SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - १०, बोद्धदर्शन १२३ અવિનાભાવસંબંધ રાખવાવાળા લિંગની સંભાવના જ નથી. અને લિંગવિના લિંગવિષયક જ્ઞાન કેવી રીતે થશે ? (અર્થાતુ જો લિંગ જ નથી તો લિંગજ્ઞાન કેવી રીતે થશે ?), લિંગજ્ઞાનવિના પહેલા નિશ્ચિત કરાયેલા સંબંધ (વ્યાપ્તિ)નું સ્મરણ પણ કેવી રીતે થશે ? અને તે વ્યાપ્તિના સ્મરણવિના અનુમાન પણ કેવી રીતે થશે. ? આમ જોકે અનુમાન ભ્રાન્ત હોવા છતાં, પરંપરાથી અર્થની સાથે સંબંધ હોવાના કારણે, અનુમાનની પ્રમાણતા સ્વીકારાયેલી છે. તેથી કહ્યું છે કે... “અનુમાન અતસ્મિનું અર્થાત્ જે સ્વલક્ષણરૂપ નથી, તે મિથ્યાસામાન્યમાં તટ્ઠહ અર્થાત્ સ્વલક્ષણાત્મકતાને ગ્રહણ કરવાને કારણે ભ્રાન્ત છે, છતાં સંધાનથી (અર્થાત્ તેમાં પરંપરાથી અર્થની સાથે સંબંધ હોવાના કારણે) પ્રમાણ છે.” - આ જ વાતને શ્રીધર્મકીર્તિએ વિનિશ્ચય નામના ગ્રંથમાં દૃષ્ટાંત આપીને પુષ્ટ કરતાં કહ્યું મણિ અને દીપકની પ્રભામાં મણિની બુદ્ધિથી પ્રવૃત્તિ કરતા બે વ્યક્તિઓનું (અર્થાત્ મણિની પ્રભામાં મણિનું જ્ઞાન કરતા તથા દિપકની પ્રભામાં મણિનું જ્ઞાન કરતા, એ બે વ્યક્તિઓનું) જ્ઞાન આલંબનની દૃષ્ટિથી ભ્રાન્ત છે (-મિથ્યાજ્ઞાન જ છે.) છતાં પણ તે બે જ્ઞાનોથી પ્રવૃત્તિ કરવાવાળા પુરુષોની અર્થક્રિયામાં વિશેષતા હોય જ છે. (અર્થાત્ મણિપ્રભામાં મણિબુદ્ધિવાળાને મણિની પ્રાપ્તિ થઈ જાય છે, પરંતુ દીપકની પ્રભામાં મણિબુદ્ધિવાળાને મણિની પ્રાપ્તિ થતી નથી.) તે પ્રમાણે અનુમાન અને અનુમાનાભાસ જોકે મિથ્યા (અયથાર્થ) છે, તો પણ અનુમાનથી પ્રવૃત્તિ કરતાં અર્થક્રિયા થઈ જાય છે. (આથી અર્થક્રિયાના અનુરોધથી) અનુમાનમાં પ્રમાણતા આવે છે. અનુમાનાભાસમાં પ્રમાણતા આવતી નથી.” तथानुमानलक्षणमाह-"त्रिरूपाल्लिङ्गतः” Aइत्यादि । त्रीणि रुपाणि पक्षधर्मत्वादीनि वक्ष्यमाणानि यस्य तत्रिरूपं त्रिस्वभावमित्यर्थः । तस्मात्रिरूपाल्लिङ्गाद्धेतोः सम्यगवगताल्लिङ्गिनः परोक्षस्य वस्तुनो यज्ज्ञानं, तदनुमानसंज्ञितं प्रमाणम् । अनु पश्चाल्लिङ्गग्रहणादनन्तरं परोक्षस्य वस्तुनो मानं ज्ञानमनुमानमिति ह्यनुमानशब्दस्यार्थः । अत्र श्लोके चरमपादस्य नवाक्षरत्वेऽप्यार्षत्वान्न दोषः । इदमत्र तत्त्वम्-यथा जने छत्रादिलिङ्गैर्दृष्टैर्लिङ्गी राजा निश्चीयते, तथा त्रिरूपेण लिङ्गेन धूमादिना क्वचिदुपलब्धेन परोक्षः पदार्थो लिङ्गी वह्न्यादिस्तत्र सन् विज्ञायते । इदं लिङ्गालिङ्गिज्ञानमनुमानमभिधीयते । तञ्च द्वेधा, स्वार्थं परार्थं च । यदा च त्रिरूपालिङ्गात् स्वयं लिङ्गिनं साध्यं प्रतिपद्यते, तदा स्वार्थमनुमानम् । यदा तु परं प्रति साध्यस्य प्रतिपत्तये त्रिरूपहेत्वभिधानं, A तत्र स्वार्थं त्रिरुपाल्लिङ्गाद् यदनुमेये ज्ञानं तदनुमानम् । न्यायबि० ।२।३।।
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy