SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્દર્શન સમુધ્રુવ ભાગ - ૨, ોવદ - ૨૭, ૨૮, ૨૧, નૈયાયિજ વર્શન त्रिप्रकारं लिङ्गं प्रमितिं जनयत्तत्पूर्वकं सदनुमानमिति द्वितीय व्याख्यानम् । अत्र व्याख्याद्वये प्रथमव्याख्यानमेव बहूनामध्ययनप्रभृतीनामभिमतम् । तत्र च पूर्ववदादीनां व्याख्या द्वितीयव्याख्याने या चतुःप्रकाराभिहिता सेव द्रष्टव्येति ।। १७९ ટીકાનો ભાવાનુવાદ : શંકા : જો સાધ્યધર્મ સર્વદા અપ્રત્યક્ષ હોય તો સાધ્યની સાથે હેતુની વ્યાપ્તિનું ગ્રહણ કેવી રીતે થાય ? કારણકે બંને સંબંધિઓનું પ્રત્યક્ષ થાય ત્યારે જ થાય ને ? સમાધાન : ધર્મિ એવા ઇચ્છાદિ પ્રત્યક્ષથી પ્રતિપન્ન છે (-દેખાય છે.) (તેમ) ગુણત્વ-કાર્યત્વાદિ સાધન પણ ધર્મિના ધર્મપણે પ્રતિપન્ન જ છે અને સ્વસાધ્ય એવા પા૨તંત્ર્યની સાથે ગુણત્વની વ્યાપ્તિ પ્રત્યક્ષથી રૂપાદિમાં જણાય જ છે. (અર્થાત્ ઇચ્છાદિ ધર્મી તો ‘અમિચ્છાવાન્’ આવા માનસપ્રત્યક્ષથી સિદ્ધ જ છે. તે જ રીતે તેમાં રહેવાવાળા ગુણત્વ કે કાર્યત્વરૂપ સાધનધર્મોનું પણ પ્રત્યક્ષ થઈ જ જાય છે. તે સાધનોની પારતંત્ર્યરૂપ સાધ્યની સાથે વ્યાપ્તિ પણ રૂપાદિમાં પ્રત્યક્ષથી દેખાય જ છે, કે રૂપાદિ ગુણ પણ છે અને ઘટાદિ (દ્રવ્ય)ને આશ્રિત પણ છે.) આ રીતે પરતંત્રત્વરૂપ સાધ્યની વ્યાવૃત્તિથી ગુણત્વરૂપ સાધનની વ્યાવૃત્તિ પણ પ્રમાણાન્તરથી જ જાણી લેવાતી હોય છે. પ્રશ્ન : પૂર્વવત્, શેષવત્ અને સામાન્યતોદ્દષ્ટ, આ ત્રણમાં પરસ્પર શું વિશેષ (ભેદ) છે. ઉત્તર : અહિં એક જ ઉદાહરણ લઈને ત્રણેમાં શું વિશેષતા છે તે બતાવે છે. રૂઘ્ધાવે: પરતન્ત્રા, મુળત્વાત્, ભાર્યત્વાત્ વા રુપવત્ । ઇચ્છાદિના પારતંત્ર્યમાત્રની પ્રતિપત્તિમાં (જ્ઞાનમાં) ગુણત્વ અથવા કાર્યત્વ હેતુ પૂર્વે છે, આથી પૂર્વવત્ અનુમાન કહેવાય છે. કારણકે કારણથી કાર્યનું અનુમાન કરાય છે. જેમકે ગુણત્વ હેતુથી ઇચ્છાદિમાં પારતંત્ર્યનું જ્ઞાન કરાય છે. અહીં હેતુ પૂર્વમાં હોવાથી પૂર્વવત્ અનુમાન કહેવાય છે. ગુણ હોવાના કા૨ણે ઇચ્છાદિનું પારતંત્ર્ય સિદ્ધ થતે છતે, તે ઇચ્છાદિના (આત્મા સિવાય) બીજા આશ્રયનો બાધ હોવાથી આત્મા જ વિશેષ આશ્રય હોવાના કારણે (ઇચ્છાદિની આત્મા સિવાય અન્યશરીરાદિમાં પ્રસક્તિનો નિષેધ જણાવતા બાધકપ્રમાણવડે ઇચ્છાદિના આશ્રય તરીકે) આત્મા જણાય છે. તે શેષવત્ અનુમાનનું ફળ છે. (ટૂંકમાં “જે ‘આત્મા’ શબ્દથી વાચ્ય નથી, તે ઇચ્છાદિનો આધાર પણ નથી” આ વ્યતિરેકવ્યાપ્તિથી ઇચ્છાદિના આધાર તરીકે આત્માની પ્રમા કરવી તે શેષવત્ અનુમાનનું ફળ છે. એટલે પૂર્વવત્ અનુમાનથી ઇચ્છાદિનું પારતંત્ર્ય સિદ્ધ થાય છે અને શેષવત્ અનુમાનથી ઇચ્છાદિના આધા૨તરીકે આત્માની સિદ્ધિ થાય છે.) તે સાધ્યધર્મ પારતંત્ર્યનું બીજાધર્મિ એવા રૂપમાં પ્રત્યક્ષત્વ હોવા છતાં પણ, ત્યાં ઇચ્છાદિ
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy