SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્દન સમુય મા - ૨ * 23 શ્લોક-૫૮ના પૂર્વાર્ધમાં જૈનમતના ઉપસંહારની પ્રતિજ્ઞા કરી ઉત્તરાર્ધમાં જૈનમતની પૂર્વાપર અવિરુદ્ધતાનું સૂચન કરી જૈનદર્શનની સર્વોપરિતા અને સર્વજ્ઞ મૂલકતાને સિદ્ધ કરવાનું કામ કર્યું છે. ટીકાકારશ્રીએ જૈનમતમાં પૂર્વાપર અવિરુદ્ધતા અને બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક, મીમાંસક, વૈશેષિક મતમાં અપૂર્ણતા - અસર્વજ્ઞમૂલકતાને સ્પષ્ટ કરી છે. આ રીતે ચોથો અધિકાર પૂર્ણ થાય છે. પાંચમા અધિકારમાં વૈશેષિકમતનું નિરૂપણ છે. દેવતાનું સ્વરૂપ તૈયાયિકદર્શનની સમાન હોવાથી પુનઃ જણાવ્યું નથી. શ્લોક-પ૯માં આ વાતનો નિર્દેશ કરી નૈયાયિકદર્શનથી તત્ત્વના વિષયમાં જે ભેદ છે તે બતાવ્યો છે. શ્લોક-૧૦માં દ્રવ્યાદિ છ તત્ત્વોનાં નામ આપ્યાં છે. શ્લોક-ક૧માં દ્રવ્યના પૃથ્વી આદિ નવ ભેદનું સવિસ્તાર વર્ણન છે તથા ગુણના ૨૫ ભેદોનો ઉલ્લેખ કર્યો છે. શ્લોક-૧૨-૧૩ની ટીકામાં ગુણના ૨૫ ભેદોનું પેટાભેદ સહિત વર્ણન છે. શ્લોક-૬૪માં કર્મના ઉલ્લેષણાદિ પાંચ ભેદોનું નિરૂપણ છે તથા સામાન્યના બે ભેદનો નામોલ્લેખ છે. શ્લોક-ઉપના પૂર્વાર્ધમાં પરસામાન્ય અને અપરસામાન્યનું વર્ણન છે. અવસર પ્રાપ્ત ટીકામાં વ્યક્તિ-અભેદ, તુલ્યત્વ, સંકર, અનવસ્થા, રૂપહાનિ અને અસંબંધ - આ છે જાતિબાધકોનું નિરૂપણ કર્યું છે. શ્લોક-ઉપના ઉત્તરાર્ધમાં વિશેષતત્ત્વનું નિરૂપણ કર્યું છે. શ્લોક-૧૦માં સમવાયતત્ત્વનું નિરૂપણ છે. શ્લોક-૧૭ના પૂર્વાર્ધમાં પ્રમાણની સંખ્યા બતાવી છે અને ઉત્તરાર્ધમાં વૈશેષિકમતનો ઉપસંહાર કર્યો છે. ટીકામાં પ્રત્યક્ષ અને અનુમાન - એમ બે પ્રમાણનું સ્વરૂપ બતાવ્યું છે. પાંચમા અધિકારના અંતે મૂલ ગ્રંથકારશ્રીએ નહિ વર્ણવેલી કેટલીક વૈશેષિકમતની માન્યતાઓને ટીકાકારશ્રીએ વર્ણવી છે. આ રીતે પાંચમો અધિકાર પૂર્ણ થાય છે. છઠ્ઠા અધિકારના પ્રારંભમાં મીમાંસકમતના લિંગ, આચાર અને વેષનું વર્ણન છે. જૈમિની દર્શન પૂર્વમીમાંસાદર્શન તરીકે ઓળખાય છે. આ દર્શનનો વાર્થ જ અહીં જણાવ્યો છે. ઉત્તરમીમાંસાદર્શન કે જેનું બીજું નામ વેદાંતદર્શન છે, તેનું નિરૂપણ કર્યું નથી. માત્ર સામાન્ય ઉલ્લેખ કર્યો છે. શ્લોક-૧૮થી પૂર્વમીમાંસાવાદિના મતનું વર્ણન ચાલુ થાય છે. આ શ્લોકમાં દેવતાનો અભાવ બતાવ્યો છે. ટીકામાં યુક્તિઓ પૂર્વક સર્વજ્ઞદેવનો અભાવ બતાવ્યો છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy