SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ ન સમુદ્રય માTI - ૨ 22 ગાથા-પ૩માં ‘આ નવતત્ત્વની શ્રદ્ધા' દ્વારા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના યોગથી ચારિત્રની યોગ્યતાનું નિરૂપણ કર્યુ છે. ગાથા-પ૪માં “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રવાનું આત્મા જ મોક્ષભાજન બને છે.” તે વાતનું સુંદર નિરૂપણ કર્યું છે. અવસર પ્રાપ્ત તથાભવ્યત્વનું સ્વરૂપ તથા ભવ્ય અને અભવ્ય આત્માનું સ્વરૂપ વર્ણવ્યું છે. તથાભવ્યત્વના પરિપાકથી જ રત્નત્રયીની પ્રાપ્તિનું સૂચન કર્યું છે. શ્લોક-૫૪ની ટીકામાં જૈનદર્શનને માન્ય પ્રમાણનું સામાન્ય લક્ષણ બતાવાયું છે. જ્ઞાનની સ્વપર પ્રકાશકતાનું સુંદર નિરૂપણ કર્યું છે. શ્લોક-પપના પૂર્વાર્ધમાં પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ - એમ બે નામો આપ્યાં છે તથા ઉત્તરાર્ધમાં પ્રમાણના વિષય તરીકે અનંતધર્માત્મક વસ્તુ બતાવી છે. ટીકામાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. અન્ય પ્રમાણોનો આ બે પ્રમાણમાં સમાવેશ બતાવ્યો છે. પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદનું નિરૂપણ છે. (i) સાંવ્યવહારિક, (i) પારમાર્થિક - આ બે ભેદ છે. પરોક્ષ પ્રમાણના પાંચ ભેદનું નિરૂપણ કર્યું છે. (i) સ્મરણ, (ii) પ્રત્યભિજ્ઞા, (iii) તર્ક (iv) અનુમાન, (v) આગમ - આ પાંચ ભેદ છે. શ્લોક-પપના ઉત્તરાર્ધની ટીકામાં વિસ્તારથી ઉભયપ્રમાણના વિષય તરીકે રહેલી વસ્તુની અનંતધર્માત્મકતા યુક્તિઓ અને અનુમાનપ્રયોગથી વિસ્તારથી વર્ણવી છે. શ્લોક-પકમાં મૂલ ગ્રંથકારશ્રી સ્વયં પ્રત્યક્ષ અને પરોક્ષનું લક્ષણ બતાવે છે. ટીકાકારશ્રીએ વિસ્તારથી તેનું સ્વરૂપ વર્ણવ્યું છે. શ્લોક-૫૭માં વસ્તુની અનંતધર્માત્મકતાને વિસ્તારથી દઢ કરવામાં આવી છે. તેમાં સંકરાદિ દોષોનો યુક્તિઓપૂર્વક પરિહાર કર્યો છે. શ્લોક-પ૭ની ટીકામાં બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક, સાંખ્યમત દ્વારા પણ પોતાના શાસ્ત્ર વ્યવહારોમાં જૈનદર્શનના અનેકાંતવાદનો સ્વીકાર કરાયો છે, તે વિસ્તારથી સિદ્ધ કરી બતાવ્યું છે. સાથે સાથે બૌદ્ધાદિ સર્વદર્શનોને ઈચ્છિત દૃષ્ટાંતો અને યુક્તિઓ પણ અનેકાંતવાદી જ સિદ્ધિ કરે છે - તે વાતને તે તે દર્શનના ગ્રંથોના અંશો લઈને બતાવવામાં આવી છે. આ શ્લોકની ટીકામાં ટીકાકારશ્રીએ સ્વપજ્ઞ “પરહેતુતમોભાસ્કર' નામના વાદસ્થલને મૂકીને તમામ દર્શનકારોએ સ્વ-ઈચ્છિત સાધ્યની સિદ્ધિ માટે પ્રયોજેલા હેતુઓ અનેકાંતના સ્વીકાર વિના યથાર્થતાને પામતા નથી - તે સુંદર યુક્તિઓથી સમજાવવાનું કાર્ય કર્યું છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy