50 - પૃ. ૧૮ ||
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy