SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ २२२ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन હોવો જોઈએ. પણ ઘટમાં શ્રાવણત્વરૂપ ધર્મ નથી. આથી શબ્દમાં પણ (શ્રાવણત્વ ધર્મ) ન હોવો જોઈએ અને તેથી ઘટની જેમ શબ્દ અનિત્ય પણ ન હોવો જોઈએ. આવા પ્રકારના ખંડનને “અપકર્ષસમા” જાતિ કહેવાય છે. આ સ્થળે પક્ષરૂપ જે શબ્દ છે, તેનો ધર્મ જે શ્રાવણત્વ છે, તેનો અભાવ દૃષ્ટાંતરૂપ ઘટમાં બતાવવામાં આવ્યો છે. અહીં દૃષ્ટાંતની ઉણપ આગળ કરીને સાધ્યનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. તેથી અપકર્ષસમા જાતિ કહેવાય છે. (૫-૭) વણ્યે-અવર્ણસમા જાતિ વર્ય અને અવર્યવડે ખંડન કરવું તેને અનુક્રમે વર્યસમા અને અવણ્યસમા જાતિ કહેવાય છે. પ્રસિદ્ધ હોય તે વર્ણ કહેવાય છે અને તેનાથી વિપરીત (એટલે પ્રસિદ્ધ ન હોય તે) અવર્ણ કહેવાય છે. તે બંને સાધ્ય અને દૃષ્ટાંતના ધર્મનો વિપર્યાસ કરતાં વર્યાવણ્યસમા જાતિનો પ્રયોગ કરે છે. જેમકે જેવા પ્રકારનો શબ્દ (સાધ્ય)નો ધર્મ કૃતકત્વાદિ છે. તેવા પ્રકારનો ઘટ (દૃષ્ટાંત)નો ધર્મ નથી. અને જેવા પ્રકારનો ઘટધર્મ નથી, તેવા પ્રકારનો શબ્દધર્મ નથી. સાધ્યધર્મ અને દૃષ્ટાંતધર્મ સમાન કરવા જોઈએ, પણ અહીં વિપર્યાસ છે. કારણકે જેવા પ્રકારનો ઘટધમ કૃતકત્વાદિ નથી, તેવા પ્રકારનો શબ્દધર્મ છે. તે આ રીતેઘટનું કૃતકત્વ કુંભકારાદિથી જન્ય અન્ય પ્રકારનું છે અને શબ્દનું કૃતકત્વ તાલુ, ઓષ્ઠાદિના વ્યાપારથી જન્ય અન્યપ્રકારનું છે. धर्मान्तरविकल्पेन प्रत्यवस्थानं (अविकल्पसमा जातिः । यथा कृतकं किंचिन्मृदु दृष्टं तूलशय्यादि, किंचित्तु कठिनं कुठारादि, एवं कृतकं किंचिदनित्यं भविष्यति घटादिकं, किंचिञ्च नित्यं शब्दादीति ७ । साध्यसाम्यापादनेन प्रत्यवस्थानं साध्यसमा जातिः । यदि यथा घटस्तथा शब्दः प्राप्तः, तर्हि यथा शब्दस्तथा घट इति शब्दश्च साध्य इति घटोऽपि ૫૨. ન્યાયસૂત્રમાં વર્ણસમા - અવર્ણસમાં જાતિનું લક્ષણઃ જેમાં સાધ્ય સંદિગ્ધ હોય તે ‘વણ્ય' કહેવાય છે. પક્ષમાં સાધ્ય સંદિગ્ધ હોય માટે પક્ષ વચ્ચું કહેવાય છે. જેમકે ઘટોડનિત્ય: સૃત્વાત્, શદ્વવત્, I જો ઘટ અનિત્ય ન હોય તો શબ્દ પણ અનિત્ય ન હોવો જોઈએ. આ સ્થળે ઘટમાં અનિત્યત્વ હોવાનો સંદેહે જ નથી. છતાં તેને જાતિવાદિએ પક્ષ તરીકે બતાવ્યો છે. માટે “વણ્યસમા' જાતિ માનવામાં આવે છે. ઉપરના જ ઉદાહરણમાં, શબ્દમાં અનિત્યત્વ સંદિગ્ધ હોવા છતાં તેને દૃષ્ટાંત તરીકે બતાવવામાં આવ્યો છે, માટે તે અવર્યસમા જાતિ કહેવાય છે. દષ્ટાંત અવસ્થે=અસાધનીય હોય છે. જ્યારે ઉપરના ઉદાહરણમાં શબ્દમાં અનિયત્વ સંદિગ્ધ હોવાથી “વર્ય' બની જાય છે. શબ્દ “અવર્ય” ન હોવા છતાં એને અવર્યુ (દૃષ્ટાંત) બનાવ્યો, માટે “અવર્યસમા” જાતિ બને છે. (૩૪) ઘન્તર વિકજ્વન પ્રત્યવસ્થાનં વિકલ્પસમાં ગતિઃ || ન્યાય 9.9૮ાાં
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy