SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन २११ શંકા છલ-જાતિ આદિ વડે બીજાના પક્ષાદિમાં દૂષણનું ઉત્પાદન કરવું તે સજ્જનોને યુક્ત નથી. (તથી જલ્પમાં એનો સહારો લેવાનું કહ્યું તે યોગ્ય નથી) સમાધાન : આવું ન કહેવું, કારણકે સન્માર્ગની પ્રતિપત્તિના નિમિત્તે છલ, જાતિના સહારો લેવાની પણ અનુજ્ઞા છે જ. અર્થાત્ સન્માર્ગની પ્રતિપત્તિના નિમિત્તપણાથી સ્વ-પરપક્ષના સ્થાપન પૂર્વક છલ-જાતિઆદિના ઉપન્યાસવડે પણ પરના પ્રયોગમાં (પક્ષમાં) દૂષણનું ઉત્પાદન કરવાની અનુજ્ઞા છે. તેથી કહ્યું છે કે “વિતંડાના આટોપથી મંડિત એવા દુશિક્ષિત અને કુતર્કથી ભરેલા બહુ બોલવાવાળાઓના મોઢાઓ શું બીજીરીતે (છલ-આદિના સહારા વિના) જીતવામાટે બંધ કરવા માટે) શક્ય છે ! ITના અને તેઓથી છેતરાયેલો ગતાનુગતિકલોક માર્ગમાંથી કુમાર્ગ તરફ જાય છે. આથી કરુણાવાળા મુનિ (લોકોને માર્ગમાં લાવવા વાદમાં) છલાદિને કહે છે. રા” આ પ્રમાણે સંકટ અને અવસર આવતે છતે છલાદિ વડે પણ સ્વપક્ષની સ્થાપના કરવાની અનુજ્ઞા આપી છે. વળી (સ્વ દ્વારા) બીજાના વિજયમાં ધર્મધ્વસાદિ દોષનો સંભવ નથી. તેથી છલાદિવડે પણ વિજય શ્રેષ્ઠ છે. “સા વિતા તુ અહીં તુ અવધારણ અર્થમાં છે. અને તેનો ક્રમ ભિન્ન છે. તે “ના” સાથે લેવાનો છે. એટલે ‘તુ = સૈવા તે વિજિગીષુકથા જ વાદિએ પ્રયોજેલા પક્ષ અને પ્રતિવાદિએ પ્રયોજેલા પ્રતિપક્ષરહિત (અર્થાત્ પ્રતિપક્ષના સાધનથી રહિત) હોય તો વિતંડા કહેવાય છે. ૪૭વિતંડા કરનાર (વાદિ કે પ્રતિવાદિ) પોતાને સ્વીકૃત પક્ષનું સ્થાપન કર્યા વિના જે કંઈ બોલવા વડે (વાદ વડે) બીજાના પક્ષનું ખંડન કરે છે. ૩oll अथ हेत्वाभासादितत्त्वत्रयस्वरूपं प्रकटयति । હવે ગ્રંથકારશ્રી હેત્વાભાસ, છલ અને જાતિ, આ ત્રણતત્ત્વના સ્વરૂપને પ્રગટ કરે છે. हेत्वाभासा असिद्धाद्याश्छलं कूपो नवोदकः । जातयो दूषणाभासाः पक्षादिर्दूष्यते न यैः ।।३१।। ૪૬. ન્યાયસૂત્રમાં વિતંડાનું લક્ષણ : ૪ પ્રતિપક્ષસ્થાપનાહીનો વિતા ||૧-૨-૩ અર્થાત તે જલ્પ પ્રતિપક્ષની સ્થાપના વિનાનો હોય તો તે વિતંડા કહેવાય છે. વાદિ પક્ષની સ્થાપના કરે એટલે પ્રતિવાદિ પોતાના પક્ષની સ્થાપના કર્યાવિના વાદિના પક્ષનું ખંડન કરે તો સમજવું, કે પ્રતિવાદિ વિતંડા કરે છે. પ્રતિવાદિને પક્ષ હોય છે, પણ તે સ્થાપના કરતો નથી. તે સમજે છે કે વાદિના પક્ષનું ખંડન થશે એટલે મારો પક્ષ સ્થાપન થઈ જ જવાનો છે. આથી પ્રતિવાદિ પ્રતિપક્ષની સ્થાપના કરતો નથી. ખંડન કરવામાં વિતંડાવાદિ પ્રમાણનો, પ્રમાણાભાસનો, છલનો, નિગ્રહસ્થાનનો પણ ઉપયોગ કરે છે. વિતંડાનું ફલ પ્રતિવાદિના છૂપા પક્ષની સિદ્ધિ થવી તે જ છે. આવી વિતંડારૂપ કથા મુમુક્ષુએ સ્વપક્ષના સમર્થન માટે ક્યારે પણ ઉપયોગમાં લેવી નહીં. માત્ર જિતવાની ઇચ્છાવાળા રાગ-દ્વેષવાળા વાદિ-પ્રતિવાદિઓ જ સ્વપક્ષના સમર્થન માટે વિતંડાનો આશ્રય લે છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy