SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १०, बोद्धदर्शन यथा तथाऽयथार्थत्वेऽप्यनुमानं तदा तयोः । अर्थक्रियानुरोधेन प्रमाणत्वं વ્યવસ્થિતમ || ૨ ” vo વા૦ ૨/૫૭/૧૮] રૂતિ | ટીકાનો ભાવાનુવાદ: પ્રત્યક્ષના લક્ષણમાં “બ્રાન્ત’ વિશેષણના ગ્રહણથી અને અનુમાનના લક્ષણમાં તેનું ગ્રહણ ન હોવાથી અનુમાન “ભ્રાન્ત” છે, તેવું સૂચન થાય છે. તે આ પ્રમાણે છે - અનુમાન ભ્રાન્ત છે. કારણ કે તે સામાન્યપદાર્થને વિષય બનાવે છે. સામાન્યપદાર્થ તો “તે સ્વલક્ષણરૂપ વ્યક્તિઓથી ભિન્ન છે કે અભિન્ન છે ? “ઇત્યાદિ વિકલ્પોથી ખંડિત થઈ જવાના કારણે સિદ્ધ થતો નથી. પરંતુ અનુમાન તે મિથ્યાસામાન્યને સ્વલક્ષણરૂપથી (કલ્પના કરી) ગ્રહણ કરે છે. અતસ્મિનું = અસ્વલક્ષણમાં તસ્વલક્ષણરૂપે જ્ઞાન કરવું તે ભ્રાન્તિ કહેવાય છે. અર્થાત્ જે સ્વલક્ષણ નથી તેવા સામાન્યમાં સ્વલક્ષણરૂપથી પરિચ્છેદ કરવો તે જ અનુમાનની ભ્રાન્તતા છે. (પ્રશ્ન : તો અનુમાનને પ્રમાણ શા માટે કહો છો ? ઉત્તર : અનુમાન જો કે ભ્રાન્તિરૂપ હોવા છતાં) પરંપરાથી બાહ્ય સ્વલક્ષણના બલથી ઉત્પન્ન થતું હોવાથી જ પ્રમાણ છે. (બૌદ્ધાચાર્યશ્રી ધર્મકીર્તિએ પ્રત્યક્ષથી ભિન્ન અનુમાનની આવશ્યકતા જણાવતાં ઉપરની વાત પુષ્ટ કરી છે. તેમનું કહેવું છે કે વસ્તુનું જે સામાન્યરૂપ છે, તેનું ગ્રહણ કલ્પનાથી અતિરિક્ત બીજી વસ્તુથી થઈ શકતું નથી. એટલા માટે અનુમાનની આવશ્યકતા છે. કહ્યું છે કે... અન્યત્ સામાન્યક્ષમ્ | સોડનુમાનચ વિષય: I (ન્યાયબિંદુ ૧/૧૬-૧૭) સ્વસ્ટક્ષને ઘ પ્રત્યક્ષ- વિપૂતયા વિના વિકલ્પેન ને સામાન્યપ્રદસ્તસ્મિન્નતોડનુH / (પ્રમાણ વાર્તિક - ૩/૭૫) થી ૨ સંન્થિનો ઘર્માત્ મૂતિર્થfor નાયતે | સાનુમાનં પરીક્ષામે તેનૈવ સાધનમ્ l૩/કરો. કોઈ સંબંધીના ધર્મથી ધર્મીના વિષયમાં જે પરોક્ષજ્ઞાન થાય છે તે અનુમાન કહેવાય છે. જગતમાં અમારો પ્રતિદિનનો અનુભવ છે કે સદા સાથે રહેવાવાળી બે વસ્તુઓમાંથી એકને જોઈને બીજી વસ્તુની સ્થિતિની સંભાવના સ્વયં ઉપસ્થિત થઈ જાય છે, પરંતુ પ્રત્યેક અવસ્થામાં તે અનુભવ પ્રમાણકોટીમાં આવી શકતો નથી. પણ બંને વસ્તુઓનો ઉપાધિરહિત સંબંધ સદા વિદ્યમાન રહેવો જોઈએ. તેને જ વ્યાપ્તિજ્ઞાન કહેવાય છે અને આ વ્યાપ્તિજ્ઞાન ઉપર જ અનુમાન અવલંબિત રહે છે.) આમ અનુમાન પરંપરાથી બાહ્ય સ્વ-લક્ષણના બલથી ઉત્પન્ન થતું હોવાથી પ્રમાણરૂપ બને છે. તે આ પ્રકારે - જો સ્વલક્ષણરૂપ (ધૂમાદિ) અર્થ ન હોય તો તાદાભ્ય કે તદુત્પત્તિરૂપ
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy