SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन ___ १६५ चरिताव्यपदेश्यव्यवसायात्मिकार्थोपलब्धिजनकमेवाध्यक्षफलं लिङ्गज्ञानमनुमानमिति चेत्, उच्यते । एवमपि विशिष्टज्ञानमेवानुमानं प्रसज्यते । न च ज्ञानस्यैवानुमानत्वम्, "स्मृत्यनुमानागमसंशयप्रतिभास्वप्नज्ञानोहाः सुखादिप्रत्यक्षमिच्छादयश्च मनसो लिङ्गानि [न्याय भा० १/१/१६] इति वचनात् सर्वस्य बोधाबोधरूपस्य विशिष्टफलजनकस्यानुमानत्वादित्यव्याप्तिर्लक्षणदोषः । अतोऽर्थोपलब्धिरव्यभिचारादिविशेषणविशिष्टा तत्पूर्वकपूर्विका, यतस्तदनुमानमित्येव व्याख्यानं युक्तिमत् । ટીકાનો ભાવાનુવાદઃ આ વ્યાખ્યામાં અવ્યાપ્તિઆદિ કોઈપણ દોષ નથી. વળી જેઓ એક “પૂર્વ' શબ્દના લોપના નિર્દેશને સ્વીકારતા નથી, તેઓને પ્રત્યક્ષના ફલમાં અનુમાનત્વની આપત્તિ આવશે. કારણકે પ્રત્યક્ષપ્રમાણનું ફલ પ્રત્યક્ષપ્રમાણપૂર્વક હોય છે. આથી તપૂર્વક હોવાથી, તે પણ અનુમાનરૂપ બની જશે. શંકા પ્રમાની પ્રતિ સાધકતમકારકને જ પ્રમાણ કહેવાય છે. તેથી અકારક પ્રમાણ ન બની શકે. પ્રત્યક્ષના ફલમાં અકારકત્વ હોવાથી અનુમાનત્વનો પ્રસંગ નથી. કહેવાનો આશય એ છે કે પ્રત્યક્ષપ્રમાણના ફલભૂત લિંગજ્ઞાન અવ્યભિચરિત, અવ્યપદેશ્ય તથા વ્યવસાયાત્મિક અર્થોપલબ્ધિને ઉત્પન્ન કરે છે, તે જ અનુમાનરૂપ બની શકે છે. અન્ય નહિ. સમાધાનઃ તમારી આ વ્યાખ્યાથી તો વિશિષ્ટજ્ઞાન જ અનુમાન થઈ શકે છે, જ્ઞાનમાત્ર નહિ. શાસ્ત્રમાં તો અજ્ઞાનાત્મકપદાર્થો પણ લિંગિજ્ઞાનમાં સાધકતમ હોવાથી અનુમાનરૂપ કહ્યા છે. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે... “મૃતિ, અનુમાન, આગમ, સંશય, પ્રતિભા, સ્વપ્નજ્ઞાન, ઉહા, સુખાદિ પ્રત્યક્ષ તથા ઇચ્છાદિ મનના લિંગ છે.” આમાં સ્મૃતિ જ્ઞાનોની જેમ ઇચ્છાદિ અજ્ઞાનાત્મકપદાર્થોનું પણ લિંગઅનુમાન માન્યું જ છે. સૂત્રકારનું તાત્પર્ય એ છે કે – લિંગિજ્ઞાનરૂપ વિશિષ્ટફલને ઉત્પન્ન કરવાવાળો પદાર્થ જ્ઞાનરૂપ હોય કે અજ્ઞાનરૂપ હોય તો પણ અનુમાન કહેવો જોઈએ. આથી વ્યાખ્યામાં અવ્યાપ્તિદોષ આવે જ છે. આથી “અવ્યભિચરિતઆદિ વિશેષણોથી વિશિષ્ટ તપૂર્વકપૂર્વિકા અર્થોપલબ્ધિ જેનાથી પણ ઉત્પન્ન થાય છે, તે અનુમાન કહેવાય છે. તે પછી જ્ઞાનરૂપ હોય કે અજ્ઞાનરૂપ હોય.” આ વ્યાખ્યા યુક્તિયુક્ત છે. नन्वत्रापि त्रिविधग्रहणमनर्थकमिति चेत्, न । अनुमानविभागार्थत्वात् । पूर्ववदादिग्रहणं च स्वभावादिविषयप्रतिषेधेन पूर्ववदादिविषयज्ञापनार्थम् । पूर्ववदायेव
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy